
Rahul Gandhi Fake News FIR: બિહારમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ભાજપના આટીસેલ હવે ઘણુ સક્રિય થયું છે. તાજેતરમાં રાહુલ ગાંધીના સેનેટરી પેડ પર લગાવેલા ફોટોના વીડિયો વાઈલ થતાં ખળભળાટ મચ્યો છે.
બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ્સ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ખોટા અને અપમાનજન સમાચાર ફેલાવવાના આરોપમાં રતન રાજન અને અરુણ કોસલી નામના બે લોકો સામે વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ ફરિયાદ યુથ કોંગ્રેસના કાર્યકર પ્રિયંકા દેવીએ નોંધાવી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ બંનેએ રાહુલ ગાંધીની છબી ખરડવા અને સ્ત્રીઓના સન્માનને ઠેસ પહોંચાડવાના ઈરાદે સોશિયલ મીડિયા પર ખોટી અને અભદ્ર સામગ્રી ફેલાવી હતી.
કોંગ્રેસે મહિલાઓને કર્યું હતુ સેનિટરી પેડનું વિતરણ
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે બિહારમાં કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલા માસિક ધર્મ સ્વચ્છતા અભિયાન “પ્રિયદર્શિની ઉડાન યોજના” અંતર્ગત મહિલાઓને મફત સેનિટરી પેડ વિતરણની ઝુંબેશ ચલાવવામાં આવી. આ ઝુંબેશમાં વિતરણ કરવામાં આવેલા સેનિટરી પેડના બોક્સ પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના ફોટો હતા, જેનો ઉદ્દેશ આ ઝુંબેશને વધુ પ્રચાર અને જાગૃતિ આપવાનો હતો. જોકે, આ ઝુંબેશ શરૂ થયાના થોડા જ સમયમાં સેનેટરી પેડ પર રાહુલ ગાંધીનો ફોટો હોવાનો વીડિયો વાયરલ થયો. જેને અપમાનજનક અને સ્ત્રીઓની ગરિમાને ઠેસ પહોંચાડનારું ગણાવવામાં આવ્યું. જો કે આ વીડિયો ફેક હતો.
ઘણા એકાઉન્ટમાંથી વીડિયો વાયરલ થયો માત્ર બે વિરુધ્ધ જ કાર્યવાહી
ફરિયાદમાં જણાવાયું છે કે રતન રાજન, જે બિહારના વૈશાલીનો રહેવાસી છે, તેણે X પર રાહુલ ગાંધીની એક મોર્ફ્ડ ઈમેજ પોસ્ટ કરી હતી, જેમાં અભદ્ર રીતે સેનિટરી પેડ સાથે તેમનો ફોટો લગાવવામાં આવ્યો હતો. આ પોસ્ટનું કેપ્શન હતું: “બહાર કવર તક તો ઠીક થા લેકિન આપ યે અંદર ક્યા કર રહે હૈ, યે તો ગલત હૈ રાહુલ જી, યે દેખો, યે આપ અંદર ક્યા કર રહે હૈ.” આ પોસ્ટને અરુણ યાદવ (@ArunKosli) સહિત અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવી, જેનાથી આ ખોટી ખબર વધુ વાયરલ થઈ. આ ઉપરાંત, અન્ય યુઝર્સ જેવા કે @MrSinha, @AdvSunilSharma_, @Siddharth_00001 અને @rishibagree એ પણ આ વીડિયોને આગળ ફેલાવવામાં ભૂમિકા ભજવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત એકાઉન્ટ સિવાય અન્ય લોકોએ પણ આ વીડિયો શેર કર્યો હતો. ભાજપના આટીસેલના સભ્યએ પણ આ વીડિયો શેર કર્યો હતો. આ ઉપરાંત udaybhanuchib, hinduvakinight, vijaypatel, arunyadav નામના એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જો કે પાછળથી વિવાદ થતાં લોકોએ વીડિયો ડિલિટ કરી નાખ્યા છે.
BJP IT cell members deleting their tweet after getting called out. pic.twitter.com/tsXKnjE17S
— Mohammed Zubair (@zoo_bear) July 5, 2025
કાયદાકીય કાર્યવાહી
આ ઘટનાને ગંભીર ગણાવતા, યુથ કોંગ્રેસના કાર્યકર પ્રિયંકા દેવીએ બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. એફઆઈઆરમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 336(4) હેઠળ ઈલેક્ટ્રોનિક રેકોર્ડને ખોટી રીતે તૈયાર કરીને કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો આરોપ અને કલમ 353 હેઠળ ખોટા નિવેદનો, અફવાઓ કે રિપોર્ટ્સ ફેલાવીને જાહેર શાંતિ ભંગ કરવાનો આરોપ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત, આરોપ લગાવવામાં આવ્યો છે કે આવી પોસ્ટ દ્વારા ન માત્ર રાહુલ ગાંધીની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ માસિક ધર્મ જેવા સંવેદનશીલ મુદ્દાને પણ મજાકનો વિષય બનાવીને સ્ત્રીઓનું અપમાન કરવામાં આવ્યું.
ઈન્ડિયન યુથ કોંગ્રેસનો વિરોધ
ઈન્ડિયન યુથ કોંગ્રેસ (IYC)એ આ ઘટનાને “સંન્નારી અને દૂષિત ડિજિટલ ઝુંબેશ” ગણાવી અને દેશભરમાં આવા તત્વો સામે કાયદાકીય કાર્યવાહીની ચીમકી આપી છે. IYCનું કહેવું છે કે આ પ્રકારની પોસ્ટ્સ રાહુલ ગાંધીને બદનામ કરવાની સાથે સાથે બિહારની મહિલાઓ અને માસિક ધર્મ જેવા મહત્વના સામાજિક મુદ્દાને પણ હાંસીનો વિષય બનાવે છે, જે ગેરકાયદેસર અને નિંદનીય છે.
વિવાદનું રાજકીય પાસું
આ ઘટનાએ બિહારમાં રાજકીય વાતાવરણને ગરમ કરી દીધું છે, ખાસ કરીને બિહાર વિધાનસભા ચૂંટણીઓની નજીક આવતા આ ઘટનાએ વધુ ઉગ્ર સ્વરૂપ લીધું છે. કોંગ્રેસે આ ઘટનાને ભાજપની “ફેક ન્યૂઝ ફેક્ટરી”નો ભાગ ગણાવીને આક્ષેપ કર્યો છે કે આ પ્રકારની ખોટી ઝુંબેશ રાજકીય રીતે પ્રેરિત છે. બીજી તરફ, ભાજપે કોંગ્રેસના સેનિટરી પેડ પર રાહુલ ગાંધીનો ફોટો મૂકવાના નિર્ણયની ટીકા કરી છે અને તેને “મહિલાઓનું અપમાન” ગણાવ્યું છે.
આગળની કાર્યવાહી
એફઆઈઆર નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીઓની ધરપકડની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે ચર્ચા ચાલુ છે, જેમાં ઘણા યુઝર્સે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે શું કહ્યું?
राहुल गांधी जी की तस्वीर का गलत इस्तेमाल करके Fake वीडियो बनाने के खिलाफ FIR दर्ज करा दी गई है
अभी औरों के ख़िलाफ़ भी एक्शन लिया जा रहा है pic.twitter.com/up42Z3GqJK
— Supriya Shrinate (@SupriyaShrinate) July 6, 2025
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતેએ પુષ્ટિ આપી કે આ વીડિયો અંગે FIR નોંધવામાં આવી છે. “રાહુલ ગાંધીની છબીનો ખોટો વીડિયો બનાવવા માટે દુરુપયોગ કરવા સામે FIR નોંધવામાં આવી છે. તેમાં સામેલ અન્ય લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે,”.