
Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને ચાલી રહેલા રાજકીય ગરમાવો વચ્ચે રવિવારે પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના 10 સર્ક્યુલર રોડ સ્થિત નિવાસસ્થાનની બહાર એક મોટો ડ્રામા ચાલ્યો. લાંબા સમયથી રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના કાર્યકર અને મધુબન વિધાનસભા મતવિસ્તાર (પૂર્વ ચંપારણ) ના પૂર્વ RJD ઉમેદવાર મદન શાહ રડી પડ્યા અને તેમનો કુર્તો પણ ફાડી નાખ્યો.
BIG NEWS 🚨 MASSIVE Drama our Rabri Niwas as RJD leader Madan Shah breaks down.
He said “Sanjay Yadav demanded ₹2.7 crore for a ticket, and when I refused, it was given to someone else” 😳
— Times Algebra (@TimesAlgebraIND) October 19, 2025
કુર્તા ફાડવાનું પ્રદર્શન
ટિકિટ ન મળવાથી નારાજ મદન શાહે પોતાનો ગુસ્સો અને વેદના વ્યક્ત કરવા માટે આ નાટકીય પદ્ધતિનો આશરો લીધો. રાબરીના ઘરની બહાર બધાની સામે તેણે પોતાનો કુર્તો ફાડી નાખ્યો અને રસ્તાની વચ્ચે સૂઈ ગયા, તેઓ ખૂબ રડતાં રહ્યા. રસ્તા પર તેઓ રડતાં રડતાં રોડ પર સૂઈ ગયા હતા. જેનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
રડતાં રડતાં વાત રજૂ કરી
રડતાં રડતાં મદન શાહે મીડિયા સમક્ષ પોતાની અગ્નિપરીક્ષાનું વર્ણવી. તેમણે કહ્યું કે તેઓ 1990 થી RJD સાથે જોડાયેલા છે અને સતત પાર્ટી માટે સખત મહેનત કરી છે. 2020 ની પાછલી ચૂંટણીમાં તેઓ મધુબન બેઠક પરથી માત્ર 2,000 મતોના માર્જિનથી હારી ગયા હતા, ત્યારબાદ તેમને આશા હતી કે લાલુ પ્રસાદ યાદવ તેમનું વચન પાળશે અને આ વખતે તેમને ટિકિટ આપશે.
2.70 કરોડમાં ટિકિટ વેચવાનો ગંભીર આરોપ
વિરોધ દરમિયાન મદન શાહે RJDના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય યાદવ પર સીધો અને ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યો. “ટિકિટ મેળવવા માટે મને 2 કરોડ 70 લાખ રૂપિયા લાવવાનું કહેવામાં આવ્યું હતું,” “મારી પાસે એટલા પૈસા નહોતા. મારા બે દીકરા અને એક દીકરી છે, અને હું બરબાદ થઈ ગયો છું.”
આ પણ વાંચો:
Pakistan Threat: ‘ભારત પર પરમાણુ બૉમ્બ ફેંકી દઈશું!’, પાકિસ્તાની આર્મી ચીફ મુનીરની ધમકી
Vadodara: જન્મદિવસ બન્યો અંતિમ દિવસ, દિવાળીની રોશની જોવા ગયેલા યુવકને કાળે બનાવ્યો કોળિયો
Diwali Muhurat: 20 કે 21 ઓક્ટોબરે દિવાળી?, જાણી લો લક્ષ્મી પૂજા માટે શુભ સમય!








