Bangladesh: ખાલિદા ઝિયાના મૃત્યુ માટે શેખ હસીના જવાબદાર, BNPનો આરોપ

  • World
  • January 2, 2026
  • 0 Comments

Bangladesh: બાંગ્લાદેશના રાજકારણમાં ફરી એકવાર તીવ્ર આરોપો અને પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો છે. બાંગ્લાદેશ રાષ્ટ્રીય પાર્ટી (BNP) ના સ્થાયી સમિતિના સભ્ય નઝરુલ ઇસ્લામ ખાને પક્ષના પ્રમુખ અને ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના મૃત્યુ માટે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના પર જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો છે.

ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કાર પહેલાં બોલતા, નઝરુલએ કહ્યું, “ખાલિદા ઝિયાને હસીનાના અંગત બદલોનો ભોગ બન્યા બાદ 8 ફેબ્રુઆરી, 2018 ના રોજ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, પરંતુ જેલમાંથી બહાર આવ્યા પછી તેમની હાલત ગંભીર રહી.”

ઇસ્લામે કહ્યું કે ઝિયાની લાંબી કેદ, પૂરતી તબીબી સંભાળનો અભાવ અને વિદેશમાં સારવાર મેળવવા પર પ્રતિબંધને કારણે તેમના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થયું અને અંતે તેમનું મૃત્યુ થયું. તેમણે તબીબી નિષ્ણાતોના અભિપ્રાયનો ઉલ્લેખ કર્યો કે ચાર વર્ષની અટકાયત દરમિયાન વિદેશમાં સારવારની સુવિધાના અભાવે તેમની બીમારી વધુ ખરાબ થઈ અને અંતે તેમનું મૃત્યુ થયું. નસરુલે કહ્યું કે હસીના ક્યારેય જવાબદારીમાંથી મુક્ત નહીં થાય.

બીજી તરફ બાંગ્લાદેશ અવામી લીગના પ્રમુખ અને ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ સોશિયલ મીડિયા પર શેર કરેલા નવા વર્ષના સંદેશમાં લોકોને એક થવા અને દેશને આ અંધકારની યાત્રામાંથી બચાવવા અપીલ કરી.”આ વર્ષ ભૂતકાળના દુ:ખ અને વેદનાઓને ભૂંસી નાખે, ભૂલો અને ખામીઓ સુધારે અને દરેક માટે યાદગાર વર્ષ બને તેવી શુભેચ્છા પાઠવી હતી અને ઉમેર્યુ હતું કે આ દેશ બધા લોકોનો છે – ભલે તેમનો ધર્મ, રંગ, વર્ગ, વ્યવસાય અથવા વંશીય ઓળખ કોઈ પણ હોય”

આ પણ વાંચો:

Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પયોગ સફળ રહેશે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’
  • February 1, 2026

● આ એજ ટ્રમ્પ છે કે જેઓ વેનેઝુએલાથી તેલ ખરીદવાનો એક સમયે વિરોધ કરતા હતા પણ હવે તેઓએ અહીંના તેલ ભંડાર ઉપર કબ્જો કર્યા બાદ વિશ્વના દેશો માટે દુકાન ખોલી…

Continue reading
GOI-IES: યુરોપના આ દેશે ભારતીય સ્ટુડન્ટ્સ માટે ‘ફ્રી સ્ટડી વિથ લાખ્ખોના સ્ટાઇપેન્ડ’ની કરી ઓફર! જાણો,શુ હોય છે પ્રોસેસ!
  • January 31, 2026

GOI-IES: દુનિયામાં એક એવો દેશ છે જેણે ભારતીય વિદ્યાર્થીઓ માટે પોતાના દેશમાં મફતમાં અભ્યાસ અને ઉપરથી લાખ્ખોના સ્ટાઈપેન્ડ માટેની ઓફર કરી છે,આ દેશની સરકાર ભારતના વિદ્યાર્થીઓને માત્ર રહેવા અને જમવાની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 2 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 3 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ! એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

  • February 1, 2026
  • 11 views
The Epstein File: “જેક્રી એપસ્ટેઇન ફાઇલ્સ”માં  નરેન્દ્ર મોદીનું નામ ઉછળતા ખળભળાટ!  એપસ્ટેઇનના ઇમેઇલમાં મોદીનો ઉલ્લેખ શુ સૂચવે છે?કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ ! શરદ પવારની સૂચક ગેરહાજરી!

  • January 31, 2026
  • 3 views
Maharashtra News: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ ! શરદ પવારની સૂચક ગેરહાજરી!

Surat News: મહુવામાં 765 KV પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બબાલ,જુઓ વિડીયો

  • January 31, 2026
  • 7 views