ક્યા છે મોદી?, સમસ્યાઓને હલ કરવાને બદલે ભાગે છે, ખેડગેના પ્રહાર | Mallikarjun Kharge

  • India
  • July 7, 2025
  • 0 Comments

Mallikarjun Kharge on PM modi: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા છે. ખડગેએ આક્ષેપ લગાવ્યો છે કે મોદી દાવો કરે છે કે “જ્યાં સુધી મોદી છે, બધું સુરક્ષિત છે,” પરંતુ વાસ્તવિકતા એ છે કે દેશમાં મણિપુરની હિંસા, મોંઘવારી, બેરોજગારી અને ગરીબોની દયનીય સ્થિતિ જેવી સમસ્યાઓ ઉગ્ર બની રહી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો, “મોદી ક્યાં છે? સમસ્યાઓનો ઉકેલ લાવવાને બદલે તેઓ ભાગી રહ્યા છે.”

મણિપુરની સ્થિતિ પર પ્રહાર

ખડગેએ મણિપુરની હિંસા પર વધુ ધ્યાન દોર્યું, જ્યાં 2023થી ચાલતી હિંસામાં 270થી વધુ લોકોનાં મોત થયા છે અને 60,000થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. તેમણે આક્ષેપ કર્યો કે વડાપ્રધાન મોદીએ આ કટોકટીના સમયે મણિપુરની એક પણ મુલાકાત લીધી નથી. “મણિપુરમાં લોકો માર્યા જાય છે, મહિલાઓ પર અત્યાચાર થાય છે, બાળકો શિક્ષણથી વંચિત છે, અને લોકો રાહત શિબિરોમાં રહેવા મજબૂર છે. આવા સમયે મોદીજી વિદેશ પ્રવાસોમાં વ્યસ્ત છે, પરંતુ મણિપુરનો રસ્તો તેમને દેખાતો નથી,”

મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો

ખડગેએ દેશની આર્થિક સ્થિતિ અને બેરોજગારી પર પણ ઉગ્ર સવાલો ઉઠાવ્યા.  તેમણે જણાવ્યું કે મોંઘવારીએ સામાન્ય માણસનું જીવન નરક બનાવ્યું છે, જરૂરી ચીજવસ્તુઓના ભાવ નિયંત્રણની બહાર છે, અને યુવાનો રોજગારની શોધમાં ભટકી રહ્યા છે. “ગરીબો પરેશાન છે, યુવાનો બેરોજગાર છે, અને સરકાર આ મુદ્દાઓથી આંખ આડા કાન કરી રહી છે,” ખડગેએ આક્ષેપ કર્યો.

મોદીના બધુ સુરક્ષિત હોવાના દાવા પોકળ

ખડગેનું કહેવું છે કે “મોદીજીના ભાષણોમાં બધું સુરક્ષિત હોવાનો દાવો થાય છે, પરંતુ મણિપુરની હિંસા, ગરીબોની દુર્દશા, મોંઘવારી અને બેરોજગારીની વાસ્તવિકતા જનતા સામે સ્પષ્ટ છે.” કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ મણિપુર મુદ્દે સરકારની નિષ્ક્રિયતાની ટીકા કરી. તેમણે જણાવ્યું કે તેઓ બે વખત મણિપુરની મુલાકાત લઈ ચૂક્યા છે અને ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની શરૂઆત પણ મણિપુરથી કરી હતી, જ્યારે મોદીએ આજ સુધી રાજ્યનો પ્રવાસ કર્યો નથી.

આ પણ વાંચોઃ

રાહુલ ગાંધી અંગે ફેક ન્યૂઝ ફેલાવનાર માત્ર બે શખ્સો સામે FIR, જાણો શું છે સમગ્ર મામલો

Bihar Election: ભાજપની ગંદી રાજનીતી! રાહુલ ગાંધીનો પેડ પર લગાવેલો ફોટો વાયરલ કર્યો, પછી ડિલિટ કર્યો

Bengaluru: બ્રેકઅપ થતાં બોયફ્રેન્ડને અશ્લીલ મેસેજ મોકલ્યા, યુવતીએ નગ્ન કરી ભગાડી ભગાડીને માર મરાવ્યો, જાણો સમગ્ર ઘટના

MP: પાડોશણ સાથે લગ્ન કરવા ભારે પડ્યા, ‘તારા હાલ ઇન્દોરના રાજા જેવા કરીશ’, ધર્મ પરિવર્તનના દબાણથી પતિએ આ શું કર્યુ?

ત્રીજા સ્ટેજના કેન્સર સામે ઝઝૂમતી બહેનને જોઈ 10 વિકેટ લેનારા આકાશદીપ દુઃખી, બહેને શું કહ્યું? |  Akashdeep

Amit Shah: અમિત શાહને ગુજરાતના લોકો કેમ ધિક્કારે છે?

Bomb Threat: વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, મચ્યો હડકંપ

10 કરોડના બલુનનો હિસાબ હજુ નરેન્દ્ર મોદીએ આપ્યો નથી!, જાણો વધુ | Balloon

પશ્ચિમી દેશો પર નિર્ભરતા ઘટાડવાની BRICS ની કવાયત, નવું રોકાણ પ્લેટફોર્મ બનાવશે, શું ચીન ભારતની સાથ રહેશે ખરુ?

UP:’તને ટચ કરવાનું મન થાય છે’, પોલીસની મહિલા સાથે અશ્લીલતા, યોગીમાં પોલીસના ઘર પર બુલડોઝર ચલાવવાની હિંમત છે?

Related Posts

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?
  • September 18, 2026

UPI MDR Charges: દેશમાં ડિજિટલ પેમેન્ટનો સૌથી મોટો માધ્યમ બની ચૂકેલા UPIને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. કેન્દ્ર સરકારના નવા ફ્રેમવર્ક મુજબ ₹2,000થી વધુના નિર્ધારિત Person-to-Merchant (P2M) વ્યવહારો…

Continue reading
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો
  • September 17, 2026

Maharashtra FDA Survey: હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીના પરિવાર માટે સૌથી મોટી ચિંતા માત્ર દર્દીની તબિયત નહીં, પરંતુ સારવારનો વધતો ખર્ચ પણ બની જાય છે. ખાસ કરીને ICU જેવી પરિસ્થિતિમાં પરિવાર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

  • September 18, 2026
  • 2 views
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 7 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 7 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 11 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 8 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ