
Bihar: બિહારમાં વિધાનસભાનો માહોલ બરાબરનો જામ્યો છે અને મતદાતાને રીઝવવા માટે નેતાઓમાં પ્રજા પ્રેમ ઉભરાયો છે અને પક્ષો-વિપક્ષો દ્વારા હવે ‘રેવડી’નો સહારો લેવામાં આવી રહ્યો છે આ બધા વચ્ચે જાણીતા પત્રકાર રવીશ કુમારે કહ્યું કે બિહારમાં છેલ્લા ત્રણ મહિનાથી’નીમો બેન્ક’ શરૂ થઈ ગઈ છે અને તે યોજનાઓના નામે ધનાધન પૈસા આપી રહી છે નીમો બેન્ક અર્થાત ‘નીતીશ-મોદી બેન્ક’ આ બેન્કમાંથી ગમેત્યારે લોકોના ખાતામાં પૈસા આવી રહયા છે બિહાર સરકાર હાલ નીમો બેંકમાં રૂપાંતરિત થઈ ગઈ છે જેમાં કોઈને 10,000 તો કોઈને 1000 મળી રહયા છે અને મતદારોનું એડવાન્સ બુકીંગ ચાલુ છે.તેઓએ કહ્યું કે દેશમાં બચત ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે અહીં ‘વહેંચો-વહેંચો’ ઉત્સવ ચાલી રહ્યો છે. અહીં વોટ ખરીદવાનું દુનિયાનું સૌથી મોટું અભિયાન ચાલુ હોવાનો કટાક્ષ કર્યો છે.
બિહારમાં ચૂંટણી આવતા જ ‘મોદીજી મહેરબાન થયા છે અને કહ્યુ,’બહેનો ચિંતા ન કરો !તમારા બે ભાઈઓ, નરેન્દ્ર અને નીતિશ, તમારી સેવામાં કામ કરી રહ્યા છે!!!’પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના’ લોન્ચ કરી આ યોજના હેઠળ, રાજ્યની 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં 10,000 ની રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.યોજનાનો પ્રથમ હપ્તો ગયા શુક્રવારે મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેરાત કરી કે, સફળ રોજગાર પર ₹2 લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવશે.આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે,તમારા બે ભાઈઓ, નરેન્દ્ર અને નીતિશ, તમારી સેવામાં કામ કરી રહ્યા છે
મહત્વનું છે કે NDA અને મહાગઠબંધન માટે મહિલા વોટર્સ મોટો મુદ્દો છે, કારણ કે એ મોટી બેન્ક છે. NDA સરકારે અંદાજે 1 કરોડ જેટલી રકમ 21 લાખ મહિલાઓનાં ખાતાંમાં 10-10 હજાર રૂપિયા જમા કરાવીને મહિલા વોટબેન્ક સેફ કરી લીધી છે.
આ સિવાય નીતીશ સરકારે ‘ચૂંટણીલક્ષી’ કરેલી જાહેરાતોનો પણ સમાવેશ થાય છે,બિહારમાં ચૂંટણી અગાઉથી એટલે કે જૂનથી ઑક્ટોબરના પહેલા સપ્તાહ સુધીમાં નીતીશ સરકારે 15થી વધુ મોટી જાહેરાતો કરી છે.
આ મહત્ત્વની જાહેરાતોની વાત કરીએ તો,મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ અરજી કરનાર મહિલાઓને રોજગાર શરુ કરવા માટે પ્રથમ સહાય 10,000 રૂપિયા મળશે, છ મહિના બાદ સમીક્ષા કરાશે, જેમાં બે લાખ રૂપિયાની વધારાની સહાય અપાશે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 1,11,58,840 મહિલાઓએ અરજી કરી છે, જેમાં મહિલાઓને પ્રથમ સહાયની રકમ પણ અપાઈ છે.
મહિલાઓ, દિવ્યાંગો અને વૃદ્ધોને મળતી પેન્શનની રકમ રૂપિયા 400થી વધારીને રૂપિયા 1100 કરવામાં આવી.
ઘરેલુ ગ્રાહકોને 125 યુનિટ સુધી વીજળી મફત આપવાની ઘોષણા
આશા, આંગણવાડી, મમતા, રસોઈયા અને અન્ય સ્કીમ વર્કર્સનું મહેનતાણુ વધારવું.
બેરોજગાર સ્નાતક યુવાનોને બે વર્ષ સુધી દર મહિને રૂપિયા 1000 મળશે.નવા નોંધાયેલા વકીલોને દર મહિને રૂપિયા 5000નું સ્ટાઇપેન્ડ.
સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ યોજના હેઠળનું લોન વ્યાજમુક્ત
રાજ્યની તમામ પરીક્ષાઓમાં માત્ર પ્રાથમિક પરીક્ષામાં જ રૂપિયા 100નું ફી લાગુ પડશે, જ્યારે મુખ્ય પરીક્ષામાં કોઈ ફી લાગુ નહીં પડે
વરિષ્ઠ અને આર્થિક રીતે નબળા કલાકારોને દર મહિને રૂપિયા 3000નું પેન્શન
હવે સવાલ ઉભો થઇ રહ્યો છે કે બિહાર પર 3,48,370 કરોડનું દેવું છે તો રૂપિયા આવશે ક્યાંથી??
ચૂંટણી આવે એટલે રાજકીય પક્ષોમાં રેવડીનો વરસાદ થાય તે સ્વાભાવિક છે પણ કોઈ પણ યોજના કે જાહેરાત દરમ્યાન સૌથી મહત્ત્વનો સવાલ એ હોય છે કે આ જાહેરાત પાછળ ખર્ચાનારો પૈસો ક્યાંથી આવશે? બિહારનું વર્ષ 2025-26નું બજેટ રૂપિયા 3 લાખ 16 હજાર કરોડનું હતું.
માર્ચમાં બજેટની જાહેરાત બાદ જુલાઈમાં મોન્સૂન સત્રમાં રજૂ કરાયેલા પહેલા પૂરક (સપ્લિમેન્ટરી) બજેટમાં વધુ રૂપિયા 58 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી હતી. સરકાર દ્વારા પૂરક બજેટ ત્યારે રજૂ કરવામાં આવે છે, જ્યારે નાણાંકીય બજેટમાં નક્કી કરેલ રકમ વધારવાની હોય કે પછી નવી જરૂરિયાતને પૂરી કરવા માટે નાણાંકીય જોગવાઈ કરવાની હોય બિહારના દેવાની વાત કરીએ તો, આર્થિક સર્વેક્ષણ મુજબ, રાજ્યમાં વર્ષ 2024-25નું કુલ બાકી દેવું રૂપિયા 3,48,370 કરોડ રહેવાનો અંદાજ છે. સાથે જ વર્ષ 2025-26માં રૂપિયા 55,737 કરોડની લોન લેવાનો પ્રસ્તાવ છે. એટલે કે, આ પરિસ્થિતિમાં રાજ્ય પર કુલ બાકી દેવું રૂપિયા 4,04,107 કરોડનું થશે. આ દેવાનું વ્યાજ આ નાણાકીય વર્ષમાં રૂપિયા 23,013 કરોડ છે, એટલે કે દૈનિક રૂપિયા 63 કરોડ.
હવે સૌથી મોટી વાત એ છે કે, એકતરફ નીતીશ કુમારે મોટી મોટી જાહેરાતતો કરી છે પણ બીજીતરફ નીતિ આયોગ દ્વારા ‘રાજકોષીય સ્વાસ્થ્ય સૂચકાંક-2025’ જાહેર કરાયો હતો, જેમાં બિહાર છેક 13મા ક્રમે હતું. એટલે કે રાજ્ય સરકારની આવક ઓછી હતી અને ખર્ચ વધુ હતો. આ સૂચકાંક રાજ્યોના વર્ષ 2023ના પરફોર્મન્સના આધારે જાહેર કરાયો હતો. આમાં રાજ્યની આવક અને ખર્ચ વચ્ચે મોટો તફાવત છે. આ ઉપરાંત બિહાર મહેસૂલ એકઠું કરવામાં સૌથી પાછળ છે ત્યારે આ બધા અઘ્ધર રહેલા સવાલો વચ્ચે રાજકીય પક્ષો પોત પોતાની રીતે મતદારોને રીઝવવામાં વ્યસ્ત જણાઈ રહયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન થવાનું છે જેમાં પહેલા તબક્કાના મતદાનમાં 6 નવેમ્બરે 121 સીટ પર મતદાન થશે અને બીજા તબક્કામાં 11 નવેમ્બરે 122 સીટ પર મતદાન થશે અને 14 નવેમ્બરે પરિણામ આવશે.
બિહાર વિધાનસભામાં કુલ 243 સીટ છે, બહુમતી મેળવવા 122 સીટ જીતવી જરૂરી છે. છેલ્લાં પાંચ વર્ષથી બિહારમાં મોદી-નીતિશની જોડીની NDA સરકાર છે. આ વખતે તેજસ્વી યાદવની પાર્ટી અને કોંગ્રેસનું મહાગઠબંધન અને NDA વચ્ચે સીધી કાંટે કી ટક્કર નથી. પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીને કારણે ત્રિકોણીય જંગ જામે તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:
Gujarat Politics: મોદીના ગઢ ગુજરાતની કમાન શું ફરી આનંદીબેન પટેલ સંભાળશે?, જુઓ વીડિયો
UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?
UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?








