ખેડૂત આંદોલન ફરી શરૂ થયું ! શીખ કેદીઓને મુક્ત કરવાની માંગ સાથે દિલ્હી તરફ કૂચ! શંભુ બોર્ડર બંધ કરાઇ

  • India
  • November 14, 2025
  • 0 Comments

Punjab Kishan Andolan | ખેડૂત આંદોલન ફરી શરૂ થઈ ગયું છે અને દિલ્હી કૂચની જાહેરાત કરતા તંત્ર એલર્ટ થઈ ગયું છે આ વખતે ખેડૂતોની માંગ કોઈ કૃષિ વિષયક નહિ પણ શીખ કેદીઓને મુક્ત કરવાની છે.

સજા પૂર્ણ કરી ચૂકેલા શીખ કેદીઓને હજુસુધી મુક્ત નહી  કરવાના વિરોધમાં કૌમી ઈન્સાફ મોરચા અને ખેડૂત સંગઠનોના સંયુકત અભિયાન હેઠળ તરફ તેઓએ રાજધાની દિલ્હી તરફ વિરોધ કૂચની જાહેરાત કરી છે. જેમાં દિલ્હીના ગુરુદ્વારા સાહિબમાં પ્રાર્થના કરવાનો કાર્યક્રમ પણ સામેલ છે, જોકે, આ વિરોધ કૂચ માટે વહીવટીતંત્ર દ્વારા કોઈ પરવાનગી આપવામાં આવી નથી.

બીજી તરફ આ જાહેરાત બાદ પંજાબ અને હરિયાણા વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે અને અમૃતસર-દિલ્હી હાઇવે સ્થિત શંભુ બોર્ડર બંધ કરી દીધી છે. આજે શુક્રવારે (14મી નવેમ્બર) સવારે 7 વાગ્યાથી બોર્ડર બંધ કરવામાં આવી છે જે સાંજે 6:30 વાગ્યા સુધી બંધ રહેશે.

જોકે,બોર્ડર બંધ થવાને કારણે,  પંજાબથી હરિયાણા જવા માટે વૈકલ્પિક માર્ગ ખુલ્લા રખાયા છે તેમછતાં ટ્રાફિક જામ થવાની શકયતા છે બોર્ડર બંધ થતાં ફતેહગઢ સાહિબ-લાંદ્રાણ-એરપોર્ટ ચોક, મોહાલી-ડેરા બસ્સી-અંબાલા, રાજપુરા-બાનુર-ઝીરકપુર-ડેરા બસ્સી-અંબાલા, રાજપુરા-ઘન્નૌર-અંબાલા-દિલ્હી હાઈવે, પટિયાલા-ઘન્નૌર-અંબાલા-દિલ્હી હાઇવે અને બાનુર-મનૌલી-સુરત-લેહલી-લાલરુ-અંબાલા રૂટ પર ટ્રાફિક જામ થવાની શક્યતાઓ રહેલી છે.

નોંધનીય છે કે કૌમી ઈન્સાફ મોરચા અને ખેડૂત સંગઠનો દ્વારા શંભુ બેરિયરથી વિરોધ કૂચની જાહેરાત બાદ વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, કૌમી ઈન્સાફ મોરચા અને અન્ય ખેડૂત સંગઠનોના સભ્યોએ આજે સવારે શંભુ બોર્ડર પર એકત્ર થવાનું નક્કી કર્યું છે અને ત્યાંથીજ  દિલ્હી તરફ કૂચ કરવાનું એલાન કર્યું છે.

ત્યારે તંત્ર દ્વારા બોર્ડર બંધ કરી  વિરોધ કૂચને આગળ જતી અટકાવવા માટે પોલીસ વહીવટીતંત્રે પંજાબ અને હરિયાણાની બંને બાજુ બેરિકેડ લગાવી દેતા ઘર્ષણ સર્જાવાની સ્થિતિ જોવા મળી છે. બોર્ડર પર અંદાજે 125 બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને અહીં 500 પોલીસકર્મીઓ તૈનાત છે.  તથા પંજાબ પોલીસ દ્વારા  રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?
  • August 3, 2026

Defence Forces Vision 2047: ભારતે વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખીને 10 માર્ચે જાહેર કરાયેલ ‘ડિફેન્સ ફોર્સેઝ વિઝન 2047: ભવિષ્ય માટે તૈયાર…

Continue reading
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી
  • August 3, 2026

CJP Protest FIR: CJP ના નેતૃત્વમાં દેશના વિવિધ ભાગોમાં થયેલા વિદ્યાર્થી અને યુવા પ્રદર્શનો બાદ અનેક રાજ્યોમાં નોંધાયેલી FIRને લઈને નવી કાનૂની અને વહીવટી પ્રક્રિયા શરૂ થઈ છે. દિલ્હી, બિહાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 10 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 11 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 13 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 13 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો