Chhota Udepur: જે પ્રસૂતાને ઝોળીમાં નાખી દવાખાને પહોંચાડી તે ગામની કેવી સ્થિતિ?

Chhota Udepur: તાજેતરમાં છોટા ઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના ભૂંડ મારિયા ગામમાં પ્રસૂતાને ઝોળીમાં નાખી  હોસ્પિટલ પહોંચાડવા માટે 4 કિલોમીટર દૂર કોટબી ખાતે ઊભેલી 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવાનો વારો આવ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ત્યારે આ ભૂંડ મારિયા ગામની ‘ધ ગુજરાત રિપોર્ટ’ના રિપોર્ટર ઉમેશ રોહિતે મુલાકાત લીધી છે. ત્યાની સાચી સ્થિતિને જાણવાનો પ્રયાસ કર્યો છે. આ ગામમાં શિક્ષણ, રોડ-રસ્તાઓ અને આરોગ્યની કથળેલી સ્થિતિ છે. અહીં યુવાનો કહે છે અમે વડોદરાના વિદ્યાર્થીઓ સાથે સરખાણી કરી શકતા નથી. અહીં પૂરતી સુવિધાઓ નથી. અમારી સાથે આવો અન્યાય કેમ?. તેવા સવાલો ભાજપ સરકારને કરી રહ્યા છે. ત્યારે આજ મુદ્દે વધુ ચર્ચા અને ગામની સ્થિતિ જુઓ આ વીડિયોમાં.

શું હતી સમગ્ર ઘટના

13 જુલાઈ, 2025ના  કવાંટ તાલુકાના ભૂંડમારિયા ગામની એક પ્રસૂતા મહિલાને પ્રસૂતિની પીડા શરૂ થતાં હોસ્પિટલ પહોંચાડવા માટે ગ્રામજનોએ ઝોળીમાં ઉંચકીને 4 કિલોમીટર દૂર કોટબી ખાતે ઊભેલી 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવાનો વારો આવ્યો હતો. જેનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો.

સ્વજનો કાદવ-કીચડથી ભરેલા કાચા રસ્તાઓ, કોતરો અને ઝરણાં પાર કરવાનો સામનો કરવો પડ્યો હતો. રસ્તાના અભાવે 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી ન શકી. ભૂંડ મારિયા ગામમાં પાકા રસ્તાઓનો અભાવ હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી ન હતી. જેથી પ્રસૂતા મહિલાને પ્રસૂતિની પીડા શરૂ થતાં, પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સને 4 કિલોમીટર દૂર આવેલા કોટબી ખાતે બોલાવી પડી હતી.

ગ્રામજનોએ કાપડની ઝોળી બનાવી, મહિલાને તેમાં સુવડાવી અને કાચા, કીચડવાળા રસ્તાઓ, કોતરોના પાણી અને ઝરણાં પાર કરીને આખરે 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી. ત્યાંથી મહિલાને કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.

વારંવારના કિસ્સાઓ છતાં વહીવટી નિષ્ક્રિયતા

આ પ્રકારની ઘટના છોટાઉદેપુર જિલ્લામાં નવી નથી. આદિવાસી વિસ્તારોમાં પાકા રસ્તાઓના અભાવે પ્રસૂતા મહિલાઓ અને બીમાર વ્યક્તિઓને ઝોળીમાં ઉંચકીને હોસ્પિટલ પહોંચાડવાના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. જોકે, વહીવટી તંત્ર આવા કિસ્સાઓમાં નક્કર પગલાં લેવાને બદલે માત્ર લિપાપોતી કરીને બાબતને ટાળી દે છે. આદિવાસી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ લોકો માટે જીવના જોખમ સમાન બની રહ્યો છે, ખાસ કરીને કટોકટીના સમયે તબીબી સુવિધાઓ સમયસર મળી શકતી નથી.

ગુજરાત હાઈકોર્ટમાં સૂઓમોટો પીટીશન છતાં તંત્ર અગંભીર

અગાઉ, 1 ઓક્ટોબર 2024ના રોજ, છોટાઉદેપુરના તુરખેડા ગામમાં પણ આવી જ એક ઘટના બની હતી, જ્યાં એક પ્રસૂતા મહિલાને ઝોળીમાં ઉંચકીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. રસ્તામાં જ પ્રસૂતિ થઈ, અને ડરના કારણે બાળકના જન્મ બાદ મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને ગંભીરતાથી લેતાં ગુજરાત હાઈકોર્ટે સૂઓમોટો પીટીશન દાખલ કરી હતી. જોકે, આટલા ગંભીર પગલાં છતાં વહીવટી તંત્રની નિષ્ક્રિયતામાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.

આદિવાસી વિસ્તારોની દુર્દશા

છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તારોમાં પાકા રસ્તાઓ, પરિવહન અને આરોગ્ય સેવાઓનો અભાવ લોકો માટે મોટી સમસ્યા બની રહ્યો છે. આવા કિસ્સાઓ સરકાર અને વહીવટી તંત્રની ઉદાસીનતાને ઉજાગર કરે છે. ગ્રામજનોની માંગ છે કે આ વિસ્તારોમાં પાકા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવે અને આરોગ્ય સેવાઓને સુદૃઢ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી દુ:ખદ ઘટનાઓ ટળી શકે.આ ઘટના ફરી એકવાર રાજ્યના આદિવાસી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓની ગંભીર ખામીઓને ઉજાગર કરે છે. સવાલ એ છે કે આવા કિસ્સાઓ ક્યાં સુધી ચાલુ રહેશે અને સરકાર આ બાબતે ક્યારે નક્કર પગલાં લેશે?

આ પણ વાંચોઃ

Harshvardhan Jain: ગાઝિયાબાદમાં 3 વર્ષથી નકલી દૂતાવાસ ચલાવનાર હર્ષવર્ધન જૈન કેટલું ભણેલો?, જાણો કારનામા

હવે દહેજના કેસમાં 2 માસ સુધી ધરપકડ નહીં થાય!, મહિલાએ પતિને ખોટા કેસમાં ફસાવતાં Supreme Court એ ચૂકાદો આપ્યો

કપટલીલા કરી મહિલાને પગમાં માલીશ કરનાર ભૂવાનો પર્દાફાશ, છોટા ઉદેપુરમાં બીજો ભૂવો પકડાયો | Chhota Udepur Bhuvo

chhotaudepur: જન્મ લેતા બાળકો અને માતાઓનુ જીવન જોખમી, ફરી એક વખત મહિલાને ઝોળીમાં લઈ જવા પડ્યા

Radhika Yadav Murder: પૂર્વ આયોજિત, કાવતરુ, 3 દિવસથી પિતાએ ઘડ્યો હતો હત્યાનો પ્લાન, સહેલીના મોટા ખૂલાસા

TamilNadu: ડીઝલ ભરેલી માલગાડીમાં ભીષણ આગ , આકાશમાં ધુમાડો છવાઈ ગયો, ઘણી ટ્રેનો રદ

Nadiad: છાનીમાની ફોન બંધ કરી દે, લાતાતીસ, દિવ્યાંગ વિદ્યાર્થી પર કંડક્ટરની શરમજનક દાદાગીરી

 

 

 

Related Posts

RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
  • October 14, 2025

-દિલીપ પટેલ BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!