MODI: નરેન્દ્ર મોદી 2013માં વિદેશી કંપનીઓનો વિરોધ કરતા હતા! હવે આજ મોદી 2026માં અમેરિકા સામે ઘૂંટણીએ પડી ગયા!

(દિલીપ પટેલ દ્વારા)

MODI:
દેશમાં જ્યારે મનમોહન સરકાર હતી ત્યારે રોજ મોદીજી તેમની સરકારને આડેહાથ લેતા હતા અને જે જે મુદ્દા તેઓ કોંગ્રેસને ઘેરતા હતા તે તમામ મુદ્દા હવે તેમની સરકારમાં તેમને જ ભારે પડી રહયા છે અને મોદીજીના જુના ભાષણ અને નિવેદન ફરી વાયરલ થઈ તેમને જ સવાલો કરી રહયા છે.ભાજપ ગુજરાત પ્રદેશ કારોબારિના તા. ૦૪ ઓગસ્ટ ૨૦૧૩ રવિવાર, ટાઉન હોલ, ગાંધીનગર ખાતેના રાજકીય ઠરાવમાં 2013માં ભાજપે કહ્યું એન.ડી.એ.નાં શાસન દરમિયાન રૂપિયા ૪૨ થી ૪૩ નાં ભાવવાળો ડોલર આજે રૂપિયા ૬૧.૫૦ ની ઊંચાઈએ પહોંચી ગયો છે પણ આજે મોદી સરકાર હોવાછતાં ડોલર 91 થી 92 રૂપિયા રૂપિયા પર છે.

રાજકીય ઠરાવમા 2013માં ભાજપે કહ્યું હતું કે,રૂપિયાનાં અવમૂલ્યનની માફક કોંગ્રેસનું પણ તમામ ક્ષેત્રે અવમૂલ્યન થયું છે.રાજકીય ઠરાવમા 2013માં ભાજપે કહ્યું એફ.ડી.આઈ.માં વિદેશી રોકાણ માટે લાલ જાજમ બીછાવી વિદેશી વેપારીઓ તથા ઉદ્યોગપતિઓ માટે ભારતીય બજારને લૂંટવાની બેફામ છુટ આપવાનાં કેન્દ્રની કોંગ્રેસી સરકારના ભરચક પ્રયાસોથી ભારતનાં વેપાર ઉદ્યોગનું ગળુ દબાઈ ગયું છે.

મોદીના 10 વર્ષોમાં (2014-2024) ભારતમાં કુલ $667.4 અરબ (બિલિયન) ડોલરથી વધુ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) આવ્યું છે, જે અગાઉના દાયકા (2004-2014) ના $304.1 અરબ ડોલર કરતા બમણાથી પણ વધુ છેદરેક વર્ષે 100 અરબ ડોલર (આશરે 8.3 લાખ કરોડ રૂપિયા) વિદેશી રોકાણ (FDI) આકર્ષવાનું લક્ષ્ય રાખી રહી છે.

રાજકીય ઠરાવમા 2013માં ભાજપે કહ્યું ભારતીય વેપારી વોલમાર્ટ અને અન્ય મલ્ટીનેશનલ કંપનીઓનાં ઘેરાવ સામે બિચારો અને બાપડો બની ગયો છે ત્યારે એવું લાગે છે કે ભારતની વર્તમાન કોંગ્રેસી સરકાર ભારતને બદલે અમેરિકાને મંદીમાંથી બહાર કાઢી ભારતને મંદીનાં કાળમુખા મુખમાં ધકેલી રહી છે.

●ટ્રમ્પનો નવો ટેરીફ

ટ્રમ્પે હવે નવેસરથી 10% થી 15% ટેરિફની જાહેરાત કરી છે.ખાસ કરીને રશિયન તેલની આયાત બંધ કરીને અમેરિકાની કંપનીઓ પાસેથી ખરીદી શરૂ થઈ રહી છે.આગામી પાંચ વર્ષ દરમિયાન 500 અબજ ડૉલરની ખરીદી થશે અને તેમાં ડેટા સેન્ટર તથા ઊર્જા જેવા ક્ષેત્રો પણ સામેલ હશે.ભારતના ટેકસ્ટાઇલ, લેધર, ફૂટવૅર, પ્લાસ્ટિક, રબર, ઑર્ગેનિક કેમિકલ્સ, હોમ ડેકોર, હસ્તશિલ્પનાં ઉત્પદાનો ઉપર અમેરિકા દ્વારા 18 ટકાનો ટેરિફ લાદવામાં આવશે.ફાર્મા તથા તેના કાચા માલ ,જેનરિક દવાઓ માટે નક્કી થયેલી શરતો હેઠળ લાભ મળશે.

●ભ્રષ્ટાચાર

રાજકીય ઠરાવમા 2013માં ભાજપે કહ્યું ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, અંધાધુંધી અને પરિવારવાદથી ઘેરાયેલ કેન્દ્રની કોંગ્રેસની સરકારની રીતિનીતિ અને કાર્યપધ્ધતિને કારણે રાષ્ટ્રની પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે.ભ્રષ્ટાચારના મામલામાં ભારતને 180 દેશોમાંથી 96મુ સ્થાન હતું. એશિયામાં ભારતમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ છે, જે ૩૯ ટકા જેટલું ઉંચું છે.

●માંસ

રાજકીય ઠરાવમા 2013માં ભાજપે કહ્યું કોંગ્રેસની પિંક રિવોલ્યુશનની નીતિને કારણે કિસાનોના કપાસની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવીને મટનની નિકાસ ઉપર સબસીડી આપીને આ કોંગ્રેસની સરકારે કિસાનોને પાયમાલ કરી મૂક્યા છે. જાણે કે દેશમાં વણજાહેર આર્થિક કટોકટી જાહેર થઈ છે.

મોદીના ૨૦૨૦-૨૧માં અંદાજે રૂ।. 23,460 કરોડની કિંમતનું 10,85 લાખ ટન તો માત્ર બફેલો મીટ (માંસ) હતું.ઘેટાં બકરાનું 7050 ટન, અન્ય 894 ટન, પ્રોસેસ્ડ મીટ 774 ટનની નિકાસ કરાઈ હતી.ઉપરાંત પોલ્ટ્રી ફાર્મની પ્રોડક્ટ પણ 2.55 લાખ ટનની નિકાસ થઈ હતી.
૨૦૧૪-૧૫માં ગૌમાંસની નિકાસ ૧૪૭૫૫૪૦ મેટ્રિક ટન હતી, જે ૧૦ વર્ષમાં સૌથી વધુ હતી. ૨૦૧૩-૧૪માં આ નિકાસ ૧૩૬૫૬૪૩ મેટ્રીક ટન રહી હતી.

●ભુખ્યા લોકો

રાજકીય ઠરાવમા 2013માં ભાજપે કહ્યું દેશમાં હજ્જારો લોકો રાત્રે ભુખ્યા સુઈ જાય છે. પાંચ રૂપિયામાં છાશનું પાઉચ કે પાણીની બોટલ પણ મળતી નથી ત્યારે કોંગ્રેસનાં બેજવાબદાર અગ્રીમ નેતાઓ લોકોને રૂપિયા ૧૨, રૂપિયા ૫ અને ૧ રૂપિયામાં ભરપેટ ભોજન મળી રહે છે
સરકાર ગરીબોની સરકાર નથી. આ સરકાર ગરીબ વિરોધી સરકાર છે.ભારતમાં 80 કરોડ અને ગુજરાતમાં 4 કરોડ લોકોને મફત અનાજ અપાય છે.

●સીબીઆઈ સેબી

રાજકીય ઠરાવમા 2013માં ભાજપે કહ્યું કેન્દ્રની કોંગ્રેસી સરકાર કિન્નાખારીના આધારે કાર્યરત છે. દેશની ઉચ્ચ તપાસ એજન્સી સી.બી.આઈ. સેન્ટ્રલ ઈન્વેસ્ટીગેશન બ્યુરોને બદલે કોંગ્રેસ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન બની ચૂકી છે. રાજકીય હિતોની સિદ્ધિ માટે સી.બી.આઈ.નો બેફામ દુરુપયોગ એ લોકશાહીનાં મૃત્યુઘંટ સમાન છે.UPA સરકારની કામ કરવાની આ પધ્ધતિ રાષ્ટ્ર માટે ખતરારૂપ છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને એન્ટી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ મોદી રાજમાં Dએ 10 વર્ષમાં નેતાઓ વિરુદ્ધ કર્યા 193 કેસ, દોષિત ઠર્યા ફક્ત બે થયા હતા.

● મોદી રાજના 10 ઈડીની કાર્યવાહી વર્ષમાં 86 ગણા વધ્યા દરોડા, 755 લોકોની ધરપકડ

EDએ છેલ્લા 10 વર્ષમાં PMLA કાયદા હેઠળ 5,155 કેસ નોંધ્યા છે, જે યુપીએ સરકાર દરમિયાન નોંધાયેલા 1,797 કેસ કરતાં ત્રણ ગણા વધુ છે.

●EDમાં 63 લોકો સામે દોષિત ઠેરવવામાં આવ્યા છે.

ઈડીએ મની લોન્ડરિંગના કેસમાં 7,264 દરોડા પાડ્યા હતા, જ્યારે 2014 પહેલા ઈડીએ માત્ર 84 દરોડા પાડ્યા હતા. આ રીતે EDએ ભાજપ સરકાર દરમિયાન 86 ગણા વધુ દરોડા પાડ્યા છે.રાજકીય ઠરાવમા 2013માં ભાજપે કહ્યું રાજ્યનાં અધિકારો ઉપર તરાપ મારી બંધારણની વિરુદ્ધ જઈ કેન્દ્રની કોંગ્રેસી સરકાર રાષ્ટ્રનાં ફેડરલ સ્ટ્રક્ચર ઉપર કુઠારાઘાત કરી રહી છે. વિરોધ પક્ષ શાસીત સરકારોને સી.બી.આઈ. દ્વારા ખોટી રીતે દબાવવામાં આવે છે.

મોદી રાજમાં લોકશાહીમાં ન્યાયતંત્રને આ રીતે બાનમાં લેવાની પ્રક્રિયા એ તાનાશાહીનાં પ્રતિક સમાન છે.આ મુદ્દે સિનિયર પત્રકાર દિલીપ પટેલે કરેલી વિસ્તુત છણાવટ અત્રે પ્રસ્તુત છે જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

  • Related Posts

    Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
    • August 29, 2026

    Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

    Continue reading
    Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
    • August 21, 2026

    Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

    • September 12, 2026
    • 3 views
    India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

    Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

    • September 12, 2026
    • 3 views
    Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

    Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

    • September 12, 2026
    • 6 views
    Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

    CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

    • September 12, 2026
    • 8 views
    CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

    Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

    • September 12, 2026
    • 7 views
    Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

    JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા

    • September 12, 2026
    • 8 views
    JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા