
Bihar Election 2025: આજે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. ચૂંટણી પંચની સાંજે 4 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં બિહારની તમામ 243 બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી. બિહારમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે.
બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત
બિહાર વિધાનસભાની ચૂંટણી બે ચરણમાં યોજાશે. પહેલા ચરણમાં 6 નવેમ્બરે અને બીજા ચરણમાં 11 નવેમ્બરે મતદાન યોજાશે. આ વખતે 90,717 મતદાન મથકોનો વધારો થયો છે. વિધાનસભા ચૂંટણી 2025માં 7.42 કરોડ મતદાતાઓ મતદાન કરવાના છે.આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 15 નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે કારણ કે બિહાર વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 22 નવેમ્બર સુધી છે.
આઠ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓની પણ જાહેરાત
ચૂંટણી પંચ આજે બિહાર ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે એટલું જ નહીં, પરંતુ સાત રાજ્યોની આઠ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓની પણ જાહેરાત કરવામાં આવી રહી છે. જે બેઠકો પર પેટાચૂંટણી યોજાશે તેમાં રાજસ્થાનની અંતા, જમ્મુ અને કાશ્મીરમાં બડગામ અને નાગરોટા, પંજાબની તરનતારન, ઝારખંડની ઘાટશિલા, તેલંગાણામાં જ્યુબિલી હિલ્સ, મિઝોરમમાં ડંપા અને ઓડિશામાં નુઆપાડાનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે મુખ્ય ચૂંટણી કમિશનરની ટીમ ગઈકાલે બિહારની બે દિવસીય મુલાકાતથી દિલ્હી પરત ફરી છે. 4 ઓક્ટોબરના રોજ, ચૂંટણી પંચની ટીમે બિહારના 12 માન્ય રાજકીય પક્ષો સાથે વાત કરી હતી જેમાં JDU એ એક જ તબક્કામાં ચૂંટણી કરાવવાની માંગ કરી હતી.
આમ આદમી પાર્ટીએ પોતાની પહેલી યાદી જાહેર કરી
બિહારમાં ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં બેગુસરાય, કુશેશ્વરસ્થાન, સરૈયા, કસ્બા, બેનીપટ્ટી, ફુલવારી શરીફ, બાંકીપુર, કિશનગંજ સદર, પરિહાર, ગોવિંદપુર અને બક્સરના ઉમેદવારોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:
Delhi: ‘ડિલિવરી બોયે મને ખોટી રીતે સ્પર્શ કર્યો’, શરમજનક કૃત્ય CCTVમાં કેદ, કંપનીએ શું કહ્યું?
UP: રાત્રે 11 વાગ્યે કર્યો ભાઈને ફોન, પતિની કરી ફરિયાદ, પછી જે પ્રિયંકા સાથે થયું…








