Language controversy: શું જાવેદ અખ્તર, આમિર ખાન મરાઠી બોલે છે?, ગુજરાતીને મારવાનો વિવાદ વકર્યો

Language controversy Maharashtra: મહારાષ્ટ્રમાં એક ગુજરાતી વેપારીને મરાઠી ન બોલવવા માર મરાયો છે. જેને લઈ ભારે વિવાદ થયો છે. ગુજરાતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાષાનો વિવાદ વધુ વકર્યો છે. આ મુદ્દે પ્રતિક્રિયા આપતા મંત્રી નિતેશ રાણેએ પ્રશ્ન ઉઠાવ્યો કે શું જાવેદ અખ્તર અને આમિર ખાન જેવા લોકો મરાઠી બોલે છે? રાણેએ દાવો કર્યો કે આ બધું ‘હિંદુઓના ભાગલાં પાડવા માટે હુમલા થાય’ છે. તેમણે ચેતવણી આપી હતી કે જો આ લોકો નહીં સમજે તો સરકારે તેનું ‘ત્રીજું નેત્ર’ ખોલવું પડશે.

‘ગુંડાગીરી સહન નહીં કરાઈ

આ મુદ્દે કડક વલણ અપનાવતા નિતેશ રાણેએ કહ્યું ‘હું ખાતરી આપું છું કે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ પ્રકારની ગુંડાગીરી સહન કરવામાં આવશે નહીં.’ FIR નબળી નોંધવા પર તેમણે કહ્યું કે મુખ્યમંત્રી આ મામલા પર ખૂબ જ નજર રાખી રહ્યા છે. તેમણે લોકોને ધીરજ રાખવાની અપીલ કરી અને ખાતરી આપી કે કાર્યવાહી કરવામાં આવશે, અને ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે.

‘આ હિન્દુ સરકાર છે, હિન્દુઓને નિશાન ન બનાવો’

મહારાષ્ટ્ર ભાષા વિવાદ: શું જાવેદ અખ્તર, આમિર ખાન મરાઠી બોલે છે... થપ્પડ મારવાની ઘટના પર મંત્રી નિતેશ રાણે ગુસ્સે થયા
નિતેશ રાણે

રાણેએ વધુમાં કહ્યું, ‘આ ગુંડાગીરી સહન કરવામાં આવશે નહીં, કોઈ પણ હિન્દુને નિશાન બનાવવો જોઈએ નહીં, આ એક હિન્દુત્વ સરકાર છે.’ તેમણે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે જો આ ભીંડી બજાર, બહેરામપાડા કે આવી કોઈ બીજી જગ્યા હોત, તો શું આ લોકોએ ત્યારે પણ આવું જ કર્યું હોત?

મરાઠી ભાષા પ્રત્યેના આદર પર ભાર મૂકતા તેમણે કહ્યું, ‘મરાઠી બોલવી જોઈએ, આમાં કોઈ સમાધાન નથી, પરંતુ કોઈએ કાયદો પોતાના હાથમાં લેવો જોઈએ નહીં.’ રાજ ઠાકરે સાથેના સંબંધો અંગે તેમણે કહ્યું, ‘રાજ ઠાકરે સાથે અમારા સંબંધો છે, પરંતુ રાજકારણ એક અલગ જગ્યા છે.’ તેમણે પુનરોચ્ચાર કર્યો, ‘હું તમને ખાતરી આપું છું કે કડક અને સમયસર પગલાં લેવામાં આવશે.’

ગુજરાતીને માર મારવા બદલ પોલીસે શું કહ્યું?

આ કેસમાં પોલીસે જણાવ્યું છે કે  એફઆઈઆર નોંધાયાના દિવસે જ બધા આરોપીઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. વધુમાં કહ્યું કે ફોર્મ ભર્યા પછી બધા આરોપીઓની ફિંગરપ્રિન્ટ લેવામાં આવી હતી અને નોટિસ આપ્યા પછી તેમને છોડી દેવામાં આવ્યા હતા. હાલ બધા જ આરોપી જેલ બહાર છે.

આવતીકાલે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. પોલીસે સ્પષ્ટતા કરી કે શરૂઆતમાં તે નોન-કોગ્નિઝેબલ કેસ હતો, પરંતુ તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને FIR નોંધવામાં આવી હતી.

શું હતી ઘટના?

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ગુજરાતી ફૂડ સ્ટોલ માલિકને મરાઠીમાં ન બોલવા બદલ રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ ઘટના ગત મંગળવારે ભાયંદર વિસ્તારમાં બની હતી. આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઈ ગયો છે. જેથી ગુજરાતી લોકોમાં ભારે રોષ ભૂભૂક્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પાર્ટીના પ્રતીકવાળા ખેસ પહેરેલા જોવા મળ્યા હતા. જેઓએ મરાઠી ન બોલવા પર ગુજરાતી દુકાનદારને ઉપરા છાપરી પર તબાચા મારી દીધી હતા.

આ પણ વાંચોઃ

Language controversy: મહારાષ્ટ્રમાં ગુજરાતી દુકાનદાર મરાઠી ન બોલતાં માર મરાયો, માર મારના લોકો રાજ ઠાકરેની પાર્ટીના

Viral video: ઈરાને અમેરિકાના સૈનિકોને દબોચી લીધા, રડવાનો વારો આવ્યો, ઈરાનને લીધા હતા આટલા ડોલર?

E VOTINGની વાતો કરતી મોદી સરકાર મતદારોને ખતમ કેમ કરવા માગે છે?

Scrap Policy Chaos: દિલ્હીમાં મોદી સરકાર ઝૂંકી!, મારવો પડ્યો યુટર્ન, જૂની ગાડીઓ નહીં હટે

IND vs PAK: મોદીની વાતોનો ફિયાસ્કો, પાકિસ્તાની હોકી ટીમ ભારતમાં ઘૂસસે, પહેલગામ હુમલો જલ્દી જ ભૂલાયો!

Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો

Kerala ના એરપોર્ટ પર અટવાયેલું F-35 રિપેર કરવામાં બ્રિટનના એન્જિનિયરો નિષ્ફળ

બાગેશ્વરમાં મંડપ તૂટ્યો, 1 ભક્તનું મોત, 15થી વધુ દબાયા, ધીરેન્દ્ર શાસ્ત્રી ભવિષ્યવાણી ન કરી શક્યા? | Bageshwar Dham

અવકાશયાત્રીને મોદીએ ગાજરના હલવા અંગે સવાલ પૂછ્યો, બીજુ કશું જ ના સૂજ્યું!| Space

Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ

Mumbai: બાળકને દારુ પીડાવી શિક્ષિકાએ હોટલમાં યૌન સંબંધ બાંધ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો?

Kheda: મહુધા કન્યાશાળામાં શરમજનક ઘટના, શિક્ષિકાએ વિદ્યાર્થીનીના વાળ કાપી નાખ્યા, બધાં શિક્ષકો શું કરતાં હતા?

Ahmedabad Rath Yatra incident: હાથીને માર મર્યા બાદ કલેક્ટરની બેઠક, દોષનો ટોપલો કોના પર ઢોળાયો?

ભારતીય પાસપોર્ટની ઈજ્જત આટલી જ!, ભારતીય યુવતીને નાનો રુમ, અમેરિકનોને મફત ફાઇવ સ્ટાર હોટેલ… | Indian passport

UP: કિન્નરો સાથે કામ કરવું મોંઘુ પડ્યુ, પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, બેભાન કરી નપસંક કર્યો, જાણો હચમચાવી નાખતો કિસ્સો

Ahmedabad: ટ્રક ચાલુ થતાં જ યુવક નીચે સૂઈ ગયો, સામે ચાલી મોતને નોંતર્યું?, જાણો વધુ

ISKCON Temple: અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબાર, ભારત શું બોલ્યું?

આ કેવા વિશ્વગુલ્લુ છે!, પોતાના જ પડોશી દેશોનો સાથ મળતો નથી? | Pakistan-China new plan

Language controversy: મહારાષ્ટ્રમાં ગુજરાતી દુકાનદાર મરાઠી ન બોલતાં માર મરાયો, માર મારના લોકો રાજ ઠાકરેની પાર્ટીના

Delhi: ‘મારા માતા-પિતાની ગાડી નવીની જેમ ચાલે છે, એન્જિન, પીયુસી પરફેક્ટ, છતાં સરકારની નિતીને કારણે ભંગાર…

Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!

 

Related Posts

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?
  • August 4, 2026

Bankipur By Election 2026: બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ રાજ્યની રાજનીતિમાં મહત્વપૂર્ણ વળાંક તરીકે જોવામાં આવી રહ્યું છે. જન સુરાજ પાર્ટી (જેએસપી)ના સ્થાપક પ્રશાંત કિશોરે ભાજપના મજબૂત ગઢ તરીકે ઓળખાતી…

Continue reading
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે
  • August 4, 2026

Brij Bhushan verdict: દિલ્હીની એક અદાલતે ભારતીય કુશ્તિ મહાસંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહને છ મહિલા પહેલવાનો દ્વારા નોંધાયેલા યૌન ઉત્પીડનના કેસમાં નિર્દોષ જાહેર કર્યા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

  • August 4, 2026
  • 6 views
Bankipur By Election 2026: મુસ્લિમ મતોથી લઈને યુવાનોના રોષ સુધી, બાંકીપુરમાં પ્રશાંત કિશોરે બીજેપીને કેવી રીતે આપી માત?

Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

  • August 4, 2026
  • 5 views
Brij Bhushan verdict: બૃજભૂષણ શરણ સિંહને અદાલતથી રાહત, વિનશ ફોગાટ સહિત મહિલા પહેલવાનો હાઈકોર્ટ જશે

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 7 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 9 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 7 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 10 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ