
Kaal Chakra: ભાજપે સત્તામાં આવવા માટે પ્રજાને અનેક વચનો આપ્યા હતા પરંતુ હાલમાં તે તેને ભુલી ગયા છે એટલું જ નહીં પરંતુ આપેલા વચન કરતા હાલમાં પરિસ્થતિ તેનાથી વિપરિત બની ગઈ છે. અત્યારે ભાજપ પ્રજાને આપેલા વચનો ભુલી ગઈ છે અને નેતાઓને છાવરી રહી છે. ત્યારે આવા જ એક વચન વિશે ધ ગજુરાત રિપોર્ટની વિશિષ્ટ સિરિઝ કાલ ચક્રના ભાગ – 7 માં વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે જણાવ્યું હતું. તેમણે ભાજપે 30 વર્ષ પહેલા હથિયાર નાબૂદીનું વચન આપ્યું હતું. પરંતુ હાલમાં શું સ્થિતિ છે તેને લઈને ભાજપની પોલ ખોલી હતી.
30 વર્ષ પહેલા ભાજપનું હથિયાર નાબૂદીનું વચન, નેતાઓ હથિયાર ધારી બન્યા
1996માં ભાજપે ગેરકાયદેસર હથિયારો નાબૂદ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ 2025માં ગુજરાતમાં ખુલ્લેઆમ ચાલતા હથિયાર કૌભાંડે પાર્ટીની નીતિઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ગુજરાતમાં નાગાલેન્ડ અને મણિપુરથી બોગસ હથિયાર લાયસન્સ મેળવવાનો વેપલો ધમધમતો હોવાનું બહાર આવ્યું છે, જેમાં રૂ. 10 થી 30 લાખમાં લાયસન્સ અને હથિયારો ખરીદાયા હતા. આ કૌભાંડમાં રાજ્યના મંત્રીના પુત્ર, બિલ્ડરો, પોલીસ અધિકારીઓના સંતાનો અને અન્ય પ્રભાવશાળી લોકોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ATS, ક્રાઈમ બ્રાન્ચ અને SOGએ 600 હથિયારો જપ્ત કર્યા અને 108 લોકો સામે ફરિયાદ નોંધી, પરંતુ માત્ર 7 લોકોની ધરપકડ થઈ, જ્યારે મોટા નેતાઓ અને તેમના કુટુંબોને બચાવવામાં આવ્યા.
ગુજરાત સરકારે તપાસ કેમ બંધ કરી?
ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશથી તપાસ બંધ કરવામાં આવી, જે સત્તાના દુરુપયોગનો સ્પષ્ટ સંકેત આપે છે. સુરેન્દ્રનગરમાં 69 લોકોએ નાગાલેન્ડ અને મણિપુરથી બોગસ લાયસન્સ મેળવ્યા, જે રાજ્યોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલે છે. આમ છતાં, ભૂપેન્દ્ર પટેલની સરકારે આ મામલે ચૂપકી સેવી લીધી. હરિયાણાની લાયસન્સ શોપ સાથે જોડાયેલી ગેંગના સભ્યો દ્વારા આ હથિયારોનું વિતરણ થતું હતું, પરંતુ તપાસને રોકીને સરકારે ગુંડા તત્વો અને પૈસાદારોને બચાવ્યા. ભાજપે 30 વર્ષ પહેલાંનું વચન તો તોડ્યું જ, પરંતુ હવે ગેરકાયદેસર હથિયારોના રેકેટને પણ રાજકીય આશ્રય આપી રહી હોવાનું લાગે છે, જે રાજ્યની સુરક્ષા માટે ગંભીર ખતરો છે.
આ મામલે વધુમાં શું ખુલાસો કરવામા આવ્યો જુઓ વીડિયો..
આ પણ વાંચો:
Gujarat Weather Update: ગુજરાતનાઆ જિલ્લાઓમાં આજે છુટાછવાયા વરસાદની આગાહી
UP: 3 વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર દીપક વર્માને પોલીસે પતાવી દીધો, બાળકીની હાલત ગંભીર, જાણો
Surat: BRTS બસમાં ડ્રગ્સ બતાવી ઉત્પાત મચાવનાર નશેડી ઝડપાયો, કહ્યું- મને સીટ મળતી ન હતી જેથી મે…
Dwarka: TATA ના કેમિકલથી તળાવોનો નાશ, એક સમયે લોકો પાણી પીતા, આજે શું હાલત? |Part-2
Gujarat Congress ના મહામંત્રી રાજેશ સોનીની ધરપકડ, સ્ટેટ સાયબર ક્રાઈમની કાર્યવાહી
મોરબી જુગાર તોડકાંડ: 51 લાખની ઉચાપતમાં ટંકારા PI વાય.કે. ગોહિલની કચ્છમાંથી ધરપકડ
મલયાલમ હિરોને નડ્યો અકસ્માત, પિતાનું ઘટનાસ્થળે જ મોત, અભિનેતા ગંભીર
Bengaluru Stampede: પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓ સસ્પેન્ડ, 4 આરોપીઓની ધરપકડ
Bakrid 2025 : ગુજરાતમાં બકરી ઈદને લઈને જાહેરનામું , જાણો આ વખતે કયા પ્રતિબંધો લાદવામાં આવ્યા