
BJP: ગુજરાતમાં ભાજપના શાસનમાં કૌભાંડોની હારમાળા સર્જાઈ છે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓ સાથે જોડાયેલા કેટલાક કૌભાંડો અને વિવાદો તાજેતરમાં ચર્ચામાં રહ્યા છે.
સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ કૌભાંડ ઉપર પ્રકાશ પાડી કેટલાક સવાલ ઉઠાવ્યા છે.ગુજરાતમાં ખૂબજ ચર્ચામાં રહેલા કૌભાંડમાં પૂર્વ મંત્રી બચુ ખાબડનું નામ ભારે ગાજયું હતું જેના કારણે તેમને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યા હોવાની પણ વાત છે પરંતુ ભાજપના રાજમાં આ કૌભાંડ લોકોમાં ભારે ચર્ચામાં રહ્યું ત્યારબાદ વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલ પર નાગાલેન્ડમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી રિવોલ્વરનું લાયસન્સ મેળવવાનો મામલો ખૂબજ ગાજયો આ સિવાય વીજ સબ સ્ટેશનની જમીન NA કરાવવાના કૌભાંડમાં પણ તેમનું નામ પણ ઉછળ્યું અને ભાજપના રાજમાં લોકોમાં આ વાત ભારે ચર્ચાસ્પદ રહી હતી.
ત્યારબાદ ભાજપના રાજમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ વિરુદ્ધ કરોડોના જમીન કૌભાંડનો મામલો ભારે ચર્ચામાં આવ્યો અને આખરે ED (Enforcement Directorate) દ્વારા કાર્યવાહી કરવામાં આવી બીઝેડ (BZ) ગ્રૂપ તરીકે ઓળખાતા ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટનું કામ કરતી ખાનગી પેઢીના માલિક ભૂપેન્દ્ર ઝાલા દ્વારા આચરવામાં આવેલા અંદાજે ₹6000 કરોડના પોન્ઝી સ્કીમ કૌભાંડની રાજ્યમાં ખૂબ ચર્ચા થઈ.
ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની ભાજપ સરકાર સતત વિવાદોમાં રહી છે અને ઓક્ટોબર 2025 દરમિયાન થયેલા મંત્રીમંડળના ફેરબદલ વખતે વિવાદોમાં રહેલા મંત્રીઓને પડતા મૂકીને સરકારની છબી સુધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ ભાજપના રાજમાં મોટા મોટા કૌભાંડ ભારે ચર્ચામાં રહયા છે જે જનતા ક્યારેય ભૂલશે નહિ.
આ મુદ્દે વરીષ્ઠ પત્રકાર દિલીપ પટેલ દ્વારા વિસ્તૃત વિશ્લેષણ કરવામાં આવ્યું છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







