Politics: ઉત્તર ગુજરાતમાં વીજ કંપની સામે ખેડૂતોનું આંદોલન બીજા તબક્કામાં પ્રવેશ્યું! અધિકારીઓ જવાબ આપતા નથી! જુઓ, ખાસ અહેવાલ

(દિલીપ પટેલ દ્વારા)

Politics: રાજ્યમાં વીજ લાઈનને લઈ ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ લડત શરૂ થઈ છે, ડીસામાં ખેડૂતોની લડતના કારણે અગાઉ ચૌધરીએ 70 કિલોમીટર 150 થાંભલાનું કામ બંધ રખાવ્યું છે, રાધાનેશડાથી મોડેટા સુધી કામ બંધ કરાવેલું છે. નવસારી પ્રમાણે વળતર આપવાની માંગણી છે. પણ 80 લાખ સુધી વળતર મળી શકે છે. એન એની જમીન પ્રમાણે વળતર આપે.

હવે રાધાનેશડાથી પાડણ અને ધાનેરા વીજ લાઈનનો પ્રશ્ન ઊભો થયો છે. આવી 20 લાઈન પસાર થવાની છે, જેટકો કંપનીની નાની લાઈન પાડણ જાય છે. સબસ્ટેશન માટેની છે. ખેડૂતોના ખેતરમાં 30 થાંભલા ઊભા કર્યા હતા, તેથી 20 ખેડૂતોએ દેખાવો કર્યા હતા, વાવ-થરાદ ખેડૂતોએ ખેતરોમાં વીજ લાઇન નાખવા સામે વળતર માંગ્યું છે. 25 ગામોને નવસારી મુજબ વળતર આપવા કલેક્ટરને રજૂઆત કરી હતી.

ખેડૂતોની સંમતિ વગર અને પૂરતું વળતર આપ્યા વગર ખાનગી કંપનીઓની હાઈવોલ્ટેજ વીજ લાઈનો ખેતરોમાંથી પસાર કરવામાં આવી રહી છે, જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે,9 ફેબ્રુઆરી 2026 ના જાહેરનામા પહેલા જ 31 જાન્યુઆરી 2026 ના રોજ નોટિસ આપી દેવામાં આવતા ખેડૂતોમાં રોષ છે. કાયદા વિરૃદ્ધનું કામ છે, કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં વીજ કંપનીઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરી ખેડૂતોનું શોષણ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

જેને લઈને મામલો ગંભીર બનતાં અધિક કલેક્ટર અને ખેડૂત હિત રક્ષકો વચ્ચે શાબ્દિક પ્રહારો કરતાં વારંવાર કોર્ટમાં જાઓ તેવું અધિક કલેક્ટરે કહેતાં મામલો ગરમાયો હતો, થાંભલા નાખવા બાબતે ખેડૂતોને અન્યાય થયો હોવાને લઈ ખેડૂત હિત રક્ષક સમિતીએ જાહેર કર્યું હતું કે, વીજ લાઈન એ કોઈ જનસેવા નહીં પણ ખાનગી કંપનીઓનો નફાકારક ધંધો છે.

કોઈપણ કંપની વ્યક્તિની સહમતી વગર કે યોગ્ય વળતર આપ્યા વગર જમીનનો ઉપયોગ કરી શકે નહીં. તેમ છતાં, કંપનીઓ ખેડૂતોના ખેતરમાં પરાણે 30 ટાવરો ઉભા કરી દીધા છે બીજા ઉભા કરવામાં આવી રહ્યાં છે,વહીવટી તંત્ર નોટિસ આપવા માટે ટેલિગ્રાફ્ એક્ટ 1885 અને વિદ્યુત કાયદો 2003નો સહારો લે છે, પરંતુ જ્યારે વળતર આપવાની વાત આવે છે ત્યારે ઓછામાં ઓછું નુકસાન મહત્તમ વળતરના સિદ્ધાંતને નેવે મૂકીને માત્ર જૂની જંત્રીના ભાવે વળતર કેમ આપવામાં આવે છે.

રાજસ્થાન સરકાર 2013ના જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવના 400% વળતરની SOP બનાવી શકતી હોય અને નવસારી કલેક્ટર આવા હુકમ કરી શકતા હોય, તો વાવ-થરાદના ખેડૂતોને માત્ર જંત્રી ભાવે વળતર આપીને અન્યાય કેમ કરવામાં આવે છે,કોઈપણ કંપનીને લાયસન્સ આપતા પહેલા જન સુનાવણી કરવી ફરજિયાત હોય છે. ખેડૂતોએ માંગ કરી છે કે કેન્દ્ર સરકારની 2025ની નવી SOP અને માર્કેટ વેલ્યુ મુજબ વળતર આપવામાં આવે.

સામાન્ય વ્યક્તિ બીજાની મિલકતમાં પ્રવેશે તો ગુનો બને છે. પણ ખાનગી કંપનીઓ પોલીસ રક્ષણ સાથે પ્રવેશી રહી છે, ખેતીલાયક જમીન અને ઊભા પાકને થતા નુકસાન અંગે ભારે આક્રોશ છે, થરાદ ખાતે રજુઆત કરવા ગયેલા આગેવાનોએ ને કલેકટર કહ્યું આવેદનપત્ર આપી પૂરું કરો અને અહીંથી જાઓ સ્ટંટ ન કરો,બનાસકાંઠા જિલ્લા ના કોંગ્રેસ ના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત તથા સાંસદ ગેનીબેન ઠાકોર હાજર હતા,વાવના રાઘાનેસડા થી મુઠેડા સુધી અને પાડણથી વાવ સુધી સોલર ઉત્પાદન વીજ લાઈન કિસાન સંઘના કારણે ક્ચ્છ નાં રાપર તાલુકાના ગામોમાં એક પોલ અને ૪૬ મીટર તાર ખેડુત ને વડતર ખાલી એક લાખ તીસ હજાર આ મજાક છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાનો વિવાદ, 24 દિવસથી વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર, રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

  • August 17, 2026
  • 3 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાનો વિવાદ, 24 દિવસથી વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર, રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

Arunachal Border Dispute: વંદે માતરમ ગાવાથી, તિરંગા યાત્રા કાઢવાથી, નકલી શૌર્ય બતાવવાથી CHINA ડરી જશે?

  • August 17, 2026
  • 5 views
Arunachal Border Dispute: વંદે માતરમ ગાવાથી, તિરંગા યાત્રા કાઢવાથી, નકલી શૌર્ય બતાવવાથી CHINA ડરી જશે?

UGC NET Re Exam 2026: પ્રશ્નપત્રમાં ભૂલો, જૂના સવાલોનું પુનરાવર્તન અને હવે રી-એક્ઝામ: NTAની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ

  • August 17, 2026
  • 5 views
UGC NET Re Exam 2026: પ્રશ્નપત્રમાં ભૂલો, જૂના સવાલોનું પુનરાવર્તન અને હવે રી-એક્ઝામ: NTAની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ

Bankura CJP Attack: બાંકુડામાં CJP કાર્યકરના ઘરે હુમલો, પિતાનું મોત; BJP નેતા સહિત 8ની ધરપકડ

  • August 17, 2026
  • 8 views
Bankura CJP Attack: બાંકુડામાં CJP કાર્યકરના ઘરે હુમલો, પિતાનું મોત; BJP નેતા સહિત 8ની ધરપકડ

Gujarat Liquor Ban: ખાતર માટે લાઈનો અને દારૂની હોમ ડિલિવરી, દાંતામાં ગેનીબેન-અમિત ચાવડાએ સરકારને ઘેરી

  • August 17, 2026
  • 8 views
Gujarat Liquor Ban: ખાતર માટે લાઈનો અને દારૂની હોમ ડિલિવરી, દાંતામાં ગેનીબેન-અમિત ચાવડાએ સરકારને ઘેરી

Bharuch Liquor Seized: ગુજરાતમાં દારૂબંધીનો ઢોંગ? 32.57 લાખનો દારૂ ઝડપાતા ભાજપના નેતાનું નામ સામે આવ્યું

  • August 17, 2026
  • 9 views
Bharuch Liquor Seized: ગુજરાતમાં દારૂબંધીનો ઢોંગ? 32.57 લાખનો દારૂ ઝડપાતા ભાજપના નેતાનું નામ સામે આવ્યું