
Bhavnagar: ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં દર તારીખ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વ ની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા ભજવવામાં આવેલ નાટકને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે, આ મુદ્દે મુસ્લિમ સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આચાર્યને સસ્પેન્ડ કરવા સાથોસાથ અન્ય જવાબદારો સામે પણ કડક પગલાં લેવાની માંગ કરી છે.

શહેરના કુંભારવાડા વિસ્તારમાં ડો.એ.પી.જે.અબ્દુલ કલામ પ્રાથમિક શાળા નંબર 50-51 આવેલી છે. આ શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત છે. ગત તારીખ 15 ઓગસ્ટના રોજ આ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના જ ભૂલકાઓએ તાજેતરમાં પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા સંદર્ભે ઓપરેશન સિંદૂર નાટક રજૂ કર્યું હતું. શાળાના પ્રિન્સિપાલ અને અન્ય શિક્ષકગણ આ માર્ગદર્શન હેઠળ આ નાટક તૈયાર કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્થાનિક રહીશો તથા વિદ્યાર્થીઓની હાજરીમાં આ નાટક ભૂલકાઓએ ભજવ્યું હતું. જેમાં આતંકવાદીનો રોલ ભજવનાર ભૂલકાઓને મુસ્લિમ મહિલાઓ બુરખો ધારણ કરે છે. એવા ગેટ અપમાં તૈયાર કરવામાં આવ્યા હતા અને આતંકવાદીઓને જાણી જોઈને મુસ્લિમ સમાજના ચીતર્યા હતા. આ નાટકનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો હતો.
View this post on Instagram
આ બાબતને લઈને મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો મુસ્લિમ સમાજના અગ્રણીઓના જણાવ્યા મુજબ શાળાના પ્રિન્સિપાલ તથા શિક્ષક ગણ દ્વારા કોમી વૈમનસ્ય ફેલાય એ રીતે નાટકના પાત્રોને જાહેર જનતા સમક્ષ રજૂ કર્યા હતા. ધીમે ધીમે આ વાત મુસ્લિમ સમાજમાં પ્રસરતા વિવાદ વધુ ઘેરો બન્યો હતો અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા અને જિલ્લા કલેકટરને મળી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે કુંભારવાડા વિસ્તારમાં આવેલ ડો.એ.પી.જે. અબ્દુલ કલામ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલને તત્કાળ સસ્પેન્ડ કરવામાં આવે આ ઉપરાંત જે શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ નાટક તૈયાર કરવામાં આવ્યું હતું. તેમના વિરુદ્ધ પણ કડક પગલાં લેવામાં આવે જો સરકાર તંત્ર પગલાં નહીં લે તો ના છૂટે મુસ્લિમ સમાજને પગલાં લેવાની ફરજ પડશે એવી ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારતા ભારે ચકચાર મચી જવા પામી છે.
Bhavnagar: ‘ઓપરેશન સિંદૂર’ પર શાળામાં ભજવાયેલા નાટકનો વિવાદ ઘેરો બન્યો pic.twitter.com/mrqRB7WcFc
— The Gujarat Report (@TGujarat_Report) August 19, 2025
બીજી તરફ આ અંગે કુંભારવાડા વિસ્તારમાં આવેલ ડો.એ.પી.જે. અબ્દુલ કલામ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું આ શાળામાં માત્રને માત્ર કન્યા શાળા છે અહીં કન્યાઓ (બાળકીઓ) અભ્યાસ કરે છે અમે દરવર્ષે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરતા હોઇએ છીએ ત્યારે આ 15 ઓગસ્ટ ની ઉજવણી દરમિયાન અમે ઓપરેશન સિંદૂરની કૃતિ કન્યાઓ (બાળકીઓ) દ્વારા રાજુ કરી હતી આ કૃતિ દ્વારા અમે કોઈ સમાજ કે વ્યક્તિને ટાર્ગેટ નથી કરતા છતાં પણ કોઈ સમાજ કે વ્યક્તિને દુઃખ પહોંચ્યું હોય તો અમે માફી માંગીએ છીએ. તેમજ આ અંગે પ્રાથમિક શિક્ષણ સમિતિ શાસનાધિકા મુંજાલ બલમડિયાએ જણાવ્યું હતું અમે આ શાળાનાં પ્રિન્સિપાલ અને શિક્ષકને લેખિત નોટિસ પાઠવી ખુલાસાઓ પૂછ્યા છે અને જો તપાસ દરમિયાન કોઈ વાંધાજનક બાબત સામે આવશે તો કડક પગલાં લેવામાં આવશે.
-નીતિન ગોહેલ
આ પણ વાંચો:
Bihar: મતદાર અધિકાર યાત્રાનો ત્રીજો દિવસ, રાહુલ ગાંધીએ નવાદામાં ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા
Surat: અમરોલીમાં 33 વર્ષિય શિક્ષિકાએ કર્યો આપઘાત, કારણ જાણી ચોકી જશો!
Anand: બાકરોલમાં ચકચાર, કોંગ્રેસ નેતા ઇકબાલ મલેકની જાહેરમાં હત્યા
Gandhinagar: માજી સૈનિકોનું ‘ઓપરેશન અનામત’ આંદોલન 23મા દિને યથાવત્: 50થી વધુ માજી સૈનિકોની અટકાયત
Jhansi: પતિથી છૂટાછેડા, બીજા સાથે રિલેશનશિપ, હવે મહિલાની લાશ લટકતી મળી, હચમચાવી નાખતો કિસ્સો
Non-Vegetarian Milk: ટ્રમ્પ ભારતમાં માંસાહારી દૂધ કેમ વેચવા માગે છે?









