
Bihar Elections:બિહાર વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે ચૂંટણી પહેલાજ JDUએ બળવાખોર 11 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે,જેમાં ભૂતપૂર્વ ગ્રામીણ બાંધકામ મંત્રી અને જમાલપુરના ધારાસભ્ય શૈલેષ કુમારનો પણ સમાવેશ થાય છે.પાર્ટીએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા તેના 11 બળવાખોર નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.પ્રદેશ મહાસચિવ ચંદન કુમાર સિંહ દ્વારા જારી કરાયેલા પત્રમાં જણાવાયું છે કે, ‘આ નેતાઓએ પક્ષની વિચારધારા, અનુશાસન અને સંગઠનાત્મક આચરણની વિરુદ્ધ જઈને કામ કર્યું છે.
આ તમામ નેતાઓ પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે અપક્ષ તરીકે અથવા અન્ય રીતે મેદાનમાં ઉતરીને સંગઠનની છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે તેમને પ્રાથમિક સભ્યપદમાંથી તાત્કાલિક નિલંબિત કરીને સસ્પેન્ડ કરવામાં આવે છે.
પાર્ટીએ સ્પષ્ટ કહ્યું કે, આવા બળવાખોર વલણને બિલકુલ ચલાવી નહીં લેવાય.’
નોંધનીય છે કે JDU એ બિહારમાં કુલ 101 બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખ્યા છે, જેમાં પ્રથમ તબક્કામાં 57 બેઠકો અને બીજા તબક્કામાં 44 બેઠકો પર ચૂંટણી જંગ માટે મેદાનમાં છે.જેડીયુએ જણાવ્યું હતું કે આ બધા નેતાઓએ અપક્ષ ઉમેદવાર તરીકે અથવા અન્યથા પક્ષના ઉમેદવારો સામે ચૂંટણી લડીને સંગઠનની છબીને નુકસાન પહોંચાડ્યું છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું કે આવા કોઈપણ બળવાખોર વલણને સહન કરવામાં આવશે નહીં.
પ્રથમ તબક્કામાં મતદાન માટે નિર્ધારિત ૧૨૧ બેઠકોમાંથી, JDU ૫૭ બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે. JDU 36 બેઠકો પર RJD અને 13 બેઠકો પર કોંગ્રેસ સાથે સીધી સ્પર્ધામાં છે. વધુમાં, JDU સાત બેઠકો પર CPI(ML) અને બે બેઠકો પર મુકેશ સાહનીની પાર્ટી VIP સામે ચૂંટણી લડી રહ્યું છે.
જ્યારે RJD અને BJP ૨૩ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ અને BJP પ્રથમ તબક્કામાં ફક્ત 13 બેઠકો પર સીધી સ્પર્ધામાં છે. પાસવાનની પાર્ટી, LJP(R), ૧૦ બેઠકો પર RJD સાથે સીધી લડી રહી છે, જ્યારે CPI(ML) પાંચ બેઠકો પર ભાજપનો સામનો કરશે. મુકેશ સાહનીની પાર્ટી, VIP, ચાર બેઠકો પર BJP ઉમેદવારો સામે ચૂંટણી લડી રહી છે, જ્યારે ઉપેન્દ્ર કુશવાહાની RLMના બંને ઉમેદવારો RJD ઉમેદવારોનો સામનો કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 6 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બરના રોજ યોજાશે. બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે.
આ પણ વાંચો:
Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?








