
Ragini Nayak, Chitra Tripathi Controversy: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પત્રકાર ચિત્રા ત્રિપાઠી અને કોંગ્રેસના પ્રવક્તા રાગિની નાયક વચ્ચે વિવાદ ચર્ચાનો વિષય બન્યા છે. બંને આકરી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે રાગિની નાયકે ચિત્રા પર આરોપ લગાવતો એક જૂનો વીડિયો શેર કર્યો અને કહ્યું કે તે ભાજપનો એજન્ડા સેટ કરી રહી છે. હવે આ પોસ્ટથી શરૂ થયેલો વિવાદ ‘રાજકારણ સાથે મનોરંજન’ બની ગયો છે.
વિવાદની શરૂઆત
આ વિવાદ કોંગ્રેસના પ્રવક્તા રાગિની નાયક દ્વારા 24 ઓગસ્ટ 2025 ના રોજ ‘X’ પર પોસ્ટ કરાયેલ એક જૂના વિડિયો પોસ્ટથી શરૂ થયો હતો. આ પોસ્ટમાં રાગિની નાયકે આજતક ચેનલ પર એક જૂની ચર્ચાનો વિડિયો અપલોડ કર્યો હતો. રાગિની નાયકે ચિત્રા ત્રિપાઠી પર ‘ભાજપનો એજન્ડા સેટ કરવાનો’ અને ચર્ચામાં ‘ભાજપને કવર ફાયર આપવાનો’ આરોપ લગાવ્યો હતો.
ये पुराने ख़जाने कहां से निकल कर आ रहे हैं 🤣
“आप को डिबेट कराना आता ही नहीं हे चित्रा जी !
आप केवल भाजपा का Agenda set करने के लिए डिबेट कराती हैं !
और
पूरे डिबेट में भाजपा को Cover Fire देती हैं !” pic.twitter.com/PPFF8avTF5— Dr. Ragini Nayak (@NayakRagini) August 24, 2025
ચિત્ર ત્રિપાઠી જવાબ આપ્યો
आपके कितने बुरे दिन आ गए हैं रागिनी जी, मुझे ट्रोल करने के लिये सालों पुराना वीडियो निकालना पड़ रहा है. मैं तो रोज डिबेट करती हूँ ☺️
कुछ नये मुद्दे निकालिये ☺️@NayakRagini https://t.co/hfTCTvTlRV— Chitra Tripathi (@chitraaum) August 25, 2025
આના જવાબમાં પત્રકાર ચિત્રા ત્રિપાઠીએ 25 ઓગસ્ટ 2025 ના રોજ પોસ્ટ કરી. ચિત્રા ત્રિપાઠીએ પોસ્ટમાં લખ્યું, “રાગિની જી, તમારા માટે કેવા ખરાબ દિવસો આવી ગયા છે, તમારે મને ટ્રોલ કરવા માટે વર્ષો જૂના વીડિયો કાઢવા પડે છે. હું દરરોજ ચર્ચા કરું છું”
રાગિની નાયકે વળતો જવાબ આપ્યો
કોંગ્રેસના પ્રવક્તા રાગિની નાયકે પણ તરત જ વળતો પ્રહાર કર્યો અને કહ્યું, તમારા ટ્વીટરની કમેન્ટ વાંચો, કોના ખરાબ દિવસો આવ્યા ખબર પડશે. “હવે જનતા પોતે જ ભાજપના પગ ચાટતા પત્રકારોને ટ્રોલ કરી રહી છે.” આ ઉપરાંત, રાગિની નાયકે એમ પણ કહ્યું કે તે વારંવાર ચિત્રાની ચર્ચાઓમાં આવતી રહેશે અને તેના ‘સંઘી એજન્ડા’નો પર્દાફાશ કરતી રહેશે.
पहली बात – चित्रा जी अपने Tweet के Comments पढ़िए, आपको पता चल जाएगा कि ‘बुरे दिन’ किस के आए हैं
दूसरी बात – आजकल भाजपा के चरणचुंबक पत्रकारों को ट्रोल करने की ज़रूरत नहीं पड़ती..जनता रोज़ खुद ही ट्रोल कर रही है
तीसरी बात – मैं जब-जब आपके डिबेट में आऊँगी आपके संघी ऐजेंडे को… https://t.co/GvyaF81bDu
— Dr. Ragini Nayak (@NayakRagini) August 25, 2025
ચર્ચામાં રાજકારણ અને ચૂંટણીનો ઉલ્લેખ
ચર્ચા અહીં જ અટકી નહીં. 27 ઓગસ્ટ 2025 ના રોજ, ચિત્રા ત્રિપાઠીએ ફરીથી રાગિણી નાયક પર કટાક્ષ કર્યો. ચિત્રા ત્રિપાઠીએ ‘X’ પર પોસ્ટ કરી કે ટ્રોલ્સના કારણે જ રાગિણીને વઝીરપુર વિધાનસભા ચૂંટણીમાં ફક્ત 6,000 મત મળ્યા અને તેમની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ.
<
ट्रोलर्स के कमेंट पढ़ने के कारण ही आपको वजीरपुर विधानसभा से 6 हज़ार वोट मिले थे, ज़मानत ज़ब्त हो गई थी.
जनता को ऐसी आरती आपकी नहीं उतारनी चाहिये थी☺️
बहुत ज्यादा बुरा हो गया आपके साथ. https://t.co/w7239r2Y4p— Chitra Tripathi (@chitraaum) August 27, 2025
/p>
હાલમાં, બંનેમાંથી કોઈએ પણ આ ચર્ચાનો અંત લાવવાના કોઈ સંકેત આપ્યા નથી. ચિત્રા ત્રિપાઠી અને રાગિની નાયક વચ્ચેનો આ વિવાદ એક જૂના વીડિયોથી શરૂ થયો, પરંતુ તે હવે રાજકીય આરોપો, વ્યક્તિગત કટાક્ષ અને સોશિયલ મીડિયાની લડાઈમાં ફેરવાઈ ગયો છે. આ ઘટના દર્શાવે છે કે સોશિયલ મીડિયા કેવી રીતે નાની ચર્ચાઓને મોટા વિવાદોમાં ફેરવી શકે છે.
આ પણ વાંચો:
UP: નાના ભાઈનું મોટા ભાઈની સાળી સાથે લફરું, મેથીપાક ચખાડી ઈચ્છા પુરી કરી!, જુઓ
Punjab: પૂરના પાણીમાં 400 વિદ્યાર્થીઓ અને 40 શિક્ષકો ફસાયા, જુઓ સ્થિતિ
Meerut: “સૈનિક પર હુમલો ચલાવી નહીં લેવાય” NHAI દ્વારા ટોલ કંપની પર ₹20 લાખનો દંડ
સુરતની BRTS બસમાં પાર્ટીની મંજૂરી કોણે આપી?, ગોવાની પાર્ટીને ટક્કર મારતા જલસા કર્યા