Vadodara: વધુ એક સ્કૂલને RDX થી ઉડાવવાની ધમકી, સર્ચ- ઓપરેશન શરૂ

Vadodara: વડોદરામાં શાળાઓને ઉડાવવાની ધમકીનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. આજે સવારે હરણીની સિગ્નસ સ્કૂલને ધમકી મળી હતી ત્યાર બાદ હવે અકોટા વિસ્તારમાં આવેલી ડી.આર.અમીન સ્કૂલને RDX થી ઉડાવવાની ધમકીનો ઇ-મેલ મળતાં ખળભળાટ મચી ગયો છે. આ ધમકીને પગલે પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ અંગે DCP ઝોન 2 ના જણાવ્ય મુજબ આ ઈ-મેલમાં પણ કન્ટેન્ટ અગાઉ મોકલેલા ધમકીભર્યા ઈ-મેલ જેવું જ છે.

વડોદરામાં શાળાઓમાં ધમકીઓનો સિલસિલો યથાવત

આજે સવારે હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જે બાદ પોલીસ તંત્ર તાત્કાલિક એલર્ટ થઈ ગયું હતુ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્કૂલના પરિસરમાં વ્યાપક તપાસ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ શાળાના ખૂણે-ખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી જો કે આ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.

વાલીઓમાં ચિંતાનો માહોલ

મહત્વનું છે કે, વડોદરા શહેરમાં એક બાદ એક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે જેને વડોદરાના શૈક્ષણિક વાતાવરણમાં ચિંતા વધારી છે. વાલીઓ સવારે બાળકોને શાળાએ મોકલે છે અને શાળામાં ધમકી મળતા તેઓ પોતાના બાળકોને લેવા માટે દોડે છે બાળકો શાંતિથી ભણી શકતા નથી. વારંવાર ધમકીઓ મળવાને કારણે વાલીઓમાં ચિંતાનો માહોલ છવાયો છે.

હાલ તો શહેરમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ ચાલુ છે, અને આવી ધમકીઓનું પુનરાવર્તન રોકવા માટે કડક કાર્યવાહીની માંગ વાલીઓ દ્વારા ઉઠી રહી છે.

આ પણ વાંચો:
 
  • Related Posts

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
    • September 13, 2026

    Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

    Continue reading
    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
    • September 13, 2026

    Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

    • September 19, 2026
    • 5 views
    Narendra Modi Birthday: નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભાજપનો કાર્યક્રમ કેવી રીતે બન્યો સરકારોની જવાબદારી?

    Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

    • September 19, 2026
    • 5 views
    Umar Khalid Documentary: IIIT-હૈદરાબાદમાં ઉમર ખાલિદ પરની ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ પર વિવાદ, CBFCએ સર્ટિફિકેટ અંગે ઉઠાવ્યા સવાલ

    SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

    • September 19, 2026
    • 9 views
    SC Manipur Relief Camp Deaths: રાહત શિબિરોમાં 640 મોતનો ઉલ્લેખ, માત્ર 20 કેસમાં પોસ્ટમોર્ટમ કેમ? સુપ્રીમ કોર્ટનો સવાલ

    Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

    • September 19, 2026
    • 10 views
    Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં બૈગા બાળકોના મૃત્યુના રિપોર્ટિંગ વચ્ચે પત્રકારોના દબાણ અને દેખરેખના આરોપ, Instagram અકાઉન્ટ પણ થયા સસ્પેન્ડ

    Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

    • September 19, 2026
    • 8 views
    Priyanka Gandhi Women Safety: દિલ્હીમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અને હત્યા, પ્રિયંકા ગાંધીએ મહિલા સુરક્ષા પર સરકારને ઘેરી

    Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી

    • September 19, 2026
    • 9 views
    Asgar Ali Vohra Land Dispute: PM મોદીના સ્કૂલ સહપાઠીના જમીન વિવાદમાં નવી કાર્યવાહી, BJP ધારાસભ્ય સાથે જોડાયેલી કંપનીએ ડીલ રદ કરી