રાજસ્થાનના શ્રીમાધોપુરના યુવાનને એક નહિ પણ સાત મતદાર કાર્ડ મળ્યા! ચૂંટણી પંચ સામે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

  • India
  • November 14, 2025
  • 0 Comments

Rajasthan Election Commission sends seven voter cards to young man | દેશભરમાં ચૂંટણી પંચની મતદાર સુધારવા યાદીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં ગરબડ કરવાના આરોપો લાગી રહયા છે ત્યારે ચૂંટણી પંચ બધા આરોપો ફગાવી રહ્યુ છે તેવે સમયે એક યુવાનને ચૂંટણી પંચે સાત મતદાર કાર્ડ ઈશ્યુ કરી દેવાની ઘટનાએ દેશભરમાં ભારે ચર્ચા જગાવી છે.

રાજસ્થાનના શ્રીમાધોપુરના વોર્ડનં. 13માં આવેલા ખાટીક મોહલ્લાના રહેવાસી 18 વર્ષીય મેઘરાજ પટવાના ઘરે પોસ્ટલ પાર્સલ દ્વારા સાત મતદાર ઓળખ કાર્ડ પહોંચ્યા હતા જેમાં EPIC નંબરો અલગ છે, બાકી નામ, જન્મ તારીખ અને અન્ય માહિતી સમાન હતી

યુવાનના પિતા ભોમારામે કહ્યું, મારો દીકરો મેઘરાજ 12મા ધોરણમાં અભ્યાસ કરે છે.જે જુલાઈ 2025માં તે 18 વર્ષનો થવાનો હોય મે 2025માં, મેં મારા દીકરાનું નામ મતદાર યાદીમાં ઉમેરવા માટે અરજી કરી હતી પરંતુ તે સમયે, બીએલઓએ અરજી નકારી કાઢી કારણ કે તે હજુ 18 વર્ષનો થયો નહોતો.

જુલાઈમાં, જ્યારે મારો દીકરો 18 વર્ષનો થયો, ત્યારે મેં ફરીથી મતદાર કાર્ડ માટે અરજી કરી. 12 ઓક્ટોબરની સવારે, અમને મેઘરાજના એકને બદલે સાત મતદાર ઓળખ કાર્ડ ધરાવતું પોસ્ટલ પાર્સલ મળ્યુ હતું જેમાં છ મતદાર કાર્ડમાં મેઘરાજનો એક જ ફોટો હતો, જ્યારે એક કાર્ડમાં મેઘરાજનો અલગ ફોટો છપાયો હતો.

આમ,ચૂંટણી પંચે સીકરના શ્રીમાધોપુરમાં એક યુવાન મતદારને સાત EPIC કાર્ડ જારી કરી દીધા છે અને દરેક મતદાર ઓળખ કાર્ડ પર મતદાર ઓળખ નંબર (EPIC નંબર) અલગ છે. છ મતદાર ઓળખ કાર્ડમાં યુવાનનો એક જ ફોટો છે, જ્યારે એકનો ફોટો અલગ છે.

દરમિયાન તા.12 ઓક્ટોબરના રોજ  પોસ્ટલ પાર્સલમાં સાત અલગ અલગ મતદાર ઓળખ કાર્ડ મળતા પરિવારને આઘાત લાગ્યો હતો. શ્રીમાધોપુર વિધાનસભા મતવિસ્તારના યુથ કોંગ્રેસ પ્રમુખને આ વાતની જાણ થતા તેમણે AICC અને યુથ કોંગ્રેસ જૂથો વિશે માહિતી શેર કરી હતી. આ પછી, કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા છે તેમણે ભાજપ અને ચૂંટણી પંચ પર સમગ્ર સિસ્ટમને હાઇજેક કરવાનો આરોપ લગાવ્યો છે આ ટિપ્પણી બાદ ચૂંટણી પંચની કાર્યવાહી સામે સવાલો ઉઠતાં  તપાસ શરૂ કરી છે.

કોંગ્રેસના આક્ષેપો બાદ મેઘરાજ પટવાને “બુધવાર અને ગુરુવારે, એસડીએમ અનિલ કુમારે  સબડિવિઝન ઓફિસમાં બોલાવ્યો હતો અને તેમણે સાતેય મતદાર ઓળખ કાર્ડ માંગ્યા હતા  પરંતુ તે કાર્ડ તેમને  આપી શક્યો નહીં કારણ કે કોંગ્રેસના નેતા વિક્કી બિવાલે તે પોતાની પાસે રાખ્યા હતા.

મેઘરાજ પટવાએ વધુમાં કહ્યુ કે તે કાર્ડ આપી નહિ શકતા અધિકારીએ તેની પાસેથી એક કાગળના ટુકડા પર સહી કરાવડાવી હતી અને તેના પર શું લખ્યું હતું તે વાંચી શક્યો ન હતો.

આમ,ચૂંટણી પંચની કાર્યવાહી સામે સવાલ ઉઠ્યા છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો
  • September 25, 2026

GMADA Sisodia-Satyendar Jain: પંજાબમાં ગ્રેટર મોહાલી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે GMADAના કામકાજને લઈને પ્રવર્તન નિર્દેશાલયે આમ આદમી પાર્ટીના નેતાઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન અંગે ગંભીર આરોપો મૂક્યા છે.…

Continue reading
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ
  • September 25, 2026

CMRL Bribe Case: કોચીન મિનરલ્સ એન્ડ રૂટાઇલ લિમિટેડ (CMRL) અને એક્સાલોજિક સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલા મામલામાં પ્રવર્તન નિર્દેશાલય (ED)ની તપાસ હવે કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સુધી પહોંચી છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

  • September 25, 2026
  • 5 views
GMADA Sisodia-Satyendar Jain: GMADAના નિર્ણયોમાં સત્યેન્દ્ર જૈનની કથિત દખલ, ₹10,000 કરોડના નુકસાનનો EDનો દાવો

CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

  • September 25, 2026
  • 5 views
CMRL Bribe Case: EDનો મોટો આરોપ, દીકરીની કંપની મારફતે પિનરાઈ વિજયન સુધી પહોંચ્યા ₹3.28 કરોડ

Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

  • September 25, 2026
  • 7 views
Odisha Textbook Errors: ઓડિશાની પાઠ્યપુસ્તકોમાં 1,731 ભૂલો, લેખકથી સમીક્ષક સુધી એક જ વ્યક્તિ કેમ? જવાબદારી કોની?

IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

  • September 25, 2026
  • 7 views
IIT Bombay Sahil Wakode Case: પરીક્ષામાં કથિત નકલના કેસો માટે નવી SOPની તૈયારી, સાહિલના માતા-પિતા CBI તપાસની માંગ સાથે ભૂખ હડતાળ પર

Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

  • September 25, 2026
  • 10 views
Gyanesh Kumar Controversy: CEC જ્ઞાનેશ કુમારના બે કાર્યક્રમો સ્થગિત, રાજીનામાની માંગ વચ્ચે CJPની 2 ઑક્ટોબરથી દેશવ્યાપી આંદોલનની જાહેરાત

ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો

  • September 25, 2026
  • 6 views
ECINet Seema Khanna: ECINetને લઈને વિવાદ કેમ, સીમા ખન્નાના IT વિભાગની કામગીરી અને EROની સત્તા પર ઉઠ્યા પ્રશ્નો