બિહારના પરિણામો મામલે પ્રશાંત કિશોર શરત હાર્યા! શુ હવે,વચન મુજબ ‘રાજકારણ’ છોડી દેશે?

  • India
  • November 14, 2025
  • 0 Comments

BIHAR ELECTION | બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રાથમિક પરિણામોમાં ફરી NDAની સરકાર બહુમત તરફ આગળ વધી રહી છે.

આ પરિણામોએ રાજકીય વ્યૂહનીતિકાર ગણાતા પ્રશાંત કિશોર માટે ઝટકા સમાન માનવામાં આવે છે,કારણકે તેમની પાર્ટીનું પ્રદર્શન નિરાશાજનક જણાયું છે સાથે સાથે તેમણે JDUની બેઠકો વિશે કરેલી ભવિષ્યવાણી પણ ખોટી સાબિત થઈ ગઈ છે અને જો પોતે ખોટા પડશે તો રાજકીય સન્યાસ લેવાની કરેલી જાહેરાત સામે હવે કોમેન્ટ ઉઠી રહી છે શું તેઓ રાજકારણ છોડી પોતાનું વચન પાળશે ખરા?

મહત્ત્વનું છે કે પ્રશાંત કિશોરે ચૂંટણી પ્રચાર દરમિયાન દાવો કર્યો હતો કે આ ચૂંટણીમાં JDU 25થી વધુ બેઠકો નહીં જીતે અને જો જીતશે તો ‘તેઓ રાજકારણ છોડી દેશે!’ હવે વલણો સ્પષ્ટ સંકેત આપે છે કે JDU 25 બેઠકોના આંકડાને વટાવી ચૂક્યું છે અને તે પ્રશાંત કિશોરની આગાહી કરતાં ત્રણ ગણી વધુ બેઠકો જીતવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે હવે

પ્રશાંત કિશોર રાજકારણ છોડી પોતાનું વચન પાળશે ખરા?

તેઓ ઘણા ઇન્ટરવ્યૂમાં પણ આ મુજબ જાહેરાત કરી ચૂક્યા છે કે ‘જો JDU 25થી વધુ બેઠકો જીતશે, તો તેઓ રાજકારણ છોડી દેશે.’ હવે એ જોવાનું એ રહેશે કે પ્રશાંત કિશોર પોતાની શરત હાર્યા પછી રાજકારણમાંથી સન્યાસ  લે છે કે પછી શુ બહાનું કાઢશે.

બિહાર માટે એક રાજકીય વ્યૂહરચનાકાર તરીકે સફળ કારકિર્દી બાદ રાજકારણમાં પ્રવેશનાર પ્રશાંત કિશોર માટે આ ચૂંટણી પરિણામ એક મોટો વ્યક્તિગત પડકાર બની રહેવા પામી છે અને તેમના અંદાજની વિપરીત પરિણામો આવી રહયા છે ત્યારે આ વાત ચર્ચાનો વિષય બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોરને ભારતીય રાજનીતિના ચાણક્ય માનવામાં આવે છે. ચૂંટણી વખતે પાસાં ગોઠવવામાં એ માહેર છે. અત્યારસુધી પ્રશાંત કિશોર કિંગમેકરની ભૂમિકામાં રહ્યા હતા, પણ આ વખતે બિહારની ચૂંટણીની તમામ સીટોમાં પોતાના ઉમેદવારોને લડાવીને કિંગ બનવાના સપના જોયા છે.

અહીં મુખ્ય લડાઈ ભલે NDA અને મહાગઠબંધન વચ્ચે રહી પણ આ વખતે પ્રશાંત કિશોરની ત્રીજી પાર્ટી જનસુરાજ પણ જંગમાં છે એટલે રસાકસી જામી  છે પણ આનાથી કોનો ફાયદો થશે?તેતો સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે.

જોકે એક વાત સ્પષ્ટ થઈ રહી છે જેમાં પ્રશાંત કિશોરે પોતાની જ પાર્ટી માટે કરેલી ભવિષ્યવાણી સાચી પડતી દેખાય છે ,તેઓએ પોતાની પાર્ટી માટે પરિણામો અંગે કહ્યું હતું કે જનસુરાજ પાર્ટી કાં તો અર્શ પર હશે અથવા ફર્શ પર હશે, એટલે કાં તો 100 સીટ મળશે ને કાં તો 10 સીટ પણ નહિ મળે. ત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે પીકે અર્શ પર નહિ પણ ફર્શ પર જ રહી શકે છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?
  • September 18, 2026

Punjab Yamuna Water Dispute: નવી દિલ્હીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ કિશાઉ બહુપક્ષીય બંધ પરિયોજના અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ આંતરરાજ્ય જળ વિવાદનો મુદ્દો…

Continue reading
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી
  • September 18, 2026

Gallantry Award Railway Concession: સશસ્ત્ર દળોના વીરતા પુરસ્કાર મેળવનારાઓને હવે ભારતીય રેલવેમાં AC વર્ગોમાં મફત મુસાફરીની સુવિધા મળશે. રક્ષા મંત્રાલયે સેના મેડલ, નૌસેના મેડલ અને વાયુસેના મેડલ મેળવનારાઓ માટે ફર્સ્ટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 4 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 8 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 7 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે