US President Trump: બાંગ્લાદેશની જવાબદારી ટ્રમ્પે મોદીના માથે નાખી, અમેરિકા કંઈ ના કરી શકે?

  • World
  • February 14, 2025
  • 1 Comments

US President Trump: હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિાકાના પ્રવાસે છે. અહીં દેશ-વિદેશ સહિત વૈશ્વિક મુદ્દે ચર્ચા થઈ છે. ત્યારે ટ્રમ્પ અને મોદીએ બાંગ્લાદેશની સ્થિત અંગે પણ ચર્ચા કરી છે. ત્યારે બાંગ્લાદેશની સ્થિતિને લઈ ટ્રમ્પે હાથ ઉંચા કરી દીધા હોય તેવું લાગી રહ્યું છે. અને સમગ્ર જવાબદારી મોદીના માથે નાખી દીધી છે.

બાંગ્લાદેશની રાજકીય પરિસ્થિતિ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી કે અમેરિકન ડીપ સ્ટેટનો બાંગ્લાદેશમાં કોઈ હસ્તક્ષેપ નથી અને તેમણે આ દેશની પરિસ્થિતિને સંભાળવાની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર છોડી દીધી છે.

ટ્રમ્પને બાંગ્લાદેશ પર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો

જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન વિશે પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે આ પ્રશ્ન પર ટ્રમ્પે સ્પષ્ટ જવાબ આપ્યો કે બાંગ્લાદેશમાં અમેરિકન ડીપ સ્ટેટની કોઈ ભૂમિકા નથી. તેમણે વધુમાં કહ્યું કે આ એક એવો મુદ્દો છે જેના પર વડાપ્રધાન મોદી લાંબા સમયથી કામ કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું, “હું આ વિષયથી વાકેફ છું અને તેને વડાપ્રધાન મોદીના હાથમાં છોડી દઉં છું.” તે સમયે પીએમ મોદી ટ્રમ્પની બાજુમાં બેઠા હતા.

આ પણ વાંચોઃ Modi Visit US: અમેરિકન પત્રકારે અડાણી મુદ્દે PM મોદીને પ્રશ્ન પૂછતાં ચહેરો જોવા જેવો થઈ ગયો! જુઓ શું કહ્યું?

બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન

તાજેતરમાં, બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા, મોહમ્મદ યુનુસે ઢાકામાં એલેક્સ સોરોસને મળ્યા હતા. એલેક્સ સોરોસ અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસના પુત્ર છે અને તેઓ NGO ધ ઓપન સોસાયટી ફાઉન્ડેશનના ચેરમેન પણ છે. જ્યોર્જ સોરોસ પર અગાઉ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ટ્રમ્પે બાંગ્લાદેશને મળતી આ સહાય બંધ કરી

જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ બાંગ્લાદેશ પ્રત્યે કડક વિદેશ નીતિ અપનાવી રહ્યા છે. સત્તામાં આવતાની સાથે જ તેમણે USAID દ્વારા બાંગ્લાદેશને આપવામાં આવતી અમેરિકન નાણાકીય સહાય બંધ કરી દીધી છે.

અમેરિકામાં બાંગ્લાદેશીઓના દેખાવો

ગુરુવારે વોશિંગ્ટનમાં બ્લેર હાઉસની બહાર બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ સામે આવામી લીગ અને તેના સહયોગી સંગઠનોના વિરોધીઓના એક જૂથે વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધીઓએ યુનુસ રાજીનામું આપો, અમને ન્યાય જોઈએ છે, અમને શેખ હસીના જોઈએ છે… જેવા નારા લગાવ્યા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય અમેરિકા મુલાકાત દરમિયાન બ્લેર હાઉસમાં રોકાયા છે.

‘લોકો ફરીથી શેખ હસીનાને ચૂંટશે’

એક પ્રદર્શનકારીએ કહ્યું, ડૉ. યુનુસ એક ગેરકાયદેસર વ્યક્તિ છે જેમણે આતંકવાદીઓની મદદથી સત્તા કબજે કરી છે. આપણા બંધારણ મુજબ, શેખ હસીના હજુ પણ બાંગ્લાદેશના વડાપ્રધાન છે. આતંકવાદીઓની મદદથી તેમણે તેમને દૂર કર્યા. પણ આગલી વખતે, આપણે ચૂંટણી ઇચ્છીએ છીએ. લોકો ફરીથી શેખ હસીનાને ચૂંટશે.

 

આ પણ વાંચોઃ Surat: મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારવાના મામલામાં મુખ્ય આરોપીની ધરપકડ

 

Related Posts

England: ઘરનો દરવાજો તોડ્યો, ‘ગોરો’ ઘરમાં ઘૂસ્યો અને 20 વર્ષીય ભારતીય યુવતી પીંખી નાખી
  • October 27, 2025

Crime in England: ઇંગ્લેન્ડમાં 20 વર્ષીય ભારતીય મૂળની યુવતી પર બળાત્કાર થવાની ઘટના બની છે, અંદાજે 30 વર્ષના બળાત્કારી ગોરા પુરુષના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન…

Continue reading
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”
  • October 26, 2025

DONALD TRUMP | થાઇલેન્ડ અને કંબોડિયાના નેતાઓએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ તકે ટ્રમ્પે કહ્યું કે તેમના વહીવટીતંત્રે આઠ મહિનામાં આઠ યુદ્ધોનો અંત લાવ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 4 views
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 7 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

  • October 27, 2025
  • 3 views
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

  • October 27, 2025
  • 19 views
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

  • October 27, 2025
  • 25 views
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

  • October 27, 2025
  • 3 views
SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC