Ahmedabad: શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈને શરમજનક બોર્ડ લગાવવા મામલે પોલીસે હાથ ખંખેર્યા, જાણો શું કહ્યું?

Ahmedabad: અમદાવાદ ગુજરાતનું હૃદય ગણાતું શહેર, આજે એક શરમજનક વાસ્તવિકતાને ઉજાગર કરતા બોર્ડથી ચર્ચામાં છે. સોલા વિસ્તારમાં બોર્ડ લગાવવામાં આવ્યા હતા જેના પર લખાયું હતુ કે  , “રાતની પાર્ટીઓમાં જવું નહીં, રેપ-ગેંગરેપ થઈ શકે છે.” આ પોસ્ટર અમદાવાદ ટ્રાફિક પોલીસના સહયોગમાં લગાવવામાં આવ્યા હતા. આ બોર્ડ ગુજરાતની ભાજપ સરકારના મહિલા સશક્તિકરણ અને સુરક્ષાના દાવાઓની પોલ ખોલે છે. કારણ કે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સરકારના નેતાઓ એવા બણગાં ફૂકે છે કે, ગુજરાતમાં અડધી રાત્રે પણ મહિલાઓ સુરક્ષિત છે ત્યારે પોલીસ પોતે જ એવા બોર્ડ લગાવે છે કે, રાતની પાર્ટીઓમાં જવું નહીં, રેપ-ગેંગરેપ થઈ શકે છે આ મહિલા સુરક્ષાના દાવાઓ પર સણસણતો તમાચો છે.ત્યારે આ મામલે વિવાદ વકરતા પોલીસે તેનાથી હાથ ખંખેરી લીધા છે અને કહી દીધું કે, આ બોર્ડ પોલીસની જાણ બહાર લગાવવામાં આવ્યા છે ત્યારે સવાલ તે થાય છે કે, આવું બની શકે ખરું કો કોઈ પણ પોલીસની જાણ બહાર તેમના નામનો ઉપયોગ કરીને બોર્ડ લગાવે અને પોલીસને તેની જાણ ન હોય ? ચાલો માની લીધું કે, કોઈએ જાણ બહાર આ બોર્ડ લગાવ્યા તો પછી આવું કરનાર સામે પોલીસે શું પગલા લીધા ?

અમદાવાદમાં મહિલાઓને રાત્રે બરા ન નિકળવાની સુચન આપતા બોર્ડ લાગ્યા 

ઉલ્લેખનીય છે કે,  છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 6,500થી વધુ બળાત્કારની ઘટનાઓ અને 36થી વધુ ગેંગરેપના કેસ નોંધાયા છે, એટલે કે રાજ્યમાં દરરોજ સરેરાશ 5થી વધુ બળાત્કારની ઘટનાઓ બની રહી છે. આ આંકડાઓ ગુજરાત સરકાર અને પોલીસ વિભાગની નિષ્ફળતાને સ્પષ્ટ કરે છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, “મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓ મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે, પરંતુ અમદાવાદ જેવા મહાનગરમાં આવા બોર્ડ લાગવા એ ગુજરાતની શરમજનક વાસ્તવિકતા છે. શું ગુજરાતની મહિલાઓએ રાત્રે ઘરની બહાર ન નીકળવું? શું આ રીતે સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે?”

મહિલાઓને સુરક્ષા આપવામાં પોલીસ નિષ્ફળ 

આ બોર્ડ એક તરફ મહિલાઓની સુરક્ષા માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ હોઈ શકે, પરંતુ બીજી તરફ તે ગુજરાત સરકાર અને અમદાવાદ પોલીસની નિષ્ફળતાનો પુરાવો છે. કેટલી શરમની વાત છે કે સરકાર અને પોલીસ મહિલાઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યા છે, જેના કારણે સામાન્ય નાગરિકોને આવા બોર્ડ લગાવવાની ફરજ પડે છે. અમદાવાદ જેવા શહેરમાં, જ્યાં પોલીસ વિભાગનું માળખું બે ક્ષેત્રોમાં વહેંચાયેલું છે અને મહિલા સંબંધિત ગુનાઓ માટે ખાસ મહિલા પોલીસ સ્ટેશન પણ સ્થાપિત છે, ત્યાં આવા બોર્ડની જરૂર પડે એ ચોંકાવનારું છે.

આ મામલે અમદાવાદ પોલીસે શું જવાબ આપ્યો?  

આ પોસ્ટરો મામલે સવાલો ઉઠતા અમદાવાદ પોલીસે ટ્વિટ કરી જવાબ આપ્યો છે કે, અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગને ટ્રાફિક ઓવેરનેસ માટે મદદ કરવા માટે સતર્કતા ગ્રુપ NGO દ્વારા ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો ટ્રાફિક પોલીસના સંકલનમાં લગાવામાં આવતા હતા અને અમદાવાદ શહેરમાં ટ્રાફિક અવેરનેસ નું કામ કરી રહ્યા હતા. પરંતુ આ પોસ્ટર NGO એ પોલીસની જાણ બહાર લગાવેલા હતા. અમદાવાદ શહેર પોલીસને જાણ થતા તાત્કાલિક બધા પોસ્ટરો હટાવી દેવાયા છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા આવા પોસ્ટર લગાવવા કોઇ પણ સૂચના આપવામાં આવી ન નથી. NGO એ પોતાની રીતે આ પોસ્ટર લગાવેલા હતા.

અમદાવાદ પોલીસે બોર્ડ લગાવવાની વાતથી હાથ ખંખેર્યા

આમ પોલીસે NGO એ પોતાની રીતે આ પોસ્ટર લગાવ્યા હતા તેવું કહીને હાથ ખંખેરી લીધા પરંતુ અહીં સવાલ તે થાય છે કે, કોઈ NGO પોસ્ટર મારે એ પણ ટ્રાફિક પોલીસના નામ લોગો સાથે અને આ મામલે ટ્રાફિક પોલિસને ખબર ન હોય તો આવા પોસ્ટર લગાવવા બદલ અમદાવાદ પોલીસે NGO સામે શું કાયૅવાહી કરી? શું કોઈ પણ NGO પોલીસના લોગોનો આવી રીતે ઉપયોગ કરી શકે ?

આ ઘટના એ સવાલ ઉભો કરે છે કે શું ગુજરાતમાં મહિલાઓ માટે ખરેખર સુરક્ષિત વાતાવરણ છે? ભાજપ સરકારે મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓ જાહેર કરી છે, પરંતુ જમીની હકીકત તેનાથી સાવ વિપરીત છે. આમ આદમી પાર્ટીએ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે, જેમાં તેઓએ પૂછ્યું છે કે જો મહિલાઓએ રાત્રે બહાર નીકળવું બંધ કરી દેવું હોય તો આવી સરકારની શું જરૂર?

અમદાવાદના આ બોર્ડે ગુજરાતની મહિલા સુરક્ષાના દાવાઓ પર મોટો પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. જો સરકાર અને પોલીસ વિભાગ આવી ઘટનાઓને રોકવામાં સફળ નહીં થાય, તો મહિલાઓનો વિશ્વાસ ખોવાઈ જશે, અને આવા બોર્ડ રાજ્યની શાંતિ અને સુરક્ષાના દાવાઓ પર કાળો ડાઘ લગાવશે.

આ પણ વાંચો:

Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?

SSC CGL Protest: વિરોધ કરતા શિક્ષકોને પોલીસે લાકડીઓ મારી, કલાકો સુધી વાનમાં ફેરવ્યા, મહિલાઓને વોશરુમ પણ ન જવા દીધી…

Repressive Countries: મોદીની બ્રિટન મુલકાત બાદ ભારતને દમનકારી દેશોની યાદીમાં મૂક્યો, જાણો સમગ્ર મામલો

LPG Cylinder Rate: મહિનાના પહેલા દિવસે સારા સમાચાર; LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો નવી કિંમત શું છે?

Lumpy virus in Gujarat: ગુજરાતના પશુપાલકો માટે માઠાં સમાચાર, ફરી આવ્યો આ ખતરનાક વાયરસ

Related Posts

RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
  • October 14, 2025

-દિલીપ પટેલ BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 9 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 6 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 3 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

  • October 27, 2025
  • 16 views
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 19 views
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 12 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ