Smart Meter:”સ્માર્ટ” સરકારનું “ચીટર” મીટર! સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત નથી!

(દિલીપ પટેલ દ્વારા)

Smart Meter: હાલમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે કારણકે વીજ ગ્રાહકો સ્માર્ટ મીટર લાગ્યા બાદ વધુ બિલ આવતું હોવાની ફરિયાદ કરી રહયા છે, ગુજરાતના ઊર્જા પ્રધાન કનુ દેસાઈ કહે છે કે બધું નિયમ મુજબ થઈ રહ્યું છે પણ પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે કારણ કે સ્માર્ટ મીટર લગાડવું ફરજિયાત હોય તેવો કોઈ કાયદો નથી આ માટે રાણાવાવના એક અરજદારે કરેલી RTI આર.માં આ વિગત સામે આવી છે.

■ સુપ્રીમ કોર્ટમાંથી કોઇ હુકમ થયો નથી

રાણાવાવના અમરદડ વિસ્તારમાં જડેશ્વર રેલવે ક્રોસિંગ સામે રહેલા માધવજી લક્ષ્મણ ડોડીયાએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમિટેડ પાસે આર.ટી.આઇ. કરીને કેટલીક વિગતો માંગી હતી, જવાબમાં તંત્રએ એવું જાહેર કર્યું છે કે વીજ ગ્રાહકે ‘સ્માર્ટ મીટર’ ફરજીયાત લગાવવું તેવો કોઇપણ હુકમ હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાંથી થયો નથી.

હાલમાં રહેણાંક, વાણિજ્યિક અને ખેતીવાડીના વીજ જોડાણો 1 કરોડ 50 લાખ છે,જેમાં 2024-25માં 55,000 નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા, કુલ કૃષિ વીજ જોડાણોની સંખ્યા 21 લાખ છે.

ગુજરાતમાં વર્ષ 2017માં સ્માર્ટ વીજ મીટર લગાવવા આયોજન કરાયુ હતું,2019ના અંતે માત્રને માત્ર 8.79 લાખ સ્માર્ટ વીજ મીટર લગાવવા લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો ત્યારે માત્રને માત્ર 26 હજાર જ સ્માર્ટ વીજ મીટર લાગી શક્યા હતાં.

● 2025 સુધીમાં માત્ર 21 લાખ સ્માર્ટ મીટર જ લાગી શક્યા હતા.

● 2023- 2024થી દોઢ વર્ષમાં ખેતી સિવાયના વિભાગમાં 17 લાખ નવાં સ્માર્ટ મીટર લગાવવાના હતા.

● વીજ કંપનીઓ પાસે 11,980 કરોડ રૂપિયા ગ્રાહકોની સિક્યોરિટી ડિપોઝિટ પડી છે.

● માર્ચ 2025 સુધીમાં રાજ્યના 1.65 કરોડ ગ્રાહકો પર નવા વીજ મીટર લાગૂ કરવાના હતા.

● 2024માં વડોદરામાં 27 હજાર મીટર લાગ્યા,15 હજાર મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ થઈ

● 16 હજારજોડાણ કપાયા નથી,9 હજાર ફરીથી વીજ બિલ ભરી શક્યા ન હતા.

■ સ્માર્ટ મીટર લગાડવાનો વિરોધ થઈ રહ્યો છે.

2023માં 20 હજાર 500 કરોડનું ખર્ચ કેન્દ્રની મોદી અને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારે મંજૂર કર્યું હતું. જેમાં 10 હજાર 600 કરોડ સ્માર્ટ મીટર માટે હતા.

DGVCL 2447 કરોડ
MGVCL 1980 કરોડ
PGVCL 3350 કરોડ
UGVCL 2666 કરોડ ખર્ચ થવાનું છે.
હવે આ ખર્ચમાં 20 ટકા વધારો થયો હોઈ શકે છે.

● પાયલોટ પ્રોજેક્ટ જામનગર અને રાજકોટથી શરૂ કરાયો હતો.

રાજ્ય સરકારે વીજ મિટર ખરીદવા માટે એક મીટર પાછળ 7500થી 8000 ખર્ચ વીજ કંપનીને થયો છે, રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ મીટર ફરજિયાત કરીને 500 કરોડ જેવી મોટી રકમ વસુલવાના મૂડમા છે, સ્માર્ટ મીટરથી વીજળીનાં બિલ અચાનક વધી ગયાં છે. વારંવાર રિચાર્જ કરવું પડે છે, ઍવરેજ બિલ કરતાં આ બિલ વધારે છે.

0થી 50 વીજયુનિટ સુધીનો ભાવ અલગ છે.
51થી 150 અને 200થી વધુ યુનિટનો ભાવ અલગ છે
51 યુનિટના વપરાશ પછી ભાવ વધે અને 200 યુનિટ પછી વધુ ભાવ થાય, એટલે એને એવું લાગે કે મીટર ફાસ્ટ ફરે છે.

સુરતના પુણા વિસ્તારમાં 42 સોસાયટીના રહીશોએ વધુ વીજબિલના વિરોધમાં વીજકંપની સામે ધરણાં કર્યાં હતાં અને એક આવેદનપત્ર આપી જૂનાં મીટર પરત લગાવવાની માગણી પણ કરી છે.

બે મહિનાનું સરેરાશ 1700-1800 રૂપિયા આવતું હતું. જ્યારે હાલમાં માત્ર 20 દિવસમાં 2000 રૂપિયા કપાઈ ગયા છે. અત્યારે દોઢું અથવા પોણા બે ગણું બિલ આવે છે.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની 55.84 લાખ,
દક્ષિણ ગુજરાત વીજ કંપની 40.78 લાખ,
ઉત્તર ગુજરાત વીજ કંપની 35.25 લાખ,
મધ્ય ગુજરાત વીજ કંપની 33 લાખ વીજ મીટરો નાંખવાના હતા.

2025 સુધીમાં ગુજરાતમાં 1.67 કરોડ સ્માર્ટ વીજ મીટર લગાવા નક્કી કર્યુ હતું તે પૈકી 21 લાખ સ્માર્ટ વીજ મીટર લગાવાયા છે, 2024 સુધીમાં ગુજરાત રાજ્ય હસ્તકની 4 વિજ વિતરણ કંપનીઓએ કુલ 2,96,004 સ્માર્ટ મીટર લગાવ્યા જેમાં
DGVCL 55,124
MGVCL 65,052
PGVCL 29,023
UGVCL 1, 46,805

વીજળીના “ડિજિટલ ચોપડા” તરીકે કાર્ય કરે છે, આ મીટરથી ગ્રાહકો એપ દ્વારા દૈનિક વપરાશ જાણી, સોલર યુનિટ ચેક કરી અને પ્રી-પેઇડ/પોસ્ટ-પેઇડ મોડમાં બિલિંગ ભરવા કહે છે, ટેક્નોલોજી વીજ વપરાશમાં પારદર્શિતા લાવવા, પર્યાવરણ બચાવવા અને 2070 સુધીના લક્ષ્યાંકો પૂરા કરવા માટે છે.

● સ્માર્ટ મીટર એપ્લિકેશન દ્વારા દૈનિક વપરાશ, સોલર એક્સપોર્ટ અને વીજ ખર્ચ પર સીધું નિયંત્રણ રાખી શકે છે.

●0.85% + GST ચાર્જ લાગી શકે છે

●કોર્પોરેટ કંપનીઓ જે ઈચ્છે તે સરકાર કરે છે.

●સરકારને વપરાશ કર્તાઓ સાથે કોઈ સંબંધ નથી.

●બીજા દેશોમાં પણ આવી સેવા પ્રિ પેઈડ નથી.
રીચાર્જ ન કરાવો તો રાત્રે અંધારામાં રહેવું પડશે.

■ અંધભક્તોની દલીલ છે કે ‘મોબાઇલ રીચાર્જ કરાવો છો તો સ્માર્ટ મીટર રીચાર્જ કરવામાં વાંધો શું?’

●TOD-ટાઇમ ઓફ ડે મુજબ દિવસે અને રાત્રે યુનિટના ભાવ અલગ અલગ રહેશે.
વીજળીના ભાવ વધારે હશે ત્યારે ગ્રાહક ઓછી વીજળી વાપરશે અને જ્યારે વીજળીના ભાવ ઓછા હોય ત્યારે ગ્રાહકો વધુ વીજળી વાપરી શકે.
દિવસે વીજળીના ભાવ ઓછા હશે અને રાત્રે વધુ હશે.

●ગ્રાહકોને લાભ થાય કે વીજ કંપનીઓને?

●સ્માર્ટ મીટર દર 7 કે 10 વરસે ફરજિયાત બદલવું પડશે. જૂના મીટર લાગી ગયા બાદ 20-25 વરસ સુધી બદલવામાં આવ્યા નથી.

● સ્માર્ટ મીટર બદલવાનો ખર્ચ શું ગ્રાહકોએ ભોગવવાનો છે? સરકારે આ બાબતે ચોખવટ કરી નથી.

● સ્માર્ટ મીટર બાબતે કોર્પોરેટ કંપની જવાબ આપતી નથી. યૂટ્યૂબર જ્યોત્સ્ના આહિરે અદાણી એનર્જીની વેબસાઈટ પર કોન્ટેક્ટ કર્યો તો બે નંબર આપ્યા. એ બન્ને નંબર પર 8-10 વખત ફોન કર્યા તો કોઈએ રીસીવ જ ન કર્યા !

● સ્માર્ટ મીટરના નામે રોજગારી છીનવાઈ રહી છે. હવે મીટર રીડર નહીં રહે. બિલ સીધું ગ્રાહકના ફોનમાં આવશે !

● લોકોએ કમાઈ કમાઈને કોર્પોરેટ કંપનીઓને તગડી કરવાની છે. એ કોર્પોરેટ કંપની સત્તાપક્ષને ફંડ આપીને તગડો કરે છે.

■ સત્તાપક્ષ એ ફંડનો ઉપયોગ ધર્મના ઈન્જેક્શનમાં કરે છે!

૨૦૨૪ ૨૫ માં ૨ ટકા નું રીબેટ આપવામાં આવશે એમ ગુજરાત ઉર્જાવિકાસ નિગમ લીમીટેડની યાદીમાં જણાવાયું છે ત્યારે આ અંગે કમલેશ ભાઈ કોટેચાએ વિસ્તૃત છણાવટ કરી છે જે વિડીયો જોવાનું ચૂકશો નહિ, પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Gujarat Liquor Prohibition: આપણે એટલા આત્મનિર્ભર તો થઈ ગયા કે હિન્દુસ્તાનને હરખાવા સિવાય અને ગુજરાતને ગૌરવ લેવા સિવાય છુટકો નથી!
  • August 29, 2026

Gujarat Liquor Prohibition: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને ઝેરી દારૂની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. આ મુદ્દે ‘ધ ગુજરાત રિપોર્ટ’ના કાર્યક્રમમાં પત્રકાર મયુર જાની અને પૂર્વ…

Continue reading
Jamnagar Vavdi Farmers Protest: વાવડીમાં વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે ખેડૂતોનું આરપારનું યુદ્ધ!
  • August 21, 2026

Jamnagar Vavdi Farmers Protest: વાવડી વીજ આંદોલન, રિલાયન્સ વીજ કંપની સામે નવું યુદ્ધ વાવડી આંદોલન એ ગુજરાતના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ કંપનીની જોહુકમી અને ખેતરોમાંથી પસાર થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Meghalaya HC Foreign Prisoners: સજા પૂર્ણ થયા બાદ પણ મેઘાલયની જેલોમાં 28 વિદેશી નાગરિકો બંધ, હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી

  • September 14, 2026
  • 4 views
Meghalaya HC Foreign Prisoners: સજા પૂર્ણ થયા બાદ પણ મેઘાલયની જેલોમાં 28 વિદેશી નાગરિકો બંધ, હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી

Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો

  • September 14, 2026
  • 7 views
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો

Kanpur Expired Cough Syrup Controversy: કાનપુરમાં પૂરગ્રસ્તોને અપાયેલી કફ સિરપને લઈને રાજકીય વિવાદ, એક્સપાયરી તારીખથી ઊભા થયા સવાલ

  • September 14, 2026
  • 7 views
Kanpur Expired Cough Syrup Controversy: કાનપુરમાં પૂરગ્રસ્તોને અપાયેલી કફ સિરપને લઈને રાજકીય વિવાદ, એક્સપાયરી તારીખથી ઊભા થયા સવાલ

Yogi Adityanath Press Conference: સવાલ પૂછતાં મંચ પરથી ચાલ્યા ગયા યોગી, મહિલા પત્રકારે BJP કાર્યકર્તાઓ પર લગાવ્યો ગેરવર્તનનો આરોપ

  • September 14, 2026
  • 9 views
Yogi Adityanath Press Conference: સવાલ પૂછતાં મંચ પરથી ચાલ્યા ગયા યોગી, મહિલા પત્રકારે BJP કાર્યકર્તાઓ પર લગાવ્યો ગેરવર્તનનો આરોપ

Umar Khalid UAPA Case: ઉમર ખાલિદને તિહાડમાં છ વર્ષ, ટ્રાયલ હજુ શરૂ નહીં, UAPA કેસમાં ન્યાયિક પ્રક્રિયા પર ગંભીર સવાલ

  • September 13, 2026
  • 13 views
Umar Khalid UAPA Case: ઉમર ખાલિદને તિહાડમાં છ વર્ષ, ટ્રાયલ હજુ શરૂ નહીં, UAPA કેસમાં ન્યાયિક પ્રક્રિયા પર ગંભીર સવાલ

Xi Jinping India Visit: ભારત-ચીન સંબંધોમાં તસવીરો નહીં, સરહદનો સવાલ મહત્વનો; ગલવાનથી તાકસિંગ સુધી શું બદલાયું?

  • September 13, 2026
  • 18 views
Xi Jinping India Visit: ભારત-ચીન સંબંધોમાં તસવીરો નહીં, સરહદનો સવાલ મહત્વનો; ગલવાનથી તાકસિંગ સુધી શું બદલાયું?