
Bar Council: રાજયમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આગામી તા. 6 માર્ચે યોજાનાર છે જેમાં આગામી પાંચ વર્ષ માટે BCGની નવી કમિટીની રચના કરવામાં આવનાર છે ચૂંટણીમાં કુલ 103 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી 99 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે જેથી 99 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.
■ આ ચૂંટણીમાં પાંચ મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત રાખવામાં આવી છે.
આ ચૂંટણીમાં ખાસ વાત એ છે કે, 30 ટકા મહિલા ઉમેદવારોના પ્રતિનિધિત્વની ખાસ બાબત અમલમાં મૂકવામાં આવી છે. કુલ 23 સભ્યો માટેની ચૂંટણીમાં ઓછામાં ઓછા 5 મહિલા ઉમેદવારોની પસંદગી ફરજિયાત રહેશે. આ ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 5 મહિલા ઉમેદવારોની કો-ઓપ્શન મારફતે નિમણૂક કરવામાં આવશે.
આ અંગે મહિલા એડવોકેટ પૂજા પ્રજાપતિએ વધુ વિગતો આપી હતી પ્રસ્તુત છે રિપોર્ટ.






