
BJP politics: ગુજરાતીમાં એક કહેવત છે કે, જર જમીન ને જોરુ ત્રણે કજિયાનાં છોરું એટલે કે, આ ત્રણેય એવી વસ્તુઓ છે કે, જેના કારણે કાયમ વિવાદ થતો હોય છે જમીન માટે ભાઈ ભાઈનો નથી રહેતો. લોકો આ ત્રણેય માટે માથા પણ વાઢી નાખે છે. ત્યારે સરકાર જ જમીનનો ઝઘડા કરાવી રહ્યું હોવાનું સામે આવ્યું છે આ મામલે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે ખુલાસો કર્યો હતો કે, ભાજપ સરકાર કેવી રીતે જમીનોના ઝઘડા કરાવી રહી છે.
ભાજપના રાજમાં જમીન રિસરવે મોટુ કૌભાંડ
નરેન્દ્ર મોદીએ 2010 મા જ્યારે ખેડતો, આદિવાસીઓ અને ગરીબ વર્ગ માટે કેટલીક યોજનાઓ જાહેર કરી હતી તે સમયે તેમણે કહયું હતુ કે, જમીન ઝઘડા બહું કરાવે છે. લોકો એકબીજાના માથા વાઢી નાખે છે. ત્યારે સરકાર પોતે જ જમીનોના ઝઘડા કરાવે છે. તે 2015 થી શરુ થયું હતુ અને હજુ તેનો નિવેડા નથી આવ્યો. તેના પાછળના ક્યા કારણો છે તે અંગે પત્રકાર દિલીપ પટેલે મોટા ખુલાસા કર્યા છે. જુઓ વીડિયો
મોટા પાયે જમીન કૌભાંડનો આરોપ
ગુજરાતમાં મોટા જમીન અનામત કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભાજપના શાસનમાં હજારો ખેતીની જમીનની સીમાઓ બદલાઈ ગઈ. ભાજપે ગ્રામીણ ગુજરાતમાં જમીન રેકોર્ડમાં કેવી રીતે છેડછાડ કરી તે અંગે ખેડૂતોએ પોતે આપવીતી જણાવી હતી.
ખેડૂતો ભાજપ સરકાર હેઠળ મોટા પાયે જમીન કૌભાંડનો આરોપ લગાવે છે. અને ખેડૂતોએ જમીન અનામત કૌભાંડની તપાસની માંગ કરી છે.
ગુજરાતમાં ખેતીની જમીન સીમાઓ બદલવા પાછળનું સત્ય શું છે.? ગુજરાત જમીન અનામત કૌભાંડ અને ખેડૂતો પર તેની અસર અને ભાજપના જમીન ભ્રષ્ટાચારના કેસોમાં કેવી રીતે રાજકીય રક્ષણ મળી રહ્યું છે ? જમીન કૌભાંડો ગુજરાતના ગ્રામીણ અર્થતંત્રને કેવી રીતે નષ્ટ કરી રહ્યા છે?
આ પણ વાંચો
UP: ભદ્રોહી જિલ્લામાં દર્દનાક ઘટના, ઝડપના દાનવે લીધો માસૂમનો જીવ, માતા ગંભીર
Delhi: દ્વારકા DPS સહિત 3 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, બાળકોને રજા આપી દેવાઈ










