
કચ્છ જીલ્લામાં આવેલા ભુજ તાલુકાના કંડેરાઈ ગામમાં આજે સવારે 6 વાગ્યાના સમયે એક યુવતી ખુલ્લા ઊંડા બોરવેલમાં પડી ગઈ છે. હાલ ભચાવ ફાયર વિભાગની ટીમ દ્વારા યુવતીને બોર વેલમાંથી કાઢવામાં કામગીરી ચાલી રહી છે. પહેલા યુવતીનો બચાવો બચાવો અવાજ આવતો હતો. જો કે હવે તે અવાજ આવી રહ્યો નથી. જેથી પરિવારજનો ચિંતામાં મૂકાયા છે.
18 વર્ષિય યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સ્થાનિકોમાં ચકચારી મચી ગઈ છે. વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પતિવારની પુત્રી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગામગીનીનો માહોલ છવાઈ જવાઈ ગયો છે. ઘટનાના પગલે કચ્છ જિલ્લા પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું છે. સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ હાલ તેનો અવાજ આવતો બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગરથી NDRFની ટીમ પહોંચી છે. સાથે જ બીએસએફ, 108 સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
આપઘતા કે હત્યાનો પ્રયાસ?
સૂત્રો દ્વારા મળતી માહિતી મળી રહી છે કે 18 વર્ષિય યુવતીને રાત્રે પરિવારજનો સાથે ઝઘડો થયો હતો. ત્યાર બાદ યુવતીએ બોરવેલમાં પડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ભાઈએ તંત્રને જાણ કરતાં રેસ્કયૂ ટીમો ઘટના સ્થળે પહોંચી છે. અને યુવતીને બહાર કાઢવાની કામગરી હાથ ધરવામાં આવી રહી છે. યુવતીનો સવારમાં અવાજ આવતો હતો જો કે અત્યારે આવી રહ્યો નથી. યુવતીએ આપઘાત કર્યો કે હત્યા કરવાના ઈરાદે ફેકી છે. તે ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.
કેમેરાને બોરવેલમાં ઉતારાયો
ભૂજ પ્રાંત અધિકારી અનિલ જાદવે જણાવ્યું કે, યુવતીના બચાવ માટે પાઇપ લાઈન મારફતે ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે. આ સાથે યુવતીની સ્થિતિ જોવા માટે ફાયર ટીમ દ્વારા ખાસ પ્રકારના કેમેરાને બોરવેલમાં ઉતરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચોઃ ઉદ્યોગપતિ કરસન પટેલના અનામત આંદોલન પરના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં હલચલ