
Budget: ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે આજે ગાંધીનગર ખાતે તા.18મી ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું ₹ 4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું.
આ સાથેજ કનુભાઈએ સતત પાંચમી વખત બજેટ રજૂ કર્યુ છે, મહત્વનું છે કે વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરાયું છે. ત્યારે રમતગમત મંત્રાલય માટે 2,006 કરોડ અને પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 3,090 કરોડ એમ કુલ 5,096 કરોડની ફાળવણી કરાઈ છે.
■સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ ₹૭૦૮૬ કરોડની જોગવાઇ
નાણાંમંત્રીએ કહ્યુ કે “સમાજના જરૂરિયાતમંદ વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવો એ અમારી સરકારની પ્રાથમિકતા છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ, પાત્રતા ધરાવતી તમામ વ્યક્તિઓને સરળતાથી પહોંચાડવા અમે પ્રતિબદ્ધ છીએ.”
• પી.એમ.યશસ્વી પ્રિ-મેટ્રીક અને પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિકસતી જાતિના અંદાજે ૯ લાખ ૭૫ હજાર વિદ્યાર્થીઓ માટે ₹૬૩૦ કરોડની જોગવાઇ.
• પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અને વિકસતી જાતિના અંદાજે ૩૬ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા ₹૬૧૭ કરોડની જોગવાઇ.
• અનુસૂચિત જાતિના આશરે ૧ લાખ ૪૫ હજાર વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના માટે ₹૨૯૬ કરોડની જોગવાઇ.
• વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્ચ અભ્યાસ અર્થે ૪ ટકાના દરે વ્યક્તિદીઠ ₹૧૫ લાખ સુધીની લોન આપવા ₹૧૩૫ કરોડની જોગવાઇ.
• સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-૯માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગની ૧ લાખ ૫૯ હજાર વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે સાયકલ આપવા ₹૭૩ કરોડની જોગવાઇ.
• ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અંદાજે ૧ લાખ ૭૦ હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા ₹૨૪ કરોડની જોગવાઇ.
• અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટેની આદર્શ નિવાસી શાળાઓ પૈકી ૦૫ શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહના વર્ગો ચાલુ કરવા તથા અત્યાધુનિક લેબોરેટરી સ્થાપવામાં આવશે.
• દિવ્યાંગજનો માટેની સંત સુરદાસ યોજના તેમજ વિવિધ આર્થિક સહાય યોજના હેઠળ કુલ ₹૨૪૯ કરોડની જોગવાઇ.
• નિરાધાર બાળકો માટેની પાલક માતા-પિતા યોજના હેઠળ ₹૮૩ કરોડની જોગવાઇ.
• દિવ્યાંગજનોને મોટરાઇઝડ ટ્રાયસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવા ₹૬૦ કરોડની જોગવાઇ.
• રાજ્યના ૩૪ જિલ્લાઓમાં નશામુક્તિ સેન્ટર અને રાજ્ય કક્ષાએ સ્ટેટ સેલ સ્થાપવા ₹૧૫ કરોડની જોગવાઇ.
• બૌદ્ધિક અસમર્થતા, ઓટીઝમ દિવ્યાંગતા ક્ષેત્રે ડે-કેર તથા રહેણાકની સુવિધા સાથે શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા માટે ₹૬ કરોડની જોગવાઇ.
• અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓ નિગમો હેઠળ ચાલતી શૈક્ષણિક લોન તથા સ્વરોજગારલક્ષી લોન યોજનાના તથા દિવ્યાંગજનો માટે ચાલતી સ્વરોજગાર યોજનાના કુલ ૧૯ હજાર લાભાર્થીઓ માટે ₹૭૯૩ કરોડની જોગવાઇ.
• અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને બેન્ક મારફતે વાહન, સ્વરોજગારી તેમજ ઉચ્ચ અભ્યાસ માટે લીધેલ લોન પર ૬ ટકા સબસિડી આપવા ₹૨૫ કરોડની જોગવાઇ.
• આવાસ યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો તથા વિચરતી-વિમુક્ત જાતિઓના અંદાજિત ૨૪ હજારથી વધુ લાભાર્થીઓને મકાન સહાય માટે ₹૩૭૫ કરોડની જોગવાઇ.
• અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના આશરે ૫૩ હજાર લાભાર્થીઓને મળતી મફત (પોષણ) તબીબી સહાય યોજના અંતર્ગત ₹૧૪૩ કરોડની જોગવાઇ.
■આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ₹૫૪૨૫ કરોડની જોગવાઇ
વનબંધુઓના સામાજિક સશક્તિકરણ અને આર્થિક ઉત્કર્ષ માટે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જનજાતિય કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર મક્કમપણે આગળ વધી રહી છે.
• અંદાજે ૨ લાખ ૩૫ હજાર વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિનો લાભ આપવા ₹૯૦૯ કરોડની જોગવાઇ.
• ૬૬૫ આશ્રમ શાળાઓના ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹૫૯૫ કરોડની જોગવાઇ.
• સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે ₹૬૭૯ કરોડની જોગવાઇ.
• ૧૭૬ સરકારી કુમાર-કન્યા છાત્રાલયો અને ૮૯૩ ગ્રાન્ટ ઈન એઈડ એમ કુલ ૧૦૬૯ છાત્રાલયોના ૭૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹૩૨૭ કરોડની જોગવાઇ.
• ૧૦ ઈ.એમ.આર.એસ., ૪૩ જી.એલ.આર.એસ., ૧૨ મોડેલ શાળાઓ તથા ૨ સૈનિક શાળાઓના અંદાજે ૨૭ હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે ₹૨૦૪ કરોડની જોગવાઇ.
• પ્રિ-મેટ્રિકના કુલ ૧૧ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવા
₹૧૩૮ કરોડની જોગવાઇ.
• ૭૪ આદર્શ નિવાસી શાળાઓના અંદાજે ૧૨ હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે
₹૧૩૪ કરોડની જોગવાઇ.
• ધો. ૧ થી ૮ ના અંદાજે ૧૦ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ₹૯૮ કરોડની જોગવાઇ.
• નર્મદા જિલ્લાના રાજપીપળા મુકામે બિરસામુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે
₹૩૪ કરોડની જોગવાઇ.
• અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના માટે ₹૨૬ કરોડની જોગવાઇ.
• આદિજાતિ વ્યકિતઓને જાતિ પ્રમાણપત્રના માન્યતા પ્રમાણપત્ર ઝડપથી મળી રહે તે માટે વિભાગીય વિશ્લેષણ સમિતિનું વિસ્તૃતિકરણ અને સુદ્રઢિકરણ કરવાનું આયોજન.
• મુખ્યમંત્રી આદિમજૂથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૨૫ કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના માટે ₹૧૧૧ કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૦૦ કરોડની જોગવાઇ.
• સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ હેઠળ ₹૬૫ કરોડની જોગવાઇ.
• કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે ₹૪૨ કરોડની જોગવાઇ.
• અનુસૂચિત જનજાતિના પરિવારો માટે આજીવિકા ઉપાર્જન કરવા ₹૪૦ કરોડની જોગવાઇ.
• આદિજાતિ ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ આધારિત વાડી સહાય માટે ₹૩૦ કરોડની જોગવાઇ.
• રવિ ઋતુ માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
• આદિજાતિ વિસ્તારના ગામોમાં મોબાઇલ કનેક્ટીવીટી સુદ્રઢ કરવા નવા મોબાઇલ ટાવર ઉભા કરવા ₹૨૫ કરોડની જોગવાઇ.
• યુવક-યુવતીઓને વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર મારફતે રોજગારલક્ષી તાલીમ માટે
₹૧૨ કરોડની જોગવાઇ.
• ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત ₹૨૦૦ કરોડની જોગવાઇ.
• દૂધ સંજીવની યોજના અંતર્ગત ₹૨૦૦ કરોડની જોગવાઇ.
• વ્યકિતગત આવાસ યોજના અંતર્ગત ₹૧૪૬ કરોડની જોગવાઇ.
• આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિના તબીબોને સ્પેશ્યાલિટી/મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ/જનરલ નર્સિંગ હોમ/ડિસ્પેન્સરી શરૂ કરવા માટેની સ્વાસ્થ્ય સહાય યોજના માટે કુલ ₹૨૨ કરોડની જોગવાઇ.
• કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના માટે ₹૧૪ કરોડની જોગવાઇ.
■શિક્ષણ વિભાગ માટે કુલ ₹૬૩૧૮૪ કરોડની જોગવાઇ*
અમારી સરકારે “सा विद्या या विमुक्तये”ને ચરિતાર્થ કરતા નીતિગત સુધારા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને વિદ્યાર્થી કેન્દ્રિત યોજનાઓ દ્વારા શિક્ષણને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફ દોરી જવા માર્ગ તૈયાર કરેલ છે.
• મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાગત સુધારણા માટે ₹૩૦૫૫ કરોડની જોગવાઇ.
• નમો લક્ષ્મી યોજના માટે ₹૧૨૫૦ કરોડની જોગવાઇ.
• રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹૮૨૭ કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે ₹૫૯૮ કરોડની જોગવાઇ.
• પી.એમ. પોષણ યોજના અંતર્ગત ૭૪ તાલુકાઓમાં આધુનિક સેન્ટ્રલાઇઝડ કિચન નિર્માણની કામગીરી પ્રગતિમાં છે. જેના માટે ₹૫૫૨ કરોડની જોગવાઇ.
• સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા આર.એમ.એસ.એ. શાળાઓ, મોડેલ અને મોડેલ ડે સ્કૂલના બાંધકામ, રીપેરીંગ, રીનોવેશન તેમજ વધારાના બાંધકામ માટે ₹૩૪૨ કરોડની જોગવાઇ.
• નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે ૨ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા ₹૨૫૦ કરોડની જોગવાઇ.
• જ્ઞાનશક્તિ રેસિડેન્શીયલ સ્કૂલ્સ ઓફ એકસલન્સ માટે ₹૨૨૩ કરોડની જોગવાઇ.
• એસ.ટી. નિગમની બસોમાં મુસાફરી કરતા આશરે ૧૩ લાખ વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન યોજના માટે ₹૨૨૩ કરોડની જોગવાઇ.
• ૩૧ હજાર ૭૯૦ શાળાઓને સ્વચ્છતા સહાયમાં બમણો વધારો કરતા
₹૧૩૫ કરોડની જોગવાઇ.
• ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં એક જ કેમ્પસમાં બાલવાટિકાથી ધોરણ-૧૦ સુધીનું શિક્ષણ પૂરું પાડવા સંકલિત શાળાઓના નવા બાંધકામ માટે ₹૧૨૦ કરોડની જોગવાઇ.
• પ્રાથમિક શાળાના અંદાજે ૫૨ લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા ₹૧૧૯ કરોડની જોગવાઇ.
• પી.એમ.શ્રી યોજનામાં સમાવિષ્ટ ૯૨૬ શાળાઓ માટે કુલ ₹૧૧૪ કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે ૧૮ લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા ₹૧૧૨ કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ અંદાજે ૧ લાખ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹૧૦૦ કરોડની જોગવાઇ.
• દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટ/એસ્કોર્ટ સુવિધા અને સેન્સરી પાર્ક માટે કુલ ₹૯૧ કરોડની જોગવાઇ.
• સરકારી શાળાઓની ધોરણ-૬ થી ૧૨માં અભ્યાસ કરતી અંદાજિત ૯ લાખ ૭૨ હજાર દીકરીઓને સેનેટરી નેપકીન પૂરા પાડવા ₹૪૭ કરોડની જોગવાઇ.
• પી.એમ. પોષણ યોજના અંતર્ગત સેન્ટ્રલાઇઝડ કિચનમાં સમાવિષ્ટ ન હોય તેવી શાળાઓના રસોડામાં વાસણો પૂરા પાડવા ₹૩૨ કરોડની જોગવાઇ.
• રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા અને આશરે ૧૩૨૮ વિદ્યાર્થીઓને લાભ આપવા
₹૧૮ કરોડની જોગવાઇ.
• ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અંતર્ગત સંસ્કૃત નવાચાર યોજના માટે જોગવાઇ.
■શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹૨૯૦૨ કરોડની જોગવાઇ
વિકસિત ગુજરાત@૨૦૪૭ના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે કુશળ માનવબળની સાથે શ્રમયોગીને સામાજિક સુરક્ષા અને કલ્યાણ માટે અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે.
• નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન અંતર્ગત વિકસિત ગુજરાત માટે
₹૨૨૬ કરોડની જોગવાઇ.
• શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ₹૨૦૦ કરોડની જોગવાઇ.
• પી. એમ. સેતુ યોજના અંતર્ગત ₹૨૦૦ કરોડની જોગવાઇ.
• શ્રમિક બસેરા યોજના માટે ₹૧૫૦ કરોડની જોગવાઇ.
• રાજ્યની વિવિધ ૧૬ આઈ.ટી.આઈ.ની નવી બિલ્ડીંગના બાંધકામ માટે ₹૯૭ કરોડની જોગવાઇ.
• સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં જરૂરી યંત્ર સામગ્રીઓ પૂરી પાડવા
₹૮૪ કરોડની જોગવાઇ.
• વિવિધ આઈ.ટી.આઈ.માં માળખાકીય સુવિધા વધારવા તેમજ હયાત આઈ.ટી.આઈ. માં ફાયર સેફ્ટીની સુવિધા માટે ₹૬૪ કરોડની જોગવાઇ.
• ધન્વંતરિ આરોગ્ય રથ યોજના હેઠળ કુલ ₹૬૦ કરોડની જોગવાઇ.
• “નમો કૌશલ્ય લક્ષ્મી યોજના” અંતર્ગત ₹૪૦ કરોડની જોગવાઇ.
• રાજ્યની તમામ સરકારી ITIના ૧ લાખ ૫૦ હજાર તાલીમાર્થીઓને દર વર્ષે
૨ યુનિફોર્મ માટે DBTથી સહાય કરવા ₹૩૦ કરોડની જોગવાઇ.
• મીઠાના અગરિયાઓને આધારકાર્ડ આધારિત યુનિક નંબર સાથેનું આવાસ ફાળવવા ₹૨૫ કરોડની જોગવાઇ.
• સામૂહિક જનતા જૂથ અકસ્માત વીમા યોજના અન્વયે બાંધકામ શ્રમયોગીઓને આકસ્મિક મૃત્યુ માટે ₹૫ લાખની સહાય આપવા ₹૧૨ કરોડની જોગવાઇ.
■ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
• મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત ૯૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹૪૦૦ કરોડની જોગવાઇ.
•૧૬ નવી સરકારી કોલેજો શરૂ કરવા, કાર્યરત ૨૦ કોલેજોના બાંધકામ માટે તેમજ ૮ કાર્યરત કોલેજોમાં વધારાનો નવો પ્રવાહ શરૂ કરવા ₹૧૨૬ કરોડની જોગવાઇ.
•સરકારી કોલેજ તેમજ રાજ્યની યુનિવર્સિટીઓમાં સ્પોર્ટસને લગતી સુવિધાઓના વિકાસ માટે ₹૯૬ કરોડની જોગવાઇ.
•i-Hub, અમદાવાદ અને i-Hub ના ચાર પ્રાદેશિક કેન્દ્રો ખાતે વિવિધ કામગીરી માટે ₹૮૦ કરોડની જોગવાઇ.
•સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે ભૌતિક સંસાધનો, વિવિધ આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શૈક્ષણિક સોફ્ટવેર પૂરા પાડવા માટે ₹૬૭ કરોડની જોગવાઇ.
•એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે હોસ્ટેલ કેમ્પસના વિકાસ માટે બોયઝ હોસ્ટેલના બે નવા બ્લોકના બાંધકામ માટે ₹૫૧ કરોડની જોગવાઇ.
•એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે રિસર્ચ પાર્કના બાંધકામ માટે ₹૫૧ કરોડની જોગવાઇ.
•ઉચ્ચ શિક્ષણની ૧૩૬ સરકારી કોલેજોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરી મરામત, જાળવણી અને સંરક્ષણ સંબંધિત કામગીરી માટે કુલ ₹૪૬ કરોડની જોગવાઇ.
•સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ૨.૦ માટે ₹૪૫ કરોડની જોગવાઇ.
•મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવા ₹૪૫ કરોડની જોગવાઇ.
•કૌશલ્ય સહાય સ્કીમ હેઠળ ઇન્ટર્નશિપ માટે અંદાજિત ૨ લાખ ૧૨ હજાર વિદ્યાર્થીઓને આર્થિક પ્રોત્સાહન આપવા ₹૪૩ કરોડની જોગવાઇ.
•એલ.ઇ. કોલેજ, મોરબી ખાતે માળખાકીય સુવિધાઓ, લેબોરેટરીઝના અપગ્રેડેશન, નવા કોર્સીસ શરૂ કરવા અને સંસ્થાને ઓટોનોમસ દરજ્જો આપવા માટે ₹૩૫ કરોડની જોગવાઇ.
•રાજકોટ ખાતે એન.સી.સી. લીડરશીપ એકેડેમીના બાંધકામ માટે ₹૩૧ કરોડની જોગવાઇ.
•રાજ્યની યુનિવર્સિટીમાં વાઇલ્ડ લાઇફ લર્નિંગ એક્સટેન્શન, એડવાન્સ મટીરિયલ સેન્ટર, સેમી કન્ડકટર, હેરીટેજ, આર્કિયોલોજી, લાઇફ લોન્ગ લર્નિંગ જેવા અભ્યાસક્રમો શરૂ કરવા ₹૨૮ કરોડની જોગવાઇ.
•ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની કોલેજોમાં અભ્યાસ કરતા ૧૯ લાખ ૮૪ હજાર વિદ્યાર્થીઓને યુથ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ માટે આયોજન.
•ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાથે જોડી Industry-ready બનાવવા માટે જોગવાઇ.
•ગુજરાત નેવલ યુનિટ, ભાવનગર ખાતે બોટ હાઉસના નિર્માણ માટે જોગવાઇ.
■આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹૨૫૪૦૩ કરોડની જોગવાઇ
આપણે ત્યાં કહેવત છે કે “પહેલું સુખ તે જાતે નર્યા” આરોગ્ય-તંદુરસ્તીને સાચી સંપતિ અને સુખ માનવામાં આવે છે. આ માટે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીએ યોગથી લઇને આયુષ્યમાન સુધીની સુવિધા સુલભ બનાવી છે. પ્રાથમિક આરોગ્યથી માંડીને સ્પેશ્યાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા અમારી સરકાર પ્રતિબદ્ધ છે.
• પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ(મા યોજના) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે ૨ કરોડ ૭૨ લાખ લોકોને ₹૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર માટે ₹૩૪૭૨ કરોડની જોગવાઇ.
• G.M.E.R.S સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹૧૮૫૧ કરોડની જોગવાઇ.
• આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે ₹૫૦૨ કરોડની જોગવાઇ.
• અમદાવાદ તેમજ સુરત ખાતે બનનારી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તથા કેન્સર, કાર્ડિયાક-ન્યુરો, યુરો-નેફ્રો સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે ₹૫૦૦ કરોડની જોગવાઇ.
• સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા ₹૨૦૦ કરોડની જોગવાઇ.
• ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ તેમજ સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે ₹૧૮૬ કરોડની જોગવાઇ.
• યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને પોરબંદર માટે ₹૧૬૭ કરોડની જોગવાઇ.
• ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ, સિધ્ધપુર, હિંમતનગર અને ગોધરા માટે ₹૧૫૩ કરોડની જોગવાઇ.
• પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે એક હજાર બેડની ક્ષમતાની હોસ્પિટલ માટે
₹૯૦ કરોડની જોગવાઇ.
• છ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ક્લોઝ સિસ્ટમ આઇ.સી.યુ.ની સેવાઓ ઉપલબ્ધ કરાવવા તબીબી સાધનોની ખરીદી કરવા ₹૬૦ કરોડની જોગવાઇ.
• અમદાવાદ ખાતે ન્યુરો, ઓર્થો, સ્પોર્ટસ ઇન્જરી રીહેબીલીટેશન સેન્ટર, ગર્વમેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટ ખાતે ચાલતી ફિઝિયોથેરાપી, ઓર્થોટીક અને પ્રોસ્થેટીક, ઓકયુપેશનલ થેરાપી અને સ્પીચ થેરાપી કોલેજો તેમજ હોસ્ટેલ માટે ₹૫૮ કરોડની જોગવાઇ.
• નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે સ્ટાફ કવાટર્સનું બાંધકામ કરવા ₹૫૩ કરોડની જોગવાઇ.
• સરકારી મેડિકલ કોલેજ, વડોદરા ખાતે હોસ્ટેલનું બાંધકામ કરવા ₹૪૧ કરોડની જોગવાઇ.
• જિલ્લા/પેટા જિલ્લા હોસ્પિટલ ખાતે ડિસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટરની સ્થાપના માટે તબીબી ઉપકરણો વસાવવા ₹૩૬ કરોડની જોગવાઇ.
• અમદાવાદ ખાતે સુપર સ્પેશ્યાલિટી હોસ્ટેલ અને મેસના મકાન માટે ₹૩૫ કરોડની જોગવાઇ.
• ટી.બી.ના દર્દીઓને “Ready to Eat Nutritious snacks” આપવા ₹૩૦ કરોડની જોગવાઇ.
• વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર અને કચ્છ જિલ્લાના ૧૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે ₹૨૮ કરોડની જોગવાઇ.
• જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજના હોસ્પિટલ તથા હોસ્ટેલ બિલ્ડીંગ માટે ₹૨૬ કરોડની જોગવાઇ.
• “હોમ બેઝ્ડ કેર ફોર યંગ ચાઇલ્ડ” યોજના માટે ₹૨૨ કરોડની જોગવાઇ.
• ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, સુરત માટે ₹૧૭ કરોડની જોગવાઇ.
• માતૃબાળ કલ્યાણ સેવાઓ સુદ્રઢ કરવા ૨૫૦ ખિલખિલાટ વાન ખરીદવા
₹૧૬ કરોડની જોગવાઇ.
• સ્કૂલ હેલ્થ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૧૮ વર્ષના બાળકોને આરોગ્ય કાર્ડ આપવાનું આયોજન.
■મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹૭૬૯૦ કરોડની જોગવાઇ*
GYANના ચાર આધાર સ્તંભો પૈકીનો એક સ્તંભ એવી નારીશક્તિની ભૂમિકા આધુનિક સમાજની વિકાસ યાત્રામાં અગત્યની છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા, આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે.
• ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક સહાય માટે ₹૨૮૪૮ કરોડની જોગવાઇ.
• આંગણવાડી કાર્યકર/તેડાગર, મીની આંગણવાડી કાર્યકર બહેનોના માનદવેતન માટે ₹૧૧૨૮ કરોડની જોગવાઇ.
• પૂરક પોષણ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા ₹૯૭૨ કરોડની જોગવાઇ.
• પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓના કુપોષણનાં પ્રમાણમાં ઘટાડો અને હિમોગ્લોબિનના પ્રમાણમાં સુધારો થાય તે માટે પૂર્ણા શક્તિના પેકેટ આપવા
₹૩૬૨ કરોડની જોગવાઇ.
• બે હજાર આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે ₹૩૬૦ કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો દાળ અને એક લિટર ખાદ્યતેલ આપવા માટે ₹૨૮૪ કરોડની જોગવાઇ.
• વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે ₹૨૪૫ કરોડની જોગવાઇ.
• દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફોર્ટીફાઇડ દૂધ આપવા ₹૨૦૫ કરોડની જોગવાઇ.
• પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાઓના ૧૦૬ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને દિવસમાં એક વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસીડ અને કેલ્શિયમની દવા આપવા માટે ₹૮૭ કરોડની જોગવાઇ.
• “પોષણ સંગમ કાર્યક્રમ” માટે ₹૧૬ કરોડની જોગવાઇ.
■અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹૨૮૫૬ કરોડની જોગવાઇ*
• ૭૫ લાખ NFSA કાર્ડધારકોને અન્ન સુરક્ષાની સાથોસાથ પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાહત દરે કઠોળના વિતરણ માટે ₹૮૪૨ કરોડની જોગવાઇ.
• NFSA કાર્ડધારકોને યોજના મુજબ અન્ન પૂરું પાડવા ₹૭૦૦ કરોડની જોગવાઇ.
• “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” અને “પીએનજી/ એલપીજી સહાય યોજના” અંતર્ગત વર્ષમાં ૨ સિલિન્ડર વિનામૂલ્યે રીફીલીંગ કરી આપવા માટે ₹૪૨૫ કરોડની જોગવાઇ.
• રાજ્યના ૮ લાખ અંત્યોદય તથા ૨૪ લાખ બીપીએલ એમ મળી કુલ ૩૨ લાખ લાભાર્થી કુટુંબોને દર માસે રાહતદરે ખાંડના વિતરણ માટે ₹૨૦૮ કરોડની જોગવાઇ.
• NFSA તથા NON-NFSA હેઠળનાં BPL લાભાર્થીઓને જન્માષ્ટમી અને દિવાળીના તહેવાર નિમિત્તે કુટુંબ દીઠ ₹૧૦૦ પ્રતિ લીટરના રાહતભાવે સિંગતેલના વિતરણ માટે ₹૧૧૭ કરોડની જોગવાઇ.
• વાજબી ભાવના દુકાન સંચાલકોને હાલ મળતાં કમિશનમાં વધારો કરીને ₹૧૮૫ પ્રતિ ક્વિન્ટલ કરવા માટે ₹૬૭ કરોડની જોગવાઇ.
• ૭૫ લાખ NFSA લાભાર્થી કુટુંબોને કાર્ડદીઠ ૧ કિલો ડબલ ફોર્ટીફાઈડ મીઠાનું ₹૧ પ્રતિ કિ.ગ્રા.ના અત્યંત રાહતદરે વિતરણ માટે ₹૫૯ કરોડની જોગવાઇ.
• શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગી(નાગલી)ની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ₹૩૦૦ પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસની જોગવાઇ.
• કાનૂની માપવિજ્ઞાન તંત્ર માટે કુલ ૬૭ જેટલા વર્કીંગ સ્ટાન્ડર્ડ લેબોરેટરીના સાધનોની ખરીદી માટે ₹૨૮ કરોડની જોગવાઇ.
• NFSA લાભાર્થીઓને અન્ન પુરવઠો સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા દિઠ એક વાજબી ભાવની દુકાન પર પ્રાયોગિક ધોરણે “Automatic Grain Dispensing Machine-અન્નપૂર્તિ” કાર્યરત કરવા માટેનું આયોજન.
■રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ ₹૨૦૦૬ કરોડની જોગવાઇ*
રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા તથા યુવાનો અને રમતવીરોને પ્રોત્સાહન આપી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે અને તેમની પ્રતિભાનો દેશ અને દુનિયાને પરિચય થાય તેવા આયોજનો અમારી સરકારે સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે.
■રમતગમત ક્ષેત્રે ₹૧૩૩૧ કરોડની જોગવાઇ
• અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા અને SVP સ્પોર્ટસ એન્ક્લેવના વિકાસ માટે ₹૫૦૦ કરોડની જોગવાઇ.
• વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અર્થે ₹૧૬૫ કરોડની જોગવાઇ.
• અમદાવાદ-ગાંધીનગર ખાતે રમતગમતને લગતી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે ₹૧૦૧ કરોડની જોગવાઇ.
• કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા ₹૧૦૦ કરોડની જોગવાઇ.
• ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના નિર્માણ માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
• વૈશ્વિક કક્ષાના હોકી સ્ટેડીયમના નિર્માણ માટે ₹૯૦ કરોડની જોગવાઇ.
■પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે ₹૨૨૬ કરોડની જોગવાઇ
• રાજ્ય રક્ષિત પુરાતત્વીય સ્મારકોના વિકાસ અને સંરક્ષણ માટે ₹૫ કરોડની જોગવાઇ.
■ગ્રંથાલયો માટે ₹૧૮૨ કરોડની જોગવાઇ
• જિલ્લા તથા તાલુકા ગ્રંથાલયોના નિર્માણ માટે ₹૧૨૮ કરોડની જોગવાઇ.
• ૪ સ્માર્ટ જિલ્લા ગ્રંથાલયોના વિકાસ માટેનું આયોજન છે.
• નવરચિત ૧૭ તાલુકા મથકો ખાતે નવા ગ્રંથાલયો શરૂ કરવાનું આયોજન છે.
■યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી
• ગુજરાતની ધરોહરને ઉજાગર કરવા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે ₹૮ કરોડની જોગવાઇ.
• નિયામકશ્રી, અભિલેખાગાર હસ્તકની કચેરીઓના આર્કાઇવલ રેકર્ડના સંરક્ષણ અને પુન: સ્થાપન માટે ₹૩ કરોડની જોગવાઇ.
■માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹૨૯૭૦૯ કરોડની જોગવાઇ
રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલોના માળખાને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. જરૂરિયાત મુજબના તથા ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને હાઈ સ્પીડ કૉરિડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે.
• રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે ₹૧૦૦૦૮ કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે ₹૫૬૦૦ કરોડની જોગવાઇ.
• આદિજાતિ વિસ્તારના રસ્તા અને પુલની કામગીરી માટે ₹૯૫૦ કરોડની જોગવાઇ.
• અલગ અલગ ચાર/છ માર્ગીય બી.ઓ.ટી. પ્રોજેકટ માટે ₹૧૬૩૩ કરોડની જોગવાઇ.
• ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અગત્યના પ્રોજેક્ટ માટે ₹૭૭૪ કરોડની જોગવાઇ.
• ડી.એફ.સી.સી. તથા રેલ્વે ક્રૉસિંગ પર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી અન્વયે ₹૫૦૦ કરોડની જોગવાઇ.
• અમદાવાદ અને ગાંધીનગર ખાતે સરકારી કર્મચારીઓના રહેણાક મકાનો માટે ₹૩૧૨ કરોડની જોગવાઇ.
• વિવિધ જિલ્લાઓમાં સરકારી મકાનોનાં મજબૂતીકરણ અને માળખાગત સુધારણાના કામો માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
• રસ્તાઓ માટે Short Term Maintenance Contract ની કામગીરી માટે ₹૧૫૦ કરોડની જોગવાઇ.
• વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા સેવા સદન અને નવા રચાયેલા ૧૭ તાલુકાઓમાં તાલુકા સેવા સદનનું નિર્માણ કરવા માટે ₹૧૩૮ કરોડની જોગવાઇ.
• પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની કામગીરી માટે ₹૪૦૦ કરોડની જોગવાઇ.
• મુખ્ય રાજ્ય ધોરીમાર્ગો પર સલામતી, સુરક્ષા અને ટ્રાફિક પરિવહન માટે ઇન્ટેલીજન્ટ ટ્રાફિક સિસ્ટમ લાગુ કરવા માટે ₹૪૦ કરોડની જોગવાઇ.
• વ્હાઈટ ટોપીંગ રસ્તાની કામગીરી માટે ₹૩૨ કરોડની જોગવાઇ.
• GARC ભલામણ હેઠળ વિવિધ (બિલ્ડિંગ સાઇનેજ, જાળવણી, સૂચન બોક્સ વગેરે) કામગીરી કરવા માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
• સરકારી મકાનોમાં અનિવાર્ય સેવાઓ માટેના પ્રસ્થાપિત વીજળીકરણના સાધનોની વાર્ષિક મરામત અને જાળવણી માટે ₹૨૦ કરોડની જોગવાઇ.
• સરકારી મકાનોમાં ઊર્જા બચત કરવા જરૂરી ઓટોમેશન સિસ્ટમ કાર્યરત કરવા માટે ₹૧૪ કરોડની જોગવાઇ.
• ગુજરાત રોડ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમના અમલીકરણ અંતર્ગત ડેટા સંગ્રહ માટે
₹૧૦ કરોડની જોગવાઇ.
• રાજ્ય ધોરીમાર્ગો પર ટેકનિકલ ઑડિટ અને ગુણવત્તા નિયંત્રણ માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
• કેશોદ એરપોર્ટથી વિવિધ પ્રવાસન/ધાર્મિક સ્થળો સુધીના રસ્તાઓનું બાંધકામ અને સુધારણા કરવાનું આયોજન.
■શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ ₹૩૩૫૦૪ કરોડની જોગવાઇ
રાજ્યની લગભગ ૪૮%થી વધુ વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે. શહેરીજનોની સુખાકારી અને આજીવિકામાં વધારો થાય અને વધુ સારી જાહેર સુવિધાઓ મળે તેવા અભિગમ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે.
• શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે ₹૧૬ હજાર ૧૧૬ કરોડની જોગવાઇ.
• શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને નાણાકીય સહાય માટે ₹૩૩૫૪ કરોડની જોગવાઇ.
• અમદાવાદ અને સુરત મેટ્રો વિસ્તરણ સહિત ગુજરાત મેટ્રો રેલ પ્રોજેકટ માટે ₹૨૨૧૭ કરોડની જોગવાઇ.
• અમૃત મિશન ૨.૦ હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ વ્યવસ્થા, તળાવોનો વિકાસ અને પરિવહન માળખા માટે ₹૧૯૦૦ કરોડની જોગવાઇ.
• પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) ૨.૦ હેઠળ શહેરી ગરીબોને આવાસ સુવિધા પૂરી પાડવા માટે ₹૧૪૨૦ કરોડની જોગવાઇ.
• શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે નાણાપંચ હેઠળ ₹૧૩૭૬ કરોડની જોગવાઇ.
• અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગુજરાત રેઝિલિયન્ટ સિટીઝ પાર્ટનરશિપ પ્રોગ્રામ તથા AUDA વિસ્તાર માટે પેરી-અર્બન લિવેબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બાહ્ય ભંડોળ માટે ₹૮૦૦ કરોડની જોગવાઇ.
• સ્વચ્છ ભારત મિશન(અર્બન) ૨.૦, નિર્મળ શહેર અને નિર્મળ ગુજરાત ૨.૦ માટે કુલ ₹૫૭૭ કરોડની જોગવાઇ.
• શહેરી વિસ્તારોને રેલ્વે ક્રૉસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવર બ્રિજ/અંડર બ્રિજ બનાવવા માટે ₹૩૫૦ કરોડની જોગવાઇ.
• ઝીરો વેસ્ટ શહેરો – નિર્મળ ગુજરાત ૨.૦ અને પિન્ક ટોઇલેટ માટે કુલ ₹૩૨૯ કરોડની જોગવાઇ.
• સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹૨૩૬ કરોડની જોગવાઇ.
• શહેરી પરિવહનને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી સ્માર્ટ પાર્કિંગ તથા ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
• ૧૨ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના માટે ₹૧૮૦ કરોડની જોગવાઇ.
• ગાંધીનગર ખાતે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી અને રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ ખાતે ડિજિટલ લાઇબ્રેરી બનાવવા કુલ ₹૧૫૦ કરોડની જોગવાઇ.
• દરેક મહાનગરપાલિકામાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને ફ્લાયઓવર નીચે સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે ₹૧૫૦ કરોડની જોગવાઇ.
• રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ ₹૧૫૦ કરોડની જોગવાઇ.
• લોથલ અને અંબાજીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન અપાવવા માળખાગત સુવિધાઓના વિકાસ માટે કુલ ₹૧૪૭ કરોડની જોગવાઇ.
• ભાવનગર, રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં MICE (Meeting, Incentives, Conferences and Exhibitions) ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી નગર નવજીવન યોજના માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
• SG હાઇવેને ગ્રીન શહેરી હાઇવે તરીકે વિકસાવવા માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ.
• શહેરી વિસ્તારોમાં Mission Daily Water Supply અને જીવન ધારા યોજના અંતર્ગત કુલ ₹૧૦૦ કરોડની જોગવાઇ.
• આઇકોનિક અને નવીન પ્રોજેક્ટ દ્વારા શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવવાના હેતુથી અર્બન ચેલેન્જ ફંડ હેઠળ ₹૧૦૦ કરોડની જોગવાઇ.
• સુગમ્ય ઉદ્યાન યોજના, નમો ગૌરવ પાર્ક અને લીનીયર પાર્ક જેવા આઇકોનિક ઉદ્યાનો તથા લેક વોચ અને એર વોચ માટે ₹૯૦ કરોડની જોગવાઇ.
• કેચ ધ રેઇન યોજના માટે ₹૮૦ કરોડની જોગવાઇ.
• અગ્નિ નિવારણ સેવાની આનુષંગિક કામગીરી માટે ₹૭૫ કરોડની જોગવાઇ.
• ૨૪ નવા સબ મોડેલ ફાયર સ્ટેશન તથા ગુજરાત સ્ટેટ ફાયર એકેડમી શરૂ કરવા ₹૫૦ કરોડની જોગવાઇ.
• અફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ યોજના અંતર્ગત ₹૫૦ કરોડની જોગવાઇ.
• ગુજરાત અર્બન એટલાસ હેઠળ મિલકતો અને ઉપયોગિતાઓના GIS મેપિંગ તથા મુખ્ય શહેરી પ્રોજેક્ટ માટે ₹૫૦ કરોડની જોગવાઇ.
• નમો સ્વદેશી અર્બન મોલ અને સ્વદેશી મેળાઓ યોજવા માટે ₹૪૫ કરોડની જોગવાઇ.
• ગિફ્ટ સિટીમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹૪૫ કરોડની જોગવાઇ.
• PM ઈ-બસ યોજના માટે ₹૪૦ કરોડની જોગવાઇ.
■પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹૧૪૮૫૮ કરોડની જોગવાઇ
ગામડાના છેવાડાના માનવીને પણ તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે રાજ્ય સરકારનું લક્ષ્ય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં વસતા પરિવારોને પોતાનું પાકું ઘર પ્રદાન કરવા છેલ્લા ૩ વર્ષમાં ૨ લાખ ૫૨ હજારથી વધુ આવાસોનું નિર્માણ કરેલ છે. તેમજ આગામી વર્ષમાં આશરે ૧ લાખ ૬૦ હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે.
• “ગુજરાત સ્વચ્છ ગામ”, “સ્વસ્થ ગામ યોજના”, “મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન” તથા “નિર્મળ ગુજરાત ૨.૦”ને એકીકૃત કરીને “મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના” હેઠળ ₹૬૫૦ કરોડની જોગવાઇ.
• સક્ષમ ગ્રામ સમૃદ્ધ ગ્રામ હેઠળ ₹૨૬૭ કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના હેઠળ ₹૧૦૦ કરોડની જોગવાઇ.
• ગ્રામ્ય કક્ષાએ બહુઉદ્દેશીય સામાજિક માળખુ ઊભુ કરવા “અટલવાડી” યોજના હેઠળ ₹૬૦ કરોડની જોગવાઇ.
• પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ હેઠળ ₹૫૦ કરોડની જોગવાઇ.
• પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ કુલ ₹૧૭૫૫ કરોડની જોગવાઇ.
• વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન(ગ્રામીણ)
(VB-G RAM G) અંતર્ગત કુલ ₹૧૫૦૦ કરોડનું આયોજન.
• પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના-વોટરશેડ ડેવલપમેન્ટ કમ્પોનન્ટ ૨.૦ હેઠળ ₹૧૨૨ કરોડની જોગવાઇ.
• પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ કેટેગરી-એ માં સમાવિષ્ટ લાભાર્થીઓ માટે રાજ્ય સરકારના ફાળામાંથી(ટોપ-અપ) ₹૯૦ કરોડની જોગવાઇ.
• ૪૦૦ ગામોનું ગ્રે-વોટર સીધેસીધુ તળાવોમાં ભળી જતું અટકાવવા પ્રવાહી કચરાની ટ્રીટમેન્ટ માટે ₹૫૦ કરોડની જોગવાઇ.
• મિશન મંગલમ યોજના હેઠળ લખપતિ દીદીને વ્યાજ સહાય અને પ્રોત્સાહન પુરું પાડવા ₹૪૭ કરોડની જોગવાઇ.
• સ્વ-સહાય જૂથની મહિલાઓની આજીવિકામાં વધારો થાય અને સીધું માર્કેટ પ્લેટફોર્મ મળી રહે તે માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
• સ્વ-સહાય જૂથની બહેનોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે કાયમી સ્થળ મળી રહે તે માટે “ગ્રામ હાટ” સ્થાપવા માટે ₹૨૦ કરોડની જોગવાઇ.
• સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના હેઠળ સામૂહિક શૌચાલયની સહાયમાં
₹૨ લાખનો વધારો કરવા ₹૧૦ કરોડની જોગવાઇ.
■નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ ₹૨૫૯૬૦ કરોડની જોગવાઇ
■જળસંપત્તિ પ્રભાગ માટે ₹૧૩૯૪૪ કરોડની જોગવાઇ
• દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે ₹૧૨૩૭ કરોડ, સૌની યોજના માટે ₹૪૭૩ કરોડ તથા કચ્છની યોજના માટે ₹૧૩૩૩ કરોડ એમ કુલ ₹૩૦૪૩ કરોડની જોગવાઇ.
• હયાત સિંચાઇ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકીકરણ માટે ₹૧૪૨૦ કરોડની જોગવાઇ.
• ચોમાસામાં દરિયામાં વહી જતાં પાણીને રોકવા માટે મોટા ચેકડેમ-વિયર બાંધવા ₹૮૯૬ કરોડની જોગવાઇ.
• ડેમ સેફ્ટી માટે ₹૬૯૩ કરોડની જોગવાઇ.
• સાબરમતી નદી પર કુલ ૧૪ વિયર-બેરેજ બનાવવાના કરેલ આયોજનમાં પાંચ વિયર-બેરેજનાં કામો પૂર્ણ થયેલ છે, બાકી રહેતા કામો પૂર્ણ કરવા ₹૬૨૪ કરોડની જોગવાઇ.
• આદિજાતિ વિસ્તારમાં ઉદ્વહન સિંચાઇ યોજના માટે ₹૪૮૫ કરોડની જોગવાઇ.
• ડાંગ જિલ્લામાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી પર ૪૩ મોટા ચેકડેમો/વીયર બાંધકામથી ૨૧૦૫ હેક્ટર વિસ્તારને લાભ મળશે. જેના માટે ₹૧૫૦ કરોડની જોગવાઇ.
• વલસાડ જિલ્લાના મધુબન ડેમ આધારિત ધરમપુર–કપરાડા ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા ૩૫ ગામોના ૧૬૨૩૫ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થશે. જેના માટે ₹૮૫ કરોડની જોગવાઇ.
• છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાથી ૧૮ તાલુકાના ૫૧૪૮૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરવાનું આયોજન છે.
• સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે. જે માટે ₹૧૭૦૦ કરોડની જોગવાઇ.
સરદાર સરોવર યોજના માટે કુલ ₹૩૩૧૭ કરોડની જોગવાઇ
• અમદાવાદ જિલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં(ફેઝ-૨) સિંચાઈ સુવિધા વધારવા માટે ₹૬૦૦ કરોડની જોગવાઇ.
• સુરેન્દ્રનગર જિલ્લાનાં લખતર તાલુકાના ભાસ્કરપુરા ગામ તળાવથી ધોલેરા SIR વિસ્તારને પાઇપલાઇન દ્વારા ૧૦૦ MLD પાણી પૂરું પાડવા માટે ₹૩૦૦ કરોડની જોગવાઇ.
• કચ્છ જિલ્લામાં દુધઇ સબ-બ્રાન્ચ કેનાલના કામો માટે ₹૨૩૦ કરોડની જોગવાઇ.
• પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ૧૧ ગામોના કમાન્ડ વિસ્તાર બહારના વિસ્તાર માટે સિંચાઇ ઉદ્વહન પાઈપ પ્રોજેક્ટ માટે ₹૮૦ કરોડની જોગવાઇ.
■પાણી પુરવઠા પ્રભાગ માટે ₹૬૯૮૪ કરોડની જોગવાઇ
લોકોના આરોગ્ય અને જીવન ધોરણમાં સુધારા માટે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુકત પીવાનું પાણી નિયમિત રીતે મળી રહે તે માટે રાજ્ય સરકાર ભગીરથ પ્રયત્નો કરે છે.
• ધોલેરા Special Investment Regionને પાણીનો પ્રવાહ અવિતરપણે મળી રહે તે માટે નવીન ૧૦૦ એમ.એલ.ડી બલ્ક પાઇપલાઇન નેટવર્ક માટે ₹૬૫૦ કરોડના કામોનું આયોજન.
• આદિજાતિ વિસ્તારના કુલ ૧૪ જિલ્લાઓના ૬૫૧ ગામોને આવરી લેતી ૨૬ જૂથ યોજનાઓ માટે ₹૨૮૦ કરોડની જોગવાઇ.
• રાજ્યના આદિજાતિ અને અન્ય વિસ્તારો માટે મહત્વની યોજનાઓની કામગીરી જેમાં મુખ્યત્વે,
o આદિવાસી વિસ્તારના ડાંગ જિલ્લાના કુલ ૨૭૬ ગામો તથા ૩ શહેરોનો સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના માટે ₹૮૬૬ કરોડના કામો પ્રગતિ હેઠળ.
o વાવ-થરાદ જિલ્લામાં નર્મદા મુખ્ય નહેર આધારીત ૨૪૦ ગામો માટેની સુધારણા યોજના માટે ₹૩૪૬ કરોડના કામો માટે જોગવાઇ.
o બનાસકાંઠા જિલ્લામાં ધરોઇ જળાશય આધારીત અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના માટે ₹૧૫૩ કરોડના કામો પ્રગતિ હેઠળ.
• સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ઢાંકીથી નાવડા બલ્ક પાઇપલાઇનના કામો પ્રગતિમાં છે. જેમાં,
o અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટેની ઢાંકી થી નાવડા સુધીની બલ્ક પાઇપલાઇન માટે ₹૧૦૪૪ કરોડના કામો પ્રગતિ હેઠળ.
• સામાન્ય વિસ્તાર તેમજ આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાના ગામોમાં પાણી વેરાની મહત્તમ વસુલાત કરવામાં આવે તે માટે પ્રોત્સાહક રકમ આપવા
₹૬૩ કરોડની જોગવાઇ.
• પીવાના પાણીની ગુણવત્તા અને નિયમનને વધુ સુદ્રઢ કરવા માટે તાલુકા કક્ષાએ ૧૫ નવીન લેબોરેટરીની સ્થાપના માટે ₹૧૫ કરોડની જોગવાઇ.
■બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹૪૩૧૪ કરોડની જોગવાઇ
■વાહન વ્યવહાર
• જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાને લઇ આધુનિક ટેકનોલોજી ધરાવતી ૨૯૬૩ જેટલી નવી બસો માટે ₹૧૨૮૬ કરોડની જોગવાઇ.
• બાળકો અને સગીરોમાં ટ્રાફિક નિયમો તથા માર્ગ સલામતી અંગેની સમજ કેળવાય તે હેતુથી ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક વિકસાવવા ₹૨૫ કરોડની જોગવાઇ.
• ઝડપી અને પારદર્શી વહીવટ માટે E-Governance હેઠળ ₹૧૫ કરોડની જોગવાઇ.
• રાજ્યમાં વાહન તથા લાયસન્સ સંબંધિત પ્રિમિયમ અને એક્સપ્રેસ સેવાઓ અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરા ખાતે પૂરી પાડવા પ્રાયોગિક ધોરણે આયોજન છે.
■બંદરો પ્રભાગ
વિકસિત ગુજરાત@૨૦૪૭ના લક્ષ્યાંકના દ્રષ્ટિકોણથી, ગુજરાતના બંદરોની હાલની વાર્ષિક ક્ષમતા ૬૦૦ મિલિયન મેટ્રિક ટનથી ૨૦૪૭ સુધીમાં ૩૦૦૦ મિલિયન મેટ્રિક ટન સુધી વધારવાનું આયોજન છે.
• ઇન્સેન્ટીવ અન્ડર શીપ બિલ્ડિંગ પોલિસી હેઠળ રાજ્યની શીપ બિલ્ડિંગ ક્ષમતા વધારવા જોગવાઇ.
■વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ ₹૨૬૩૪ કરોડની જોગવાઇ*
• ગુજરાત સેમીકન્ડક્ટર પોલિસી હેઠળ ₹૧૧૦૦ કરોડની જોગવાઇ
• ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ પોલિસી અંતર્ગત સહાય માટે ₹૧૫૦ કરોડની જોગવાઇ.
• ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયનમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટે ₹૫૦ કરોડની જોગવાઇ.
• ગુજરાતને અગ્રણી AI હબ તરીકે સ્થાપિત કરવા ગુજરાત ફ્યુચર ટેકનોલોજીસ ઇનિશીયેટીવ અંતર્ગત ₹૩૦ કરોડની જોગવાઇ.
• ગુજરાતને સ્પેસ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા ડેડીકેટેડ ગુજરાત સ્પેસ ટેક પોલિસી અંતર્ગત સ્પેસ ઇકોસિસ્ટમના વિકાસ માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
• પોરબંદર ખાતે રીજનલ સાયન્સ સેન્ટરની સ્થાપના માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
• રાજ્યમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોને આકર્ષવા માટે GCC (Global Capability Centre) પોલિસી માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
• નવીનતા આધારિત સંશોધન, સ્થિરતા અને રોજગાર સર્જન દ્વારા હાઈ-પરફોર્મન્સ બાયોમેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા BioE3 સેલની સ્થાપના કરવામાં આવશે.
• વાવ-થરાદ જિલ્લા ખાતે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે.
■ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹૧૩૯૪૨ કરોડની જોગવાઇ
■પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે ₹૩૦૯૦ કરોડની જોગવાઇ
• પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ યાત્રાધામોના વિકાસ માટે કુલ ₹૫૫૦ કરોડની જોગવાઇ. તે પૈકી અંબાજી યાત્રાધામ ખાતે સુવિધાઓ વિકસાવવા માટે ₹૩૦૦ કરોડની જોગવાઇ.
• પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવા ₹૧૦૦ કરોડની જોગવાઇ.
• દાહોદ ખાતે નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વર ખાતેનાં હયાત એરપોર્ટના વિસ્તરણ માટે ₹૯૫ કરોડની જોગવાઇ.
• નાના શહેરો/આંતરિક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે હવાઇ માર્ગે જોડવાના ધ્યેય સાથે Viability Gap Funding યોજના હેઠળ ₹૭૮ કરોડની જોગવાઇ.
• વન સ્ટેટ : વન ગ્લોબલ ડેસ્ટિનેશન વિઝન હેઠળ સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી માટે ₹૨૦ કરોડની જોગવાઇ.
• ભારત સરકારના “ઉડે દેશ કા આમ નાગરીક” (ઉડાન)ના વિઝન અંતર્ગત Regional Connectivity Schemeના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા ₹૨૦ કરોડની જોગવાઇ.
• આસ્થાના કેન્દ્ર અંબાજી, ડાકોર, દ્વારકા, માતાનો મઢ(આશાપુરા) તેમજ ગીરનાર ખાતે મહાશિવરાત્રીના મેળામાં આવતા શ્રદ્ધાળુઓ તથા માઁ નર્મદા પરિક્રમા પથ ખાતે પદયાત્રીઓ માટે સુવિધાઓ ઊભી કરવા ₹૨૦ કરોડની જોગવાઇ.
• લોથલ ખાતે બેઝિક ફેસિલિટી વિકસાવવા અર્થે ડેવલપમેન્ટ ઓફ ટ્રંક ફેસિલિટી ફોર પીપીપી પાર્સલ એટ લોથલ માટે જોગવાઇ.
• ગુજરાતને વૈભવી અને સંસ્કૃતિથી સમૃદ્ધ લગ્ન સ્થળ તરીકે સ્થાપિત કરવા “વેડ ઇન ગુજરાત” કેમ્પેઇન માટેનું આયોજન.
• આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્રો જેવા કે, માનગઢ ખાતે આદિવાસી બલિદાન દિવસ, દેવમોગરા ખાતે પાંડોરી માતા મહાશિવરાત્રી મહોત્સવ અને શબરી ધામ
શ્રી રામ શબરી મિલન મહોત્સવ ઉજવવા તેમજ અનુસૂચિત જાતિના આસ્થાના કેન્દ્રોમાં આ રીતે આયોજન કરવા માટે જોગવાઇ.
■ઉદ્યોગ અને ખાણ માટે ₹૯૮૭૩ કરોડની જોગવાઇ
• ટેક્સટાઇલ એકમોનાં પ્રોત્સાહન અર્થે ₹૨૭૫૫ કરોડની જોગવાઇ.
• આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ MSME માટે ₹૧૭૭૫ કરોડની જોગવાઇ.
• ધોલેરા ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓગ્મેન્ટેશન હેઠળ રસ્તાઓનો વિકાસ કરવા માટે ₹૧૮૨ કરોડની જોગવાઇ.
• ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રકચરને સહાય યોજના અંતર્ગત ₹૫૫ કરોડની જોગવાઇ.
• ઔદ્યોગિક પાર્કને સહાય યોજના અંતર્ગત ₹૫૫ કરોડની જોગવાઇ.
• દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતમાં CETP માટે ₹૫૦ કરોડની જોગવાઇ.
• અદ્યતન સુવિધાઓ સાથેના વૈશ્વિક કક્ષાના સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના માટે ₹૫૦ કરોડનું આયોજન.
• ગુજરાત ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીક ફેસીલીટીઝને સહાય યોજના અંતર્ગત ₹૩૦ કરોડની જોગવાઇ.
• ઔદ્યોગિક વસાહતોને જોડતાં રસ્તાઓની સ્વચ્છતા માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
• રાજ્યની નિકાસ ક્ષમતા વધારવા ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GEPC)ની સ્થાપના કરવાનું આયોજન.
■કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ માટે ₹૯૭૯ કરોડની જોગવાઇ
• “વાજપાઈ બેંકેબલ યોજના” હેઠળ સબસિડી સહાય માટે ₹૪૯૪ કરોડની જોગવાઇ.
• ખાદી સંસ્થા/મંડળીઓને વિવિધ સ્થળોએ પ્રદર્શન મેળા યોજી વેચાણ ક્ષમતા વધારવા ₹૫૭ કરોડની જોગવાઇ.
• One District One Product(ODOP) ઉત્પાદનોને પ્રોત્સાહન મળી રહે તે માટે
₹૨૫ કરોડની જોગવાઇ.
• કુટિર પ્રભાગના પરંપરાગત કારીગરોને આધુનિક ડિજિટલ માર્કેટ સાથે જોડી તેમની આવક વધારવાના હેતુથી ઇ- કોમર્સ માટે સહાય.

આ પણ વાંચો:






