BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

BOTAD: બોટાદ જિલ્લાના એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) યાર્ડમાં કપાસ અને અન્ય પાકની ખરીદી દરમિયાન ચાલતી ‘કડદા‘ (અથવા ‘કળદા‘) પ્રથા અંગે હાલમાં તીવ્ર વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રથા એવી છે જેમાં વેપારીઓ અને માર્કેટના સત્તાધિકારીઓ ખેડૂતોની ઉપજમાંથી માટી, કચરો કે અન્ય બહાનાઓ બનાવીને વધારાનું વજન કાપી લે છે, જેના કારણે ખેડૂતોને તેમની મહેનતનો યોગ્ય ભાવ નથી મળતો. આને ખેડૂતો ‘લૂંટ’ તરીકે જુએ છે અને તેની વિરુદ્ધ આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ, ખાસ કરીને રાજુ કરપડાની આગેવાનીમાં તીવ્ર આંદોલન ચલાવવામાં આવ્યું છે. 15 વર્ષ પહેલાં પંડિતો જેવા દાવા કરતા નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન તરીકે તે જ કપાસના વેપારીઓની લૂંટને રોકવામાં નિષ્ફળ સાબિત થયા છે.

બોટાદ APMCમાં ચાલતી ‘કળદા’ પ્રથા જેમાં વેપારીઓ અને અધિકારીઓ ખેડૂતોની ઉપજમાંથી માટી-કચરાના નામે વજન કાપીને તેમની મહેનતને લૂંટી લે છે આ મોદી સરકારની નીતિઓની હકીકત છે. 2010 માં મુખ્યમંત્રી તરીકે મોદીએ વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને કપાસ નિકાસબંધીના ‘કિસાન વિરોધી’ નિર્ણય માટે તીખો પ્રહાર કર્યો હતો, ત્યારે તેઓ ક્યારેય વિચાર્યા નહોતા કે આજે તેમની જ સરકાર ખેડૂતોને રૂ. 2000કરોડથી વધુનું નુકસાન પહોંચાડશે!

બોટાદના કપાસ ખેડૂતોનું કહેવું છે કે ‘સફેદ સોનું’ કપાસ આજે વરસાદ અને આયતના કારણે નહીં, પરંતુ મોદીની નીતિઓ અને વેપારીઓની મદદથી ‘કાળું’ બની ગયું છે.

2010માં મોદીએ મનમોહને પત્ર લખીને કહ્યું હતું કે કપાસ નિકાસબંધીથી ગુજરાતના ખેડૂતોને રૂ.2000 કરોડનું નુકસાન થયું છે. પણ આજે? મોદીની કેન્દ્ર સરકારે કપાસના MSPમાં વધારો કર્યો નથી, નિકાસ પર પ્રતિબંધો લગાવ્યા છે અને APMCમાં કળદા જેવી લૂંટને ચાલુ રાખી છે. આ તો સ્પષ્ટ બેઇમાની છે! મોદીએ જવાબ આપવો જોઈએ તમે તો મનમોહને જવાબદાર ઠેરવતા હતા, આજે તમારી જ સરકાર કેમ ખેડૂતોની લૂંટને બચાવી રહી છે?

2010ના પત્રની યાદ અને આજની વાસ્તવિકતા

આ વિવાદની શરૂઆત 8 ઓક્ટોબરે થઈ, જ્યારે એક ખેડૂતનો વીડિયો વાયરલ થયો જેમાં કળદા પ્રથાને ખેડૂતોની ‘લૂંટ’ તરીકે દર્શાવવામાં આવી. AAPના આગેવાનીમાં હજારો ખેડૂતોએ 10 ઓક્ટોબરે હલ્લાબોલ કર્યો, જેમાં પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે તીવ્ર ઘર્ષણ પણ થયું. 12 ઓક્ટોબરે APMCએ કળદા પ્રથા બંધ કરવાની જાહેરાત કરી, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે આ માત્ર કાગળ પરની વાત છે વેપારીઓ અને BJPના સ્થાનિક નેતાઓની મદદથી લૂંટ ચાલુ જ છે.આ બધું યાદ અપાવે છે 2010ની તે ઘટના, જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 24 એપ્રિલે વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખ્યો હતો. પત્રમાં મોદીએ લખ્યું હતું “કપાસની નિકાસબંધી, એક્સપોર્ટ ડ્યુટી અને લાયસન્સ પ્રથાથી ગુજરાતના લાખો ખેડૂતોને એક મહિનામાં રૂ. 2000 કરોડનું જંગી નુકસાન થયું છે. કેન્દ્રીય મંત્રાલયો વચ્ચે સંકલનનો અભાવ છે અને આ નિર્ણય મુઠ્ઠીભર ટેક્સટાઇલ વ્યાપારીઓના લાભ માટે લેવામાં આવ્યો છે. વડાપ્રધાને જાતે તપાસ કરવી જોઈએ કે આની પાછળ કોણ જવાબદાર છે!” મોદીએ ત્યારે એમ પણ કહ્યું હતું કે કાપડ, વાણિજ્ય, કૃષિ અને નાણા મંત્રાલયો વચ્ચે ‘બેકસૂત્રતા’ છે અને રાજ્ય સરકારો સાથે પરામર્શ કર્યો જ નથી.પરંતુ આજે, વડાપ્રધાન તરીકે મોદીની સરકાર પર તે જ આરોપો લાગે છે! કપાસના MSPમાં નજીવો વધારો, નિકાસ પર અણધારી પ્રતિબંધો અને APMCમાં વેપારીઓને ખુલ્લી છૂટ આ બધું ખેડૂતોને બરબાદ કરી રહ્યું છે.

મોદીએ 2010માં મનમોહને ‘કિસાન વિરોધી’ કહ્યા, પણ આજે તેમની સરકારે કપાસ ખેડૂતોને ઠગવાનું શરૂ કર્યું છે. કળદા પ્રથા બંધ કરવાની જાહેરાત કરીને પણ BJPના વેપારી મિત્રોને રક્ષણ આપવામાં આવે છે. આ તો સ્પષ્ટપણે બેઇમાની અને ખેડૂત વિરોધી વલણ છે!

ખેડૂતો કહી રહ્યા છે કે, કપાસના કિસાનોને તમારી સરકારે બરબાદ કર્યા. કળદા બંધ ન થાય તો આંદોલન રાજ્યભરમાં ફેલાશે!”આ વિવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ ખુલ્લી રહી છે, જે BJPના કેન્દ્રીય નેતૃત્વની નીતિઓને કારણે ખેડૂતોના આક્રોશનો ભોગ બની રહી છે. જો મોદી સરકારે તાત્કાલિક MSP વધારો, કળદા પ્રથા પર કડક કાર્યવાહી અને નિકાસ પ્રતિબંધો હટાવવાની જોગવાઈ ન કરી, તો આ આંદોલન ચૂંટણીના મુદ્દા તરીકે ઉભરી શકે છે.

આ પણ વાંચો:

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Related Posts

Gujarat News: ખેતી બરબાદી તરફ, ભાજપ સરકાર અને કુદરતનો કેર
  • October 30, 2025

 Gujarat News: નવરાત્રી પહેલા, નવરાત્રી દરમિયાન, દિવાળી સમયે અને દિવાળી પછી એમ 4 વખત કમોસમી વરસાદ ગુજરાતમાં થયો છે. તેમાં અનાજ, કઠોળ, કપાસ, તેલીબિયાંના સાથે 1 કરોડ 20 લાખ 57…

Continue reading
RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gold Ban: ઉત્તરાખંડથી ગુજરાત સુધી પ્રસરી ઝુંબેશ, હવે સોનુ ખરીદવાનું બંધ!, જાગૃતિ અભિયાનનો ઠેરઠેર પ્રારંભ!

  • October 31, 2025
  • 4 views
Gold Ban: ઉત્તરાખંડથી ગુજરાત સુધી પ્રસરી ઝુંબેશ, હવે સોનુ ખરીદવાનું બંધ!, જાગૃતિ અભિયાનનો ઠેરઠેર પ્રારંભ!

 Russia- America:રશિયા બાદ હવે,અમેરિકા પરમાણુ પરીક્ષણો કરશે ટ્રમ્પે કહ્યું,”દુનિયામાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો અમારી પાસે છે!”

  • October 31, 2025
  • 7 views
 Russia- America:રશિયા બાદ હવે,અમેરિકા પરમાણુ પરીક્ષણો કરશે ટ્રમ્પે કહ્યું,”દુનિયામાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો અમારી પાસે છે!”

Junagadh: ‘જંગલના રસ્તા પર વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી’, શું ગિરનારની લીલી પરિક્રમા બંધ રહેશે?, જાણો

  • October 31, 2025
  • 6 views
Junagadh: ‘જંગલના રસ્તા પર વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી’, શું ગિરનારની લીલી પરિક્રમા બંધ રહેશે?, જાણો

India Women Cricket Semi Final: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો;ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી ફાઇનલમાં કર્યો પ્રવેશ,હવે,આફ્રિકા સામે ટકરાશે

  • October 31, 2025
  • 11 views
India Women Cricket Semi Final: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો;ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી ફાઇનલમાં કર્યો પ્રવેશ,હવે,આફ્રિકા સામે ટકરાશે

PM Modi in Gujarat: ગુજરાતમાં PM નરેન્દ્ર મોદીની હાજરી છતાં ભાજપમાં ભંગાણ યથાવત !રાજકોટમાં ભાજપને આ નેતાઓએ કર્યું અલવિદા!

  • October 31, 2025
  • 13 views
PM Modi in Gujarat: ગુજરાતમાં PM નરેન્દ્ર મોદીની હાજરી છતાં ભાજપમાં ભંગાણ યથાવત !રાજકોટમાં ભાજપને આ નેતાઓએ કર્યું અલવિદા!

UP News: નામ ‘મમતા’ પણ મમતાનો છાંટોય નહીં! પહેલા લીધી 40 લાખની વીમા પોલીસી, પછી એકના એક પુત્રને પતાવી દેવા બનાવ્યો પ્લાન

  • October 30, 2025
  • 13 views
UP News: નામ ‘મમતા’ પણ મમતાનો છાંટોય નહીં! પહેલા લીધી 40 લાખની વીમા પોલીસી, પછી એકના એક પુત્રને પતાવી દેવા બનાવ્યો પ્લાન