Summons Gautam Adani: લાંચ કેસમાં અમેરિકાની કોર્ટે મોકલેલું સમન્સ અદાણી સુધી કેમ ના પહોંચ્યું?

  • India
  • June 29, 2025
  • 0 Comments

US court summons Gautam Adani: અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)એ ન્યૂયોર્કની પૂર્વીય જિલ્લા કોર્ટને જણાવ્યું છે કે ભારતના અધિકારીઓએ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ફેડરલ સિક્યોરિટીઝ ઉલ્લંઘનના કેસમાં હજુ સુધી સમન્સ આપ્યું નથી. આ માહિતી ઇન્ડિયા ટુડેએ મેળવેલા ન્યૂયોર્કની કોર્ટમાં SEC દ્વારા દાખલ કરાયેલી સ્ટેટસ રિપોર્ટમાંથી સામે આવી છે. ત્યારે હવે અમેરિકાએ ફેબ્રુઆરીમાં મોકલેલું સમન્સ ગૌતમ અદાણીને ન પહોંચતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. ચર્ચા થઈ રહી છે કે અમેરિકાએ મોકલું સમન્સ દિલ્હી સુધી આવ્યું. ત્યાથી ગાંધીનગર મોકલવામાં ઘણું મોડું થઈ ગયું અને ગાંધીનગરમાં આવ્યા પછી પણ ગૌતમ અદાણી સુધી સમન્સ પહોંચ્યું નથી.

સમન્સમાં વિલંબ થતા્ લાંચ કેસ ચલાવવામાં મુશ્કેલી

SEC એ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ભારત સરકારને ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણીને સમન્સ મોકલવા માટે સહાયની વિનંતી કરી હતી. જોકે 4 મહિના વીતી ગયા હોવા છતાં ભારતીય અધિકારીઓએ હજુ સુધી આ સમન્સ ગૌતમ અદાણી સુધી પહોંચાડ્યું નથી. માર્ચ મહિનાની શરૂઆતમાં ભારતના કાયદા અને ન્યાય મંત્રાલયે SECના સમન્સને અમદાવાદની જિલ્લા અને સત્ર અદાલતમાં મોકલ્યું હતુ, પરંતુ SECને એવી કોઈ પુષ્ટિ મળી નથી કે આ સમન્સ કોર્ટ દ્વારા આગળ મોકલવામાં આવ્યું છે કે નહીં.

આ વિલંબના કારણે અમેરિકન કોર્ટમાં કેસ ચલાવવામાં અડચણ આવી રહી છે. આગામી સ્ટેટસ રિપોર્ટ 11 ઓગસ્ટ સુધીમાં દાખલ કરવાનો છે.

આરોપો શું છે?

આ કેસ ગૌતમ અદાણી અને સાગર અદાણી સામેના આરોપો પર કેન્દ્રિત છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમણે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ વિશે ખોટા અને ભ્રામક નિવેદનો આપીને ફેડરલ સિક્યોરિટીઝ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. આરોપો અનુસાર ગૌતમ અદાણી, સાગર અદાણી અને અન્ય છ વ્યક્તિઓએ 20 વર્ષમાં 2 અબજ યુએસ ડોલરનો નફો મેળવવા અને ભારતના સૌથી મોટા સોલર એનર્જી પ્લાન્ટ પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને લગભગ 265 મિલિયન યુએસ ડોલરની રિશ્વત આપવાની સહમતિ દર્શાવી હતી. SECએ આ મામલાની તપાસ અને કાયદેસર કાર્યવાહી માટે અમેરિકામાં કાનૂની પગલાં શરૂ કર્યા છે.

હેગ સર્વિસ કન્વેન્શન હેઠળ પ્રયાસો

સમન્સની પ્રક્રિયાને સરળ બનાવવા માટે, SECએ ભારતના કાયદા અને ન્યાય મંત્રાલયનો સંપર્ક કર્યો હતો, જે હેગ સર્વિસ કન્વેન્શન હેઠળ કાર્ય કરે છે. આ એક આંતરરાષ્ટ્રીય સંધિ છે, જે આંતરરાષ્ટ્રીય ન્યાયિક દસ્તાવેજોના વિતરણને નિયંત્રિત કરે છે. જોકે, ભારતીય અધિકારીઓ દ્વારા હજુ સુધી ગૌતમ અદાણીને સમન્સ આપવામાં આવ્યું નથી.

અદાણી ગ્રૂપનો ઇનકાર

આ ઘટનાક્રમ ગૌતમ અદાણીએ અદાણી ગ્રૂપની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં અમેરિકના આરોપોનો ઇનકાર કર્યાના એક દિવસ બાદ સામે આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ગ્રૂપના કોઈપણ વ્યક્તિ પર અમેરિકન અધિકારીઓ અથવા SEC દ્વારા રિશ્વતખોરીના આરોપો અંગે ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA)નું ઉલ્લંઘન કરવાનો કે ન્યાયમાં અડચણ ઊભી કરવાનો આરોપ નથી. અદાણી ગ્રીન એનર્જી સંબંધિત તપાસનો ઉલ્લેખ કરતાં ગૌતમ અદાણીએ કહ્યું કે દબાણ હોવા છતાં ગ્રૂપ મક્કમ રહ્યું છે.

આ પણ વાંચો:
 

Related Posts

UP: હાથથી દબાવી સાપને મારી નાખ્યો, પછી યુવકના કેવા થયા હાલ?
  • August 18, 2025

UP: ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. અહીંના એક ગામમાં ઘરમાં સૂતેલા એક યુવાન પાસે સાપ આવી ચઢ્યો હતો. જેથી ગભરાયેલા યુવકે સાપનું મોં પોતાના હાથથી…

Continue reading
UP: યુવકે બ્રિટિશ નાગરિક બની યુવતીને છેતરી, અશ્લીલ વીડિયો વાયરલ થવાની ધમકીથી યુવતીએ જીવન ટુંકાવ્યું
  • August 18, 2025

UP: ગોલા પોલીસ સ્ટેશન વિસ્તારની એક યુવતીએ પોતાનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી. તેને બે મહિના પહેલા તેને સોશિયલ મીડિયા દ્વારા એક યુવાન સાથે મિત્રતા કરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: હાથથી દબાવી સાપને મારી નાખ્યો, પછી યુવકના કેવા થયા હાલ?

  • August 18, 2025
  • 5 views
UP: હાથથી દબાવી સાપને મારી નાખ્યો, પછી યુવકના કેવા થયા હાલ?

UP: યુવકે બ્રિટિશ નાગરિક બની યુવતીને છેતરી, અશ્લીલ વીડિયો વાયરલ થવાની ધમકીથી યુવતીએ જીવન ટુંકાવ્યું

  • August 18, 2025
  • 4 views
UP: યુવકે બ્રિટિશ નાગરિક બની યુવતીને છેતરી, અશ્લીલ વીડિયો વાયરલ થવાની ધમકીથી યુવતીએ જીવન ટુંકાવ્યું

UP: 10 વર્ષના પિતરાઈ ભાઈનું અપહરણ કર્યું, પકડાઈ જવાના ડરથી માસૂમને મારી નાખ્યો, પોલીસે એન્કાઉન્ટરમાં આરોપીને બંન્ને પગમાં ગોળી મારી

  • August 18, 2025
  • 4 views
UP: 10 વર્ષના પિતરાઈ ભાઈનું અપહરણ કર્યું, પકડાઈ જવાના ડરથી માસૂમને મારી નાખ્યો, પોલીસે એન્કાઉન્ટરમાં આરોપીને બંન્ને પગમાં ગોળી મારી

Rajasthan: ડ્રમમાં પતિનો મૃતદેહ, ઓગળવા માટે મીઠું નાખ્યું, પત્ની-બાળકો ઘરમાલિકના પુત્ર સાથે ફરાર

  • August 18, 2025
  • 12 views
Rajasthan: ડ્રમમાં પતિનો મૃતદેહ, ઓગળવા માટે મીઠું નાખ્યું, પત્ની-બાળકો ઘરમાલિકના પુત્ર સાથે ફરાર

GST News: GST મામલે ગોદી મીડિયાના સુત્રો મોદી કરતા મોખરે!

  • August 18, 2025
  • 16 views
GST  News: GST મામલે ગોદી મીડિયાના સુત્રો મોદી કરતા મોખરે!

visits India: ચીની વિદેશ મંત્રી વાંગ યીની ભારતની મુલાકાતે, શું સીમા વિવાદ ઉકેલાશે?

  • August 18, 2025
  • 22 views
visits India: ચીની વિદેશ મંત્રી વાંગ યીની ભારતની મુલાકાતે, શું સીમા વિવાદ ઉકેલાશે?