
Raveena Tandon Visits Dwarka: પ્રખ્યાત અભિનેત્રી રવિના ટંડન દ્વારકા પહોંચી છે. જ્યા દ્વારકાધીશના દર્શન કર્યા છે. તે રુકમણી મંદિરે દર્શન કરી દ્વારકા પહોંચી છે. અભિનેત્રી રવિના ટંડને દ્વારકાધીશના દર્શન કરી પાદુકા પૂજન કર્યું છે. મુખ્ય પુજારીએ અભિનેત્રીનું સ્વાગત કરી આશીર્વચન આપ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રવિના ટંડન દ્વારકાધીશ મંદિર પરિસર પહોંચી હતી.
મંદિરની મુલાકાત દરમિયાન રવિના ટંડને દર્શન વ્યવસ્થા અને સફાઈની વિશેષ પ્રશંસા કરી હતી. દ્વારકાધીશના દર્શન બાદ, અભિનેત્રીએ તેમની પુત્રી સાથે નાગેશ્વર જ્યોતિર્લિંગની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પૂજન-અર્ચન કર્યું હતું.
આ પણ વાંચોઃ રાજકોટની SNK સ્કૂલનો ઘેરાવઃ NSUIના કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી, વાલીઓએ માર્યો યુ-ટર્ન