Boycott of Pak name in India: મીઠાઈઓના નામમાંથી ‘પાક’ શબ્દ હટાવાયો, શું પહેલગામનો બદલો લેવાઈ ગયો?

  • India
  • May 25, 2025
  • 0 Comments

Boycott of Pak name in India: ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના તણાવ, ખાસ કરીને પહેલગામ આતંકી હુમલા અને ભારતીય સેનાના ‘ઓપરેશન સિંદૂર’ બાદ, રાજસ્થાનની રાજધાની જયપુરની મીઠાઈની અનેક દુકાનદારોએ તેમની મીઠાઈઓના નામમાંથી ‘પાક’ શબ્દ હટાવીને તેના સ્થાને ‘શ્રી’ કે ‘ભારત’ જેવા શબ્દો ઉમેર્યા છે. આ ફેરફારને દુકાનદારો દેશભક્તિની અભિવ્યક્તિ ગણાવી રહ્યા છે, પરંતુ ખરેખર આને દેશ ભક્તિ કે આંધળીભક્તિ કે પછી અણસમજ રહેવાય તેવા સવાલ થઈ રહ્યા છે. લોકોએ આંધળી ભક્તિ કરતા પહેલા શબ્દનો અર્થ જાણે છે ખરા?

‘પાક’ શબ્દનું ભાષાકીય અને સાંસ્કૃતિક મહત્વ

પહેલગામ આતંકવાદી હુમલા બાદ લોકોમાં પાકિસ્તાન પ્રત્યે રોષની લાગણી છે અને તે સ્વાભાવિક પણ છે. પરંતુ આપણે પાક શબ્દનો અર્થ માત્ર પાકિસ્તાન જ સમજીને તેનો બહિષ્કાર કરવો કેટલો યોગ્ય ? “પાક” શબ્દ સંસ્કૃતના “पच्” (પચ્) ધાતુમાંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ “પકાવવું”, “શુદ્ધ કરવું” અથવા “પરિપક્વ થવું” થાય છે. જ્યારે ફારસીમાં તેનો અર્થ ‘પવિત્ર’ કે ‘શુદ્ધ’ થાય છે. તેમજ પાક શબ્દનો અર્થ ઊપજ, ઉત્પન્ન, નીપજ વગરે ખેતી માટે વપરાય છે.

‘મૈસૂર પાક’ નો ઉદભવ 19મી સદીમાં થયો

ભારતીય રસોઈ પરંપરામાં, ખાસ કરીને મીઠાઈઓના સંદર્ભમાં, ‘પાક’ શબ્દનો ઉપયોગ ચીનીની ચાસણી, ઘી કે દૂધમાં પકાવેલી મીઠાઈઓ માટે થાય છે. ઉદાહરણ તરીકે, ‘મૈસૂર પાક’ એ દક્ષિણ ભારતની એક પ્રખ્યાત મીઠાઈ છે, જેનું નામ 19મી સદીમાં મૈસૂરના શાહી રસોડામાં ખાનસામા કાકસુરા મદપ્પાએ રાખ્યું હતું. આ શબ્દનો પાકિસ્તાન દેશ સાથે કોઈ સીધો સંબંધ નથી, છતાં આજના રાજકીય અને ભાવનાત્મક માહોલમાં ‘પાક’ શબ્દને પાકિસ્તાન સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.

શું દેશભક્તિનું પ્રદર્શન ભાષા અને સંસ્કૃતિના મૂળને નષ્ટ કરવાની કિંમતે થવું જોઈએ?

પાક શબ્દનો ઉદ્દભવ પાકિસ્તાનની રચના (1947)થી ઘણો પહેલાંનો છે. દેશભક્તિ બતાવવા માટે ભાષાને નિશાન બનાવવી એ બિનજરૂરી અને ખતરનાક પગલું છે. ત્યારે આ નિર્ણય શું ખરેખર દેશભક્તિનું પ્રતીક છે, કે પછી ભારતીય ભાષા અને સંસ્કૃતિની વિરાસત પર એક બિનજરૂરી હસ્તક્ષેપ? ‘પાક’નો અર્થ માત્ર પાકિસ્તાન સાથે સરખાવવો કેટલું યોગ્ય કહેવાય? આ પ્રશ્ન હવે ચર્ચાના કેન્દ્રમાં છે. આ રીતે નામ બદલવાથી આપણે આપણી જ સંસ્કૃતિને નબળી પાડીએ છીએ .શું દેશભક્તિનું પ્રદર્શન ભાષા અને સંસ્કૃતિના મૂળને નષ્ટ કરવાની કિંમતે થવું જોઈએ?

શું હવે ખેતીમાં વપરાતા પાક શબ્દ માટે પણ નવું નામ લવાશે ?

‘પાક’ શબ્દનો ઉપયોગ ફક્ત મીઠાઈઓના નામોમાં જ નહીં, પરંતુ ભારતીય ભાષાઓ, સાહિત્ય અને સંસ્કૃતિમાં ઊંડે સુધી જડેલો છે. આવા ફેરફારો ભાષાની શુદ્ધતા અને સાંસ્કૃતિક વિવિધતા પર કેવી અસર કરશે, તે આવનારો સમય જ બતાવશે. આ નામ બદલવાનો નિર્ણય ક્યાંયને ક્યાંક રાજકીય તણાવને કારણે તેમજ સરકારને ખુશ કરવા માટે અને પોતે કેટલા અંધભક્ત છે કે નામનો સાચો અર્થ જાણ્યા વગર જ નામનો બહિષ્કાર કરે છે. ત્યારે અહીં સવાલ તે થાયછે કે પરંપરાગત મીઠાઈઓ જેવી કે મોતી પાક, આમ પાક, મૈસૂર પાક, ગોંદ પાક, અને સ્વર્ણ ભસ્મ પાકના નામ બદલીને અનુક્રમે મોતી શ્રી, આમ શ્રી, મૈસૂર શ્રી, ગોંદ શ્રી, અને સ્વર્ણ ભસ્મ શ્રી કર્યા છે. કેટલીક દુકાનોએ અંજીર પાકને અંજીર ભારત નામ આપ્યું છે. દુકાનદારોનું કહેવું છે કે આ પગલું ભારત-પાકિસ્તાન તણાવના જવાબમાં લેવામાં આવ્યું છે, જેથી ‘પાક’ શબ્દ, જે સાંભળવામાં પડોશી દેશ પાકિસ્તાન સાથે સામ્યતા ધરાવે છે, તેને હટાવીને દેશભક્તિનો સંદેશ આપવામાં આવે. ત્યારે હવે શું ખેતીમાં પાક શબ્દનો ઉપયોગ થાયછે તેના માટે પણ નવું નામ આપવામાં આવશે ? આવી રીતે નામનો બહિષ્કાર કરવાથી પહેલગામનો બદલો લેવાઈ જશે?

આ પણ વાંચો:

Taj Mahal ને RDX થી ઉડાવી દેવાની ધમકી, પોલીસ એક્શન મોડમાં

India Economy: જાપાનને પાછળ છોડી વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું ભારત: નીતિ આયોગના સીઈઓ સુબ્રમણ્યમ

Gujarat માં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા ?

Vadodara: નશામાં ટલ્લી PSI એ 3 વાહનને લીધા અડફેટે, કારમાંથી મળી દારૂની બોટલો

Kadi અને Visavadar બેઠકની પેટાચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે મતદાન

પૂર્વ CM મોદીના પહેલા મંત્રી મંડળના નેતાઓ ખતમ થયાં કે કરી દેવાયાં?। કાલચક્ર ભાગ 3 | KAAL CHAKRA

Gujarat MGNREGA scam : કૌભાંડને દબાવવામાં કલેકટર નેહા કુમારીની શું ભુમિકા? કોંગ્રેસ મુદ્દાને ડાયવર્ટ કેમ કરવા માંગે છે ?

બનાસકાંઠા સરહદેથી BSF એ ઘુસણખોરને ઠાર માર્યો, કચ્છમાંથી એક જાસૂસની ધરપકડ

IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, શુભમન ગિલ બન્યો નવો કેપ્ટન

ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?

Accident: અમદાવાદથી ભીલવાડા જતી લક્ઝરીએ મારી પલટી, 3ના મોત, ઘણાને ઈજાઓ

Surat: એમેઝોન પ્રાઇમ ફ્રેન્ચાઇઝી મેળવવા માટે બેંક લૂંટી, આ રીતે પોલીસે આરોપીને ઝડપ્યો

પ્રખ્યાત અભિનેતા Mukul Dev નું 54 વર્ષની વયે અવસાન, ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું

  • Related Posts

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
    • October 29, 2025

    UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

    Continue reading
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન
    • October 29, 2025

    Lucknow: લખનૌમાં એક ભયાનક લવસ્ટોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે પોલીસ લાઈનમાં સફાઈ કામદાર પ્રદીપ ગૌતમ, તેની 28 વર્ષીય પત્ની ચાંદની અને તેના 22 વર્ષીય પ્રેમી બચ્ચા લાલની હત્યાના આરોપમાં ધરપકડ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    • October 29, 2025
    • 3 views
    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    • October 29, 2025
    • 2 views
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    • October 29, 2025
    • 6 views
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 15 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 21 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 23 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ