Vote theft: મોદી વોટ ચોરી કરી PM બન્યા, 25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા, રાહુલના આરોપ

  • India
  • August 8, 2025
  • 0 Comments

Vote theft: કોંગ્રેસ શુક્રવારે બેંગલુરુમાં ‘વોટ ઓફિસર રેલી’નું આયોજન કર્યું છે. જેમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અહીં ઉપસ્થિત રહ્યા. બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં આયોજિત એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું, છેલ્લી ચૂંટણીમાં ભાજપ, મોદી અને તેમના નેતાઓએ બંધારણ પર હુમલો કર્યો હતો. તેમણે ભારતની સંસ્થાઓનો નાશ કરીને બંધારણ પર હુમલો કર્યો હતો.

તેમણે કહ્યું આપણે બંધારણનું રક્ષણ કર્યું છે, મહાત્મા ગાંધી, આંબેડકર, નહેરુ અને સરદાર પટેલના અવાજો એમાં ગુંજી ઊઠે છે. એનો પાયો ‘વન મેન વન વોટ’ છે, બંધારણ દરેક ભારતીય નાગરિકને મતદાનનો અધિકાર આપે છે.

“નરેન્દ્ર મોદી માત્ર 25 સીટની માર્જિનથી વડાપ્રધાન”

આજે  રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 25 બેઠકો 35,000થી ઓછા મતોની નજીવી માર્જિનથી જીતી, જેના કારણે મોદી વડાપ્રધાન બન્યા. તેમણે દાવો કર્યો, “જો અમને છેલ્લા 10-15 વર્ષનો ઈલેક્ટ્રોનિક મતદાર ડેટા અને CCTV ફૂટેજ મળે, તો અમે સાબિત કરી શકીએ કે મોદીએ ચોરી દ્વારા સત્તા મેળવી છે.” તેમણે ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યો કે તે મતદાર યાદીઓ મશીન-રીડેબલ ફોર્મેટમાં આપવાનો ઇનકાર કરી રહ્યું છે અને CCTV ફૂટેજ નષ્ટ કરવાની યોજના બનાવી રહ્યું છે, જેને તેમણે “ગુનાહિત પુરાવાઓનો નાશ” ગણાવ્યો.

ચૂંટણી પંચની વેબસાઈટ બંધ

રાહુલનો આરોપરાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં ચૂંટણી પંચે તેમની વેબસાઈટ બંધ કરી દીધી છે, જેનો હેતુ મતદાર યાદીઓની પારદર્શિતા રોકવાનો છે. તેમણે આને “ભારતીય બંધારણ અને રાષ્ટ્રધ્વજ વિરુદ્ધનો ગુનો” ગણાવ્યો અને ચેતવણી આપી કે જો વિપક્ષ સત્તામાં આવશે, તો આ ગેરરીતિઓ માટે જવાબદાર લોકોને સજા થશે.

ગઈકાલે, 7 ઓગસ્ટના રોજ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટક અને મહારાષ્ટ્રની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને ચૂંટણી પંચ (ECI) વચ્ચેની કથિત મિલીભગતના ગંભીર આરોપો લગાવીને દેશભરમાં હડકંપ મચાવી દીધો છે. આ આરોપો એટલા ગંભીર છે કે ભાજપ અને ચૂંટણી પંચ બંને બેકફૂટ પર આવી ગયા છે, જ્યારે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે ભાજપે ચૂંટણી પંચની મદદથી મતદાર યાદીઓમાં હેરફેર કરી અને ચૂંટણીઓમાં “ચોરી” કરી, જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી “નજીવી બહુમતી” સાથે સત્તામાં આવ્યા.

મહાદેવપુરા બેઠક પર “ચોરી”નો ખુલાસો

રાહુલ ગાંધીએ કર્ણાટકની મહાદેવપુરા વિધાનસભા બેઠકને કેન્દ્રમાં રાખીને તેમના આરોપોની શરૂઆત કરી. તેમણે દાવો કર્યો કે 2024ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પર 1,00,250 મતોની “ચોરી” થઈ, જેમાં 11,965 ડુપ્લિકેટ મતદારો, 40,009 બનાવટી/અમાન્ય સરનામાં, 10,452 બલ્ક મતદારો, 4,132 અમાન્ય ફોટોવાળા મતદારો અને 33,692 મતદારો દ્વારા ફોર્મ 6નો દુરુપયોગ થયો હોવાનું બહાર આવ્યું. રાહુલે કહ્યું, “અમે મહાદેવપુરા સીટ પર ચોરીની પદ્ધતિ શોધી કાઢી છે. આ એક નમૂનો છે, જે દેશભરમાં અન્ય બેઠકો પર પણ લાગુ થઈ શકે છે.”

મહારાષ્ટ્રમાં શંકાસ્પદ મતદારોનો વધારોરાહુલે મહારાષ્ટ્રની 2024ની વિધાનસભા ચૂંટણીઓમાં પણ ગેરરીતિઓનો આરોપ મૂક્યો. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં માત્ર પાંચ મહિનામાં એક કરોડથી વધુ નવા મતદારો ઉમેરાયા, જે અસામાન્ય છે. આ ઉપરાંત, સાંજે 5:30 વાગ્યા પછી મતદાનમાં અચાનક વધારો નોંધાયો, જે શંકાને વધુ ગાઢ બનાવે છે. તેમણે આશંકા વ્યક્ત કરી કે આ બધું ચૂંટણી પંચની મદદથી થયું, જે ભાજપના હિતમાં કામ કરી રહ્યું છે.

 

આ પણ વાંચો:

Jhansi: CRPF જવાન બહાર કામ કરતો, પત્ની બીજા સાથે કરતી રંગરેલિયા, પ્રેમીએ નગ્ન વીડિયો બનાવી લીધો, પછી શું થયું?

Threatened: ‘જે કોઈ સલમાન સાથે કામ કરશે તે મરશે’, બોલિવૂડના દિગ્દર્શકો-નિર્માતાઓને ધમકીભર્યો ઓડિયો વાયરલ

સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ એક્શનમાં | Salman Khan

Accident: મોરબી-કચ્છ હાઈવે પર સૂરજબારી પુલ નજીક ભયાનક ટ્રિપલ અકસ્માત: બે વિદ્યાર્થી સહિત ચારના કરુણ મોત

UP: ધો. 10માં ભણતી વિદ્યાર્થિની થઈ ગુમ, પછી મુસ્લીમ મહિલાના કાસ્તાનનો થયો મોટો ખૂલાસો!

UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?

Related Posts

Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!
  • March 26, 2026

Strait of Hormuz: અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 27મો દિવસ છે, ટ્રમ્પની યુદ્ધ વિરામની વાતો ઈરાને ગપગોળા જણાવી છે અને કહ્યુ છે કે “અમે પહેલા પણ કહી ચુક્યા છે કે…

Continue reading
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!
  • March 24, 2026

Narendramodi: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને રોકવા માટે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે. અહેવાલો સૂચવે છે કે આ અઠવાડિયાના અંતમાં ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સામ-સામે મુલાકાત થઈ શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Navami 2026: વડોદરા સહિત દેશભરમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનો માહોલ

  • March 26, 2026
  • 3 views
Ram Navami 2026: વડોદરા સહિત દેશભરમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનો માહોલ

Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!

  • March 26, 2026
  • 6 views
Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!

Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!

  • March 26, 2026
  • 14 views
Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!

SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

  • March 25, 2026
  • 6 views
SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી! અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

  • March 25, 2026
  • 14 views
Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી!  અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

  • March 25, 2026
  • 12 views
Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો