
Bhavnagar: ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. રાત્રી દરમિયાન ધોધમાર વરસાદને કારણે ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયું, જેના ધસમસતા પાણીના પ્રવાહે ભાવનગર-રાજકોટ હાઈવેને જળમગ્ન કરી દીધો. પરિણામે, હાઈવે પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો, અને સિહોરની ટાણા ચોકડી નજીક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આ ભારે પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ, જેનો વીડિયો સામે આવ્યો છે, જેમાં પાણીનો તીવ્ર પ્રવાહ દેખાય છે.
ભારે વરસાદથી રસ્તાઓ જળમગ્ન
સાંજે 7:30 વાગ્યાથી હાઈવે બંધ થતાં બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે હરવા-ફરવા નીકળેલા લોકો રસ્તામાં અટવાઈ ગયા, જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. માત્ર બે કલાકમાં સિહોરમાં સવા ઈંચ, મહુવામાં એક ઈંચ અને ઉમરાળામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો, જેના કારણે આજુબાજુના રસ્તાઓ પણ પાણીના પ્રવાહમાં ગરકાવ થયા.
ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત
સલામતીના ભાગરૂપે વહીવટી તંત્રે હાઈવે બંધ કરવાનો નિર્ણય લીધો અને સ્થાનિક વહીવટ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. લોકોને સુરક્ષિત સ્થળે રહેવા સૂચના આપવામાં આવી છે. આ ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે, અને વહીવટી તંત્રને ઝડપી પગલાં લેવાની જરૂર છે.
આ પણ વાંચો
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
PM Modi on RSS: 75મા જન્મદિવસ પહેલા મોદીનો RSSને ખુશ કરવાનો પ્રયાસ? વિપક્ષ લાલઘૂમ
Kishtwar Cloudburst: કિશ્તવાડમાં આભ ફાટવાથી 60 લોકોના મોત અને 120 ઘાયલ, ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ
UP News: વારાણસીમાં ટ્રેનમાં બેસીને પોતાની બેનના ઘરે જતી યુવતીને અલ્તાફे છેતરી કર્યું આવું