ભાજપને ફળ્યું 2024; પાર્ટી પર 2244 કરોડ રૂપિયાનો વરસાદ; કંઇ પાર્ટીને કેટલું મળ્યું દાન- જૂઓ લિસ્ટ

  • India
  • December 26, 2024
  • 0 Comments

ભારતીય જનતા પાર્ટીએ 2024ના વર્ષમાં ચૂંટણીમાં સફળતાઓ મેળવવાની સાથે-સાથે પૈસાનો પણ વરસાદ થયો છે. 2024માં પાર્ટીના બેંક ખાતામાં પણ જંગી ફંડ આવ્યું છે. ભાજપને 2023-24માં લોકો, ટ્રસ્ટો અને કોર્પોરેટ ગૃહો તરફથી દાન તરીકે 2,244 કરોડ રૂપિયા મળ્યા છે, જે વર્ષ 2022-23માં મળેલા દાન કરતાં ત્રણ ગણા વધારે છે.

ચૂંટણી પંચે રિપોર્ટ જાહેર કર્યો

ચૂંટણી પંચના અહેવાલ મુજબ, ભાજપને 2023-24માં ટ્રસ્ટ અને કોર્પોરેટ ગૃહો તરફથી કુલ રૂ. 2244 કરોડનું દાન મળ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ ત્રણ ગણું વધારે છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને ગયા વર્ષે 79.9 કરોડ રૂપિયા મળ્યા હતા જે આ વર્ષે વધીને 288.9 કરોડ રૂપિયા થઈ ગયા છે. આ પક્ષોના ડોનેશનની સંપૂર્ણ માહિતી ચૂંટણી પંચની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.

વર્ષ 2024માં કઈ પાર્ટીને કેટલું ડોનેશન મળ્યું

  • BJP ₹2244 કરોડ
  • BRS ₹580 કરોડ
  • Congress ₹288 કરોડ
  • YSRCP ₹184 કરોડ
  • TDP ₹100 કરોડ
  • DMK ₹60 કરોડ
  • AAP ₹11 કરોડ
  • TMC ₹6 કરોડ

પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી સૌથી વધુ ડોનેશન

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભાજપને પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ પાસેથી 723.6 કરોડ રૂપિયા અને કોંગ્રેસને 156.4 કરોડ રૂપિયા મળ્યા છે. આનો અર્થ એ થયો કે ભાજપનું એક તૃતીયાંશ દાન અને કોંગ્રેસનું અડધાથી વધુ દાન પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટમાંથી જ આવ્યું છે. ગયા વર્ષે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ, મિત્તલ ગ્રૂપ અને ભારતી એરટેલ જેવી મોટી કંપનીઓ પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટમાં સૌથી વધુ ડોનેશન આપનાર કંપનીઓમાં સામેલ હતી.

જાણો કેવી રીતે મળે છે ડોનેશન

સુપ્રીમ કોર્ટે 2024માં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી હતી, ત્યાર બાદ હવે ડાયરેક્ટ ટ્રાન્સફર અથવા ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા રાજકીય પક્ષોને ડોનેશન આપવામાં આવે છે. વર્ષ 2023-24માં ભાજપને ગયા વર્ષ કરતાં 212% વધુ ડોનેશન મળ્યું છે. જો કે, આ પ્રથમ વખત નથી; 2019ની લોકસભા ચૂંટણી પહેલા પણ ભાજપને રૂ. 742 કરોડ અને કોંગ્રેસને રૂ. 146.8 કરોડનું ડોનેશન મળ્યું હતું.

અન્ય પક્ષોને ડોનેશન

હવે પ્રાદેશિક પક્ષોની વાત કરીએ તો વર્ષ 2023-24માં, BRSને રૂ. 495.5 કરોડ, DMK રૂ. 60 કરોડ, YSR કોંગ્રેસને રૂ. 121.5 કરોડ અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ને રૂ. 11.5 કરોડનું ડોનેશન મળ્યું છે. તેમજ આમ આદમી પાર્ટી (AAP) ને રૂ. 11.1 કરોડનું દાન મળ્યું છે, જે ગયા વર્ષે રૂ. 37.1 કરોડ હતું, એટલે કે AAPના ડોનેશનમાં ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન બહુજન સમાજ પાર્ટી (BSP)ને માત્ર રૂ. 20,000 રૂપિયાનું ડોનેશન મળ્યું છે.

Related Posts

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ
  • September 29, 2026

Maharashtra Tribal Students Protest: મહારાષ્ટ્રમાં આદિવાસી વિદ્યાર્થીઓની સરકારી નિવાસી શાળાઓ અને હોસ્ટેલોમાં સુવિધા, સુરક્ષા તથા જવાબદારીના મુદ્દે આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ‘ટ્રાઇબલ જેન-જી ઉલ્ગુલાન’ અંતર્ગત સકલ આદિવાસી વિદ્યાર્થી આંદોલન…

Continue reading
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત
  • September 29, 2026

Septic Tank Deaths: દેશમાં એક જ દિવસે બે અલગ-અલગ રાજ્યોમાં ઝેરી ગેસ અને ગૂંગળામણની બે ગંભીર ઘટનાઓ સામે આવી છે. મેઘાલયના દક્ષિણ ગારો હિલ્સ જિલ્લામાં ભૂગર્ભ સેપ્ટિક ટાંકીમાંથી નીકળેલી ઝેરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 3 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 5 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 6 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 7 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 5 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 6 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ