
Kadi and Visavadar By Election: કડી, વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રવિવારે મોડીરાત્રે કડી બેઠક પર ભાજપ- કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી હતી. જેમાં કોંગ્રેસે કડીથી પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે જ્યારે ભાજપે રાજેન્દ્ર ચાવડાને ઉતાર્યા છે.
વિસાવદરમાં ભાજપે નવા જ ઉમેદવારની પસંદગી કરી
જો વિસાવદરની વાત કરવામા આવે તો અહીં ભાજપે પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે.મહત્વનું છે કે, વિસાવદર માટે ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડીયા મજબૂત દાવેદાર ગણાતા હોવા છતાં ભાજપે નવા જ ઉમેદવારને ટિકિટ આપી છે.

વિસાવદર માટે કોંગ્રેસે કોની પસંદગી કરી ?
કોંગ્રેસે વિસાવદર માટે જિલ્લા પંચાયતના સદસ્ય નીતિન પટેલને ઉમેદવાર બનાવ્યા છે. તેઓ આદે બપોરે પરેશ ધાનણી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુની હાજરીમાં ફોર્મ ભરશે.

આપ પાર્ટીએ પહેલા જ ઉમેદવારો કરી દીધા છે જાહેર
ઉલ્લેખનીય છે કે, આપ પાર્ટીએ ચૂંટણીની જાહેરાત પહેલા જ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી હતી. આ બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપી છે. તેમજ કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે આપ પાર્ટીએ આપ પાર્ટીએ જગદીશ ચાવડાના નામની જાહેરાત કરી હતી.
આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ
આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે જેથી આજે તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. આ ચૂંટણી માટે 19 જૂને બંને વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. 23 જૂને બંને વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે.
આ પણ વાંચો:
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન Sheikh Hasina ની મુશ્કેલી વધી, ધરપકડ વોરંટ ઈશ્યૂ
બોયફ્રેન્ડને ગર્લફ્રેન્ડે આપ્યો ચકમો, 5 મિલિયન લોટરીનો જેકપોટ લઈ નવા પ્રેમી સાથે ફરાર | Canada
Gujarat Politics: હાર્દિક, અલ્પેશ બાદ હવે જિજ્ઞેશ ભાજપને મદદ કરવાના માર્ગે!
રશિયા પર યુક્રેનનો સૌથી મોટો હુમલો, 40 રશિયન વિમાનોને તોડી પાડ્યા! | Russia-Ukraine War
પેરિસમાં PSG ની ચેમ્પિયન્સ લીગ જીત બાદ ભારે હિંસા, 81 લોકોની ધરપકડ
Surendranagar: વૃદ્ધે સમસ્યા સાંભળાવી, ધારાસભ્ય જગદીશ મકવાણાએ ઠઠ્ઠા મશ્કરી કરી ચાલતી પકડી
Rajkot: બન્ની ગજેરા અને પીયૂષ રાદડિયા સામે 6 કેસમાં નિખિલ દોંગા નામ ખુલ્યું, પોલીસને ધરપકડનો આદેશ








