
Murder In Bihar: બિહારના સુપૌલ જિલ્લામાં શુક્રવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. 4 ફૂટ ઊંડા ખાડામાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલો કુનૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના કમાલપુર વોર્ડ નંબર 1નો છે. મૃતકની ઓળખ 25 વર્ષીય નિર્મલા દેવી તરીકે થઈ છે. ગામલોકોનો આરોપ છે કે મહિલા સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવતી હતી, જેના કારણે તેના પતિ અને સાસરિયાઓએ ગુસ્સે થઈને હત્યા કરી નાખી છે. જ્યારે પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું છે કે મહિલાને સંતાન ન થતાં હોવાથી સાસરીવાળાઓએ હત્યા કરી છે.
કોથળામાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
ગત શુક્રવારે(16 મે) સવારે 7 વાગ્યે મૃતક મહિલાના પિતા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ ટીમે ઘર અને આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. પતિએ ખેતર, ઘર સહિત 10 જગ્યાએ પત્નીને દાટવા ખાડા ખોદ્યા હતા. અંતે મહિલાનો મૃતદેહ તળાવમાં ખાડો કોદી દાટ્યો હતો. મૃતદેહ કોથળામાં બાંધેલી હાલતમાં જ જમીનમાં દાટી દીધો હતો. પ્રાથમિક તપાસમાં ગળું દબાવીને હત્યાની શક્યતા વ્યક્ત કરાઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે સસરા ચંદેશ્વર મહેતાને ઝડપી લીધો છે. જ્યારે પતિ રાજુ મહેતા અને અન્ય સાસરિયા ફરાર છે.
મહિલા રીલ્સ બનાવતી હતી
મૃતક મહિલાના આ બીજા લગ્ન હતા, તેણે બે વર્ષ અગાઉ જ રાજુ મહેતા સાથે લગ્ન કર્યા હતા. રાજુના પણ આ બીજા લગ્ન હતા. તેમણે બંને પહેલા લગ્નથી છૂટાછેડા લીધા હતા. મહિલા અને રાજુ મહેતાને પહેલા લગ્નથી કોઈ સંતાન ન હતુ. જ્યારે બીજા લગ્નથી પણ નહી. મહિલા ઘણીવાર રીલ્સ બનાવતી હતી, જેના કારણે તેના પતિ અને સાસરિયાઓ ગુસ્સે થતા હતા. આ કારણે ઘરમાં રોજ ઝઘડા થતા હતા. ગુરુવારે રાત્રે પણ લડાઈ થઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. પોલીસ દરેક દ્રષ્ટિકોણથી કેસની તપાસ કરી રહી છે અને ફરાર આરોપીઓને શોધી રહી છે.
પોલીસ અધિકારીનું નિવેદન
કુનૌલીના એસએચઓ રાજુ કુમારે જણાવ્યું કે કેસની માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આસપાસના વિસ્તારની તપાસ કરી છે. અમે ખેતરથી તળાવ સુધી 10 ખાડા ખોદાવ્યા. પછી આખરે અમે તળાવ પાસે એક ખાડો ખોદ્યો અને એક કોથળામાં ભરેલો મૃતદેહ મળ્યો. મૃતદેહ જોતાં એવું લાગે છે કે મહિલાનું પહેલા ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ, તેના મૃતદેહને કોથળામાં દફનાવી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ
ભાજપાના બીજા નેતા મહિલા સાથે રંગરેલિયા કરતા પકડાયા | Kamal Raghuvanshi
US: 277 લોકોને લઈને જતું જહાજ બ્રિજ સાથે અથડાયુ, 2 ના મોત, 19 ઘાયલ
ગુજરાતમાં સાવજોની ગણતરી પૂર્ણ, જાહેરાત બાકી | Gujarat Lion Census
Surat: નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો આપઘાત, કેમ કર્યો આપઘાત?
UP: ચોરીના રુપિયા લોકો લઈ ગયા, જાણો ક્યાંથી રોડ પર આવ્યા રુપિયા?
Ahmedabad: જીન્સની ફેક્ટરીમાં 3 મજૂરના મોત, શું છે કારણ?
Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!
Vijay Raj ને મોટી રાહત, જાતીય સતામણીના કેસમાં નિર્દોષ, મહિલાએ લગાવ્યા હતા આરોપ
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો: