
BHUJ: હવે કચ્છ જીલ્લાના ભૂજ શહેર વિશ્વ ફલક પર ગટર નગરી તરીકે વિખ્યાત થાય તો નવાઇ નહીં. કારણે કે અહીં ખુલ્લી વહેતી ગટરની એક વિદેશી પ્રવાસીએ તસ્વીરો ખેંચી રહ્યા છે. જેથી ભૂજ નગરપાલિકાની બેદરકારીએ કચ્છની છબી બગાડી છે.
કચ્છની અજાયબીને જોવા વિદેશી પ્રવાસીઓ ઉમટયા છે. ત્યારે ભૂજમાં વહેતી ગંદી ગટરને જોઇ વિદેશી પ્રવાસીએ તસ્વીરો લીધી છે. રોડની બાજુમાં ખુલ્લી ગટર વહી રહી છે. જેથી રોડ સહિતના વિસ્તારમાં ગંદકી ફેલાઈ ગઈ છે. ગટર નગરી બનેલા ભૂજમાં વિદેશી પ્રવાસીઓએ ફોટોગ્રાફી કરી છે. વિદેશી પ્રવાસીઓએ ખુલ્લી ગટરોને કેમેરામાં કેમેરામાં ક્લીક કરી છે. જેથી ભૂજ પાલિકાની કામગીરી પર સવાલ પેદા થયા છે. બીજી બાજુ વિદેશી પ્રવાસી કેટલી હદે વિચલતી થયા હશે તેમણે ખુલ્લી ગટરોની પણ તસ્વીર લેવી પડી છે. જેથી કચ્છની છબી બગાડતી ભૂજ પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચોઃ UP: લોકોના વજનના કારણે 65 ફૂટ ઊંચો સ્ટેજ ધરાશાયી, 7ના મોત, 75થી વધુ ઘાયલ
આ પણ વાંચોઃ ટ્રમ્પના ભાષણ અંગે સેનેટર બર્ની સેન્ડર્સે શું કહ્યું? મોદીના પગલે ચાલ્યા ટ્રમ્પ?