
BIHAR ELECTION | બિહારમાં અત્યાર સુધીના આવેલા પરિણામોમાં ફરી એકવાર નીતિશ કુમાર છવાઈ ગયા છે. બિહારમાં નીતિશ કુમાર નવ વખત મુખ્યમંત્રી રહ્યા છે. ચૂંટણી દરમિયાન ભાજપે એવો માહોલ બનાવ્યો કે અમે નીતિશ કુમારના નેતૃત્વમાં જ ચૂંટણી લડીશું, પણ એવું નથી કહ્યું કે NDAના મુખ્યમંત્રી નીતિશ કુમાર જ હશે આ વાત હવે પછીના ઘટનાક્રમમાં મુખ્ય મુદ્દો બનવાની છે.
બિહાર વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર NDAની સરકાર બનવા જઈ રહી છે. નીતિશ કુમારે ચૂપચાપ અનોખી વ્યૂહનીતિ અપનાવીને બાજી પલટી નાખી છે.
NDAની આ જીતમાં સૌથી મોટુ પરિબળ હોયતો તે ચૂંટણીની જાહેરાત અગાઉ બિહાર સરકારે 75 લાખ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરેલા સીધા 10 હજાર રૂપિયાનો મામલો છે,લાભાર્થી મહિલાઓની સંખ્યા ઝડપથી 1 કરોડને વટાવી ગઈ અને તેનો સીધો ફાયદો NDAને ફળ્યો છે.
બીજી તરફ મહાગઠબંધને આ રકમને લોન કે ગ્રાન્ટ ગણાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તેનાથી મતદારો પર તેની કોઈ અસર થઈ ન હતી અને પરિણામો બધાની સામે છે.
જોકે,લોકોની નજર હવે પછીની સ્થિતિ ઉપર છે, ચૂંટણી પહેલાં એવી હવા બંધાઈ હતી કે ભાજપ અને નીતિશ વચ્ચે માથાકૂટ ચાલતી હતી. ભાજપે ચિરાગ પાસવાનને 29 સીટ આપી દીધી એનાથી નીતિશને ગમ્યું ન હતું અને તેમણે ચિરાગને ફાળવેલી પાંચ સીટ પર પોતાના 5 સ્વતંત્ર્ય ઉમેદવારો ઊભા રાખ્યા હતા.
બીજું કે અત્યાર સુધી નીતિશ કુમારને 125 બેઠક સામે ભાજપને 75 બેઠક ફાળવાતી હતી પણ આ વખતે એવું નથી થયું, આ વખતે નીતિશ કુમારને 101 અને ભાજપને 101 બેઠકો ફાળવાઈ છે. બંનેએ સરખાભાગે સીટો વહેંચવાનો પ્લાન પણ નીતિશને પસંદ આવ્યો નથી. બિહારની ચૂંટણીમાં ભાજપે એક ડઝન કેન્દ્રીય મંત્રીઓ, 100થી વધારે સાંસદોને કામે લગાડ્યા હતા. ભાજપે 300 જેટલી જાહેરસભાઓ કરી છે.
બિહારની ચૂંટણીના પ્રચાર દરમ્યાન ભાજપે સ્પષ્ટ કહ્યું હતું કે અમે નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડીશું પણ જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે NDA જીતે તો નીતિશ જ CM બનશે? ત્યારે શાહે જવાબ આપ્યો હતો કે એ ચૂંટણી પરિણામો આવી જાય પછી વિચારીશું. જેનો મતલબ એ થાય કે જો NDA સત્તામાં આવે છે તો ભાજપ અને નીતિશ વચ્ચે મુખ્યમંત્રીના ચહેરાને લઈને વિવાદ થઈ શકે છે.
અત્યાર સુધીના ઈતિહાસમાં નીતિશની છાપ ગમેત્યારે પલટી મારવાની રહી છે અને કોઈ તેમને ખુરસી પરથી હટાવી શક્યું નથી. આ વખતે માનો કે NDA જીતે છે, પણ નીતિશને બદલે બીજા કોઈને CM બનાવવા ભાજપ કોશિશ કરશેતો નીતિશ કુમાર પલટી મારી શકે છે.
નીતિશ કુમાર જીતી ગયા પછી પણ પલટી મારી શકે છે અને આ ભાજપને સારી રીતે જાણે છે ત્યારે હવે આગળ શું થાય છે તેની ઉપર સૌની નજર મંડાઈ છે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો









