
Bharuch News: અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામમાં શાળાની ઘોર બેદરકારીના કારણે 1 નિર્દોષ બાળકનું કરુણ અને હૃદયદ્રાવક મોત નિપજ્યું છે. શાળામાં રમવા માટે મૂકાયેલો ભારે લોખંડનો રેક ધરાશાયી થયો અને સીધો બાળકના નાજુક માથા પર પડ્યો. ઘાતક ઈજાથી બાળક તડફડતો નીચે ઢળી પડ્યો અને લોહીથી મેદાન લાલચમક થઈ ઉઠ્યું.

પ્રાપ્ત માહિતી અનુસાર પીરામણ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વખતે સુખદેવ વસાવાના પુત્ર હાર્દિક વસાવા(ઉ.વ.6) શાળાના રમતગમતના સાધનો પર રમી રહ્યો હતો. દરમિયાન અચાનક શાળામાં મુકાયેલા લોખંડના રેક ધસી પડતાં હાર્દિકના માથા પર ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે શાળા સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક બાળકને પીરામણની એચએમપી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ત્યારબાદ વધુ સારવાર માટે જયાબહેન મોદી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જોકે તબીબોએ ત્યાં બાળકને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતાંજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં શાળાના રમતગમત વિભાગમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.
માસૂમ હાર્દિકના નિધનથી પીરામણ ગામમાં શોકનું માહોલ છવાઈ ગયું છે, જ્યારે શાળા સંચાલકોની બેદરકારી સામે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. હાલ પોલીસે સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ
Language controversy: શું જાવેદ અખ્તર, આમિર ખાન મરાઠી બોલે છે?, ગુજરાતીને મારવાનો વિવાદ વકર્યો
Viral video: ઈરાને અમેરિકાના સૈનિકોને દબોચી લીધા, રડવાનો વારો આવ્યો, ઈરાનને લીધા હતા આટલા ડોલર?
E VOTINGની વાતો કરતી મોદી સરકાર મતદારોને ખતમ કેમ કરવા માગે છે?
Scrap Policy Chaos: દિલ્હીમાં મોદી સરકાર ઝૂંકી!, મારવો પડ્યો યુટર્ન, જૂની ગાડીઓ નહીં હટે
IND vs PAK: મોદીની વાતોનો ફિયાસ્કો, પાકિસ્તાની હોકી ટીમ ભારતમાં ઘૂસસે, પહેલગામ હુમલો જલ્દી જ ભૂલાયો!
Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો
Kerala ના એરપોર્ટ પર અટવાયેલું F-35 રિપેર કરવામાં બ્રિટનના એન્જિનિયરો નિષ્ફળ
Mumbai: બાળકને દારુ પીડાવી શિક્ષિકાએ હોટલમાં યૌન સંબંધ બાંધ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો?
Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!








