
- CAGએ રેલ્વેમાં 2,604 કરોડ રૂપિયાની ગેરરીતિઓ શોધી કાઢી; સરકારે સ્પષ્ટતા આપવી જોઈએ: સંજય સિંહ
12 માર્ચ (ભાષા) આમ આદમી પાર્ટી (AAP)ના સભ્ય સંજય સિંહે બુધવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એ ભારતીય રેલ્વેમાં 2604 કરોડ રૂપિયાની ગેરરીતિઓ શોધી કાઢી છે અને સરકારે આ સંદર્ભમાં સ્પષ્ટતા આપવી જોઈએ.
રાજ્યસભામાં રેલ્વે મંત્રાલયના કામકાજ પર ચર્ચામાં ભાગ લેતા સિંહે એમ પણ કહ્યું કે મુંબઈના બાંદ્રામાં એક વિકાસ પ્રોજેક્ટ માટે લેવામાં આવેલી લોન પર 834.72 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડ્યું છે, તો બીજી તરફ પ્રોજેક્ટ હજું સુધી શરૂ પણ કરવામાં આવ્યો નથી. તેથી ભારતને સીધો 834.72 કરોડ રૂપિયાનું નુકશાન પહોંચ્યું છે.
સિંહે કહ્યું કે જ્યારે અશ્વિની વૈષ્ણવ રેલ્વે મંત્રી બન્યા ત્યારે દેશભરમાં આશા હતી કે રેલ્વેમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે પરંતુ તે આશા પૂર્ણ થઈ શકી નહીં.
તેમણે કહ્યું કે રેલ્વે અકસ્માતો અને નાસભાગ જેવી ઘટનાઓ વારંવાર બની રહી છે. તેમણે દાવો કર્યો હતો કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર તાજેતરમાં થયેલી ભાગદોડ બાદ રેલ્વે મંત્રીને સમયસર તેની જાણ પણ કરવામાં આવી ન હતી.
CAG ने रेलवे में वित्तीय गड़बड़ी पकड़ी‼️
🔹रेलवे में ₹2,604 करोड़ की वित्तीय गड़बड़ी पाई
🔹मुंबई से बांद्रा तक रेलवे प्रोजेक्ट के लिए कर्ज़ लिया जिस पर 834 करोड़ ब्याज दिया जाता है लेकिन प्रोजेक्ट शुरू तक नहीं हुआ–@SanjayAzadSln pic.twitter.com/Vs98iAEJJ3
— AAP (@AamAadmiParty) March 12, 2025
તેમણે સામાન્ય બજેટમાં રેલવે બજેટનો સમાવેશ કરવા સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે રેલવે બજેટમાં ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. સંજય સિંહે કહ્યું કે સરકાર બુલેટ ટ્રેન અને વંદે ભારત ટ્રેનો વિશે ઘણી વાતો કરે છે, પરંતુ સામાન્ય લોકોને “જાનવરોની જેમ પરિવહન કરવામાં આવી રહ્યા છે. કુંભ મેળા દરમિયાન લોકો એસી કોચના કાચ તોડીને અંદર પ્રવેશ કરી રહ્યા હતા.”
તેમણે કહ્યું કે કુલીઓ બેરોજગાર થવાનો ભય ઉભો થયો છે અને તેમને સાચવવાની જરૂરત દેખાઈ રહી છે. તેમણે માંગ કરી કે કુલીઓ માટે પગાર અને અન્ય મદદની જાહેરાત કરવામાં આવવી જોઈએ.
આ પણ વાંચો- ભારતના મુસ્લિમો સામાજિક-આર્થિક રીતે ક્યાં ઉભા છે? શું કહે છે નવો રિપોર્ટ?
તેમણે કહ્યું કે દેશભરમાં 19000 કુલી છે અને 2009માં જાહેરાત કરવામાં આવી હતી કે કુલીઓના બાળકોને નોકરી આપવામાં આવશે પરંતુ તે કાર્ય પૂર્ણ થયું નથી. તેમણે દાવો કર્યો હતો કે રેલ્વેમાં લગભગ ત્રણ લાખ જગ્યાઓ ખાલી છે જે રેલ સલામતી અને સેવાઓને અસર કરે છે.








