
Bihar Election: બિહારમાં પહેલા તબ્બકાનું 6 નવેમ્બરે મતદાન થઈ ગયું છે. બીજા તબ્બકાનું મતદાન 11 નવેમ્બરે થવાનું છે. પહેલા તબ્બકાનું મતદાન પૂરું થયા પછી EVMને સીલ કરી સુરક્ષિત ‘સ્ટ્રોંગ રૂમ્સ’માં રાખવામાં આવ્યા છે. ત્યારે બિહારની સમસ્તીપુર જીલ્લાની વિધાનસભાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શંકાસ્પદ લોકો સ્ટ્રોંગ રુમમાં ઘૂસતા દેખાઈ છે. જેથી RJDએ ફરી એકવાર ચૂંટણી પંચની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
अब समस्तीपुर की मोहिउद्दीन नगर विधानसभा के स्ट्रांग रूम में घुसते कुछ संदिग्ध दिखे।@ECISVEEP @CEOBihar स्थिति स्पष्ट करे कि ब्रजगृह के अंदर ये संदिग्ध लोग कौन थे और क्या कर रहे थे?
जागते रहो, सतर्क रहो। एक बाहरी वोट डकैत बीते कई दिनों से बिहार में बैठकर बिहार विरोधी कुछ… pic.twitter.com/DXprL4nPzW
— Rashtriya Janata Dal (@RJDforIndia) November 8, 2025
સ્ટ્રોંગ રૂમ્સમાં સશસ્ત્ર પોલીસ, 24x7 CCTV સર્વેલન્સ અને વીડિયો રેકોર્ડિંગની વ્યવસ્થા હોય છે. રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓ અને ચૂંટણી અયોગના અવલોકનકર્તાઓની હાજરીમાં જ રૂમ ખોલવામાં આવે છે. જો કે સમસ્તીપુરનો વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચની નિયત પર સવાલો પેદા થયા છે.
મળતી જાણકારી અનુસાર બિહાર વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા પછી અને EVM સ્ટ્રોંગ રૂમમાં જમા થયા પછી, રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ ફરી એકવાર ચૂંટણી પંચની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. RJDએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં સમસ્તીપુર જિલ્લાના મોઈનુદ્દીન નગર વિધાનસભા ક્ષેત્રના સ્ટ્રોંગ રૂમમાં કેટલાક લોકો શંકાસ્પદ સંજોગોમાં પ્રવેશતા જોવા મળે છે. આ વીડિયો શેર કરતા RJDએ ગંભીર આરોપ લગાવ્યા છે. આરજેડીના વીડિયો પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, “સ્ટ્રોંગ રૂમમાં શંકાસ્પદ! હવે કેટલાક શંકાસ્પદ લોકો સમસ્તીપુરના મોઈનુદ્દીન નગર વિધાનસભા ક્ષેત્રના સ્ટ્રોંગ રૂમમાં પ્રવેશતા જોવા મળી રહ્યા છે.”
RJDએ આ ઘટના અંગે તાત્કાલિક ખૂલાસાની માંગ કરી છે. માં ચૂંટણી પંચ અને બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીને પ્રશ્ન કર્યો છે કે – “બ્રજગૃહ (સ્ટ્રોંગ રૂમ) ની અંદર આ શંકાસ્પદ લોકો કોણ હતા અને તેઓ શું કરી રહ્યા હતા?”
સમસ્તીપુરાના બીજા વીડિયોથી પણ ઉઠ્યા સવાલ
ECI orders a probe after VVPAT slips were found dumped near SR College in Shitalpatti village, Samastipur (Bihar). The slips belonged to a mock poll held before phase one of voting. CEC Gyanesh Kumar has asked the DM to conduct an inquiry#Bihar #BiharElections#ThalapathyKacheri pic.twitter.com/mP9yFTbYsj
— Jotti Verma (@Jotti__Vr) November 8, 2025
સમસ્તીપુર જિલ્લાની સરૈરંજન વિધાનસભા મતવિસ્તારના શીતલપટ્ટી ગામ પાસે કચરામાં મોટી સંખ્યામાં ચૂંટણી પ્રતીકો ધરાવતી VVPAT સ્લિપ મળી આવી હતી. સવારે ગ્રામજનોને આ સ્લિપ મળી આવતાં જ આ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આ હજારો ફેંકી દેવાયેલી સ્લિપ મળી આવતાં ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ઘટનાસ્થળે પહોંચ્યા અને સમગ્ર મામલાની તપાસનો આદેશ આપ્યો. અહેવાલ છે કે આ સ્લિપો સરાયરંજન વિધાનસભા મતવિસ્તારમાં KSR કોલેજ કેમ્પસ પાસે મળી આવી હતી, જ્યાં 6 નવેમ્બરના રોજ મતદાન થયું હતું. આ સ્લિપો મળવાથી મતદાન પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો:
Bihar: JDU નેતા અશોક ચૌધરીની પુત્રીએ બેવાર મતદાન કર્યું?, કેમેરા સામે પોઝ આપતાં બે હાથ પર શાહી!
યુપીમાં BJP નેતાને ગોળી મારી!, પુત્રવધૂ ચા લઈને સસરાને આપવા જતાં જોયું…
BJP ના 6 કોર્પોરેટર સામે પગલાં લેવા ખુદ ભાજપ પ્રમુખે CMને લખ્યો પત્ર!, જાણો શું છે મામલો?






