દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે ગંભીર આરોપ; દિલ્હીમાં કોંગ્રેસ કરી રહી છે ભાજપની મદદ

  • India
  • December 26, 2024
  • 1 Comments

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તણાવ વધી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે આમ આદમી પાર્ટી (AAP) કોંગ્રેસને ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર કરવા માંગે છે. આ માટે તે અન્ય પક્ષો સાથે વાત કરશે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે આજે પત્રકાર પરિષદ કરીને કોંગ્રેસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. જો કોંગ્રેસ અજય માકન સામે કાર્યવાહી નહીં કરે તો AAP નેતાઓ I.N.D.I.A.ના અન્ય નેતાઓ સાથે વાત કરીને કોંગ્રેસને ગઠબંધનથી બાકાત કરવાની અપીલ કરશે.

AAP નેતાઓમાં કોંગ્રેસને લઈને ભારે નારાજગી છે. જેના કારણે AAP કોંગ્રેસને ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર કરવા માટે અન્ય પક્ષો સાથે વાત કરશે. AAPનો આરોપ છે કે કોંગ્રેસ ભાજપ સાથે મળીને કામ કરી રહી છે. AAP નેતાઓ કોંગ્રેસ નેતાઓના સતત નિવેદનોથી નારાજ છે. તેમજ બુધવારે જ દિલ્હી યુથ કોંગ્રેસે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરી હતી. જેના કારણે AAP નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આટલું જ નહીં કોંગ્રેસ નેતા અજય માકને કેજરીવાલ વિરુદ્ધ આપેલા નિવેદનથી પણ AAP નેતાઓમાં ભારે નારાજગી છે.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠ

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું છે, કે ‘કોંગ્રેસ નેતાઓના નિવેદનથી સાફ દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસે હવે ભાજપ સાથે જ સાંઠગાંઠ કરી લીધી છે. કોંગ્રેસ નેતા અજય માકને કેજરીવાલ માટે એન્ટિ નેશનલ શબ્દપ્રયોગ કર્યો. શું કોંગ્રેસે ભાજપ સાથે ક્યારેય આવા શબ્દો કહ્યા છે?’

સંજય સિંહે પણ કહ્યું છે, કે ‘દિલ્હીની અંદર કોંગ્રેસ ભાજપના પક્ષમાં ઊભી થઈ ગઈ છે. કોંગ્રેસ દરેક એવા કામ કરી રહી છે જેનાથી ભાજપને જ ફાયદો થાય. કોંગ્રેસ નેતા અજય માકન તો ભાજપની જ સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. ભાજપના કહેવાય પર કોંગ્રેસ નેતાઓ AAP પર નિશાન સાધી રહ્યા છે.’

દિલ્હી યુથ કોંગ્રેસના અધ્યક્ષ અક્ષય લાકરાએ 25 ડિસેમ્બરની સાંજે સંસદ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. લાકરાએ આરોપ લગાવ્યો હતો કે AAPએ તેની યોજનાઓ દ્વારા લોકોને ગેરમાર્ગે દોર્યા છે અને છેતર્યા છે. તેમજ AAPની યોજનાઓની પ્રામાણિકતા પર પણ સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે આ મુદ્દાને લઈને કેજરીવાલ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Related Posts

IVF Scam India: ભારતમાં ઝડપથી વધી રહેલા IVF ઉદ્યોગની કાળી હકીકત, ડીએનએ વિવાદ, ભ્રૂણ અદલાબદલી અને બિનલાયસન્સ ક્લિનિક્સ
  • June 27, 2026

IVF Scam India: ભારતમાં આઈવીએફ (IVF) ઉદ્યોગ અત્યારે એક એવા વળાંક પર છે જ્યાં આશા અને છેતરપિંડી વચ્ચેની રેખા ધૂંધળી થઈ ગઈ છે. ગુરુગ્રામના રહેવાસી રાહુલ અને મીનુ રાઠોડના કિસ્સાએ…

Continue reading
Crude Oil Price Analysis: તેલના ભાવ ઘટ્યા છતાં ભારતીયો કેમ મોંઘા પેટ્રોલ-ડીઝલના માર નીચે?
  • June 27, 2026

Crude Oil Price Analysis: ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવના સમયગાળા બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ફરી એકવાર યુદ્ધ પૂર્વેના સ્તરે આવી ગયા છે. ગુરુવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત ૭૨.૪૮ ડોલર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

  • June 27, 2026
  • 4 views
Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

IVF Scam India: ભારતમાં ઝડપથી વધી રહેલા IVF ઉદ્યોગની કાળી હકીકત, ડીએનએ વિવાદ, ભ્રૂણ અદલાબદલી અને બિનલાયસન્સ ક્લિનિક્સ

  • June 27, 2026
  • 3 views
IVF Scam India: ભારતમાં ઝડપથી વધી રહેલા IVF ઉદ્યોગની કાળી હકીકત, ડીએનએ વિવાદ, ભ્રૂણ અદલાબદલી અને બિનલાયસન્સ ક્લિનિક્સ

Crude Oil Price Analysis: તેલના ભાવ ઘટ્યા છતાં ભારતીયો કેમ મોંઘા પેટ્રોલ-ડીઝલના માર નીચે?

  • June 27, 2026
  • 6 views
Crude Oil Price Analysis: તેલના ભાવ ઘટ્યા છતાં ભારતીયો કેમ મોંઘા પેટ્રોલ-ડીઝલના માર નીચે?

Ram Mandir Donation Corruption: અયોધ્યા રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયના નજીકના સહયોગી સહિત આઠ લોકોની ધરપકડ

  • June 27, 2026
  • 10 views
Ram Mandir Donation Corruption: અયોધ્યા રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયના નજીકના સહયોગી સહિત આઠ લોકોની ધરપકડ

Gir Illegal Resorts in Forest: ગીરમાં દેરકાયદે ખાણ અને રિસોર્ટ છતાં વન પ્રધાન અર્જૂન મોઢવાડિયા મૌન

  • June 27, 2026
  • 14 views
Gir Illegal Resorts in Forest: ગીરમાં દેરકાયદે ખાણ અને રિસોર્ટ છતાં વન પ્રધાન અર્જૂન મોઢવાડિયા મૌન

Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.

  • June 26, 2026
  • 4 views
Indian Passport Citizenship: નાગરિકતાનો અંતિમ પુરાવો શું છે? સરકારના પાસપોર્ટ અંગેના ‘યુ-ટર્ન’ થી સામાન્ય માણસ મૂંઝવણમાં.