
મહેશ ઓડ
PM Modi China Visit: દોસ્તની શરમ રાખ્યા વગર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદી દીધો. તેમણે પોતાના મિત્ર નરેન્દ્ર મોદીની પણ શરમ ભરી નહીં. જે બાદ ભારત-અમેરિકાના વચ્ચે ટેરિફ વોર જેવી સ્થિતિ છે. આવી સ્થિતિમાં હવે મોદી ચીન પહોંચ્યા છે. જો કે મોદીએ ચીન અંગે વર્ષો પહેલા કરેલી ટીકા હાલ વાયરલ થઈ રહી છે. 12 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ ચીનને લાલ આંખ બતાવી સમજાવવાની વાત કરી હતી. ચીનની હરકતો સામે અવાજ ઉઠાવવા ભાષણ આપ્યુ હતુ. મોદીએ કહ્યું જે આપણા જવાનોના માથા કાપી લે તેમના માટે પ્રોટોકોલ હોય ખરો. મોદીએ ત્યારે કોંગ્રેસને આડે હાથ લેતાં કહ્યું હતુ કે શું આ દેશના લોકોની પીડા અને ઘા પર મીઠું ભભરાવવાનું કામ છે કે નહીં?.
कोई कहता है कि ये आदमी बहुत शातिर है, कोई कहता है कि अनपढ़ है।
कुछ भी हो सकता है, हो सकता है उन दिनों में इन्हें समझ ही नहीं थी कि विदेश नीति की कुछ जिम्मेदारियां होती हैं जो दुश्मन के साथ भी निभानी पड़ती हैं। pic.twitter.com/Y85tY03Nh9
— Rofl Gandhi 2.0 🏹 Commentary (@RoflGandhi_) August 31, 2025
જો કે આ જ મોદી આજે ચૂપ છે. મોદી સમજી, વાંચીને જવાબ આપી રહ્યા છે. મોદીને ચીનમાં ટેલિપ્રોમ્પટર ના મળ્યું હોય તેમ કાગળમાં વાંચી વાંચીને બોલવું પડ્યું. તેમણે ગયા વર્ષની મુલાકાત યાદ કરતાં કહ્યું હતુ કે “ગયા વર્ષે કાઝાનમાં અમારી વચ્ચે ખૂબ જ સારી વાતચીત થઈ હતી. જેનાથી અમારા સંબંધોમાં સુધારો થયો. સરહદ પરથી સૈનિકો પાછા ખેંચાયા પછી, શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ છે. સરહદ વ્યવસ્થાપન અંગે અમારા ખાસ પ્રતિનિધિઓ વચ્ચે એક કરાર થયો છે.”
“કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ ગઈ છે. બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ પણ ફરી શરૂ થઈ રહી છે. બંને દેશોના 280 કરોડ લોકોના હિત આપણા સહયોગ સાથે જોડાયેલા છે. આનાથી સમગ્ર માનવતાના કલ્યાણનો માર્ગ પણ ખુલશે.”
Sharing my remarks during meeting with President Xi Jinping. https://t.co/pw1OAMBWdc
— Narendra Modi (@narendramodi) August 31, 2025
મોદીએ જેટલો જોશ 12 વર્ષ પહેલા બતાવ્યો હતો. તે આજે બતાવી શક્યા ન હતા. તેમણે લાલ આંખ કરી વાત કરવાની કહી હતી, મતલબ કોંગ્રેસને કડક શબ્દોમાં ચીન સાથે વાત કરવા કહ્યું હતુ. જો કે ખુદ મોદી તે રીતે ચીન સાથે ના કરી શક્યા. તેઓ વાંચી વાંચીને બોલ્યા. લોકો કહી રહ્યા છે, માથા કાપી લે તેમના માટે પ્રોટોકોલ ના હોય તેવી વાતો કરતાં મોદી આજે ખુદ પ્રોટોકલમાં જોવા મળ્યા. કેટલાક કહી રહ્યા છે કે મોદી બોલતી વખતે સમજ્યા નહીં હોય, આજે ખબર પડી કે વિદેશ નીતિમાં કેટલીક જવાબદારીઓ હોય છે જે દુશ્મન સાથે પણ પૂરી કરવી પડે છે.
આપરેશન સિંદૂર વખતે ચીને પાકિસ્તાનને ભારત વિરુધ્ધ સાથ આપ્યો
नरेंद्र मोदी ने चीन को ‘लाल आंख’ दिखाने की बात कही थी, लेकिन आज ‘लाल कालीन’ बिछाई जा रही है।
पाकिस्तान से आए आतंकियों ने हमारे 28 लोगों की जान ले ली, लेकिन सरकार आजतक उन आतंकियों को पकड़ नहीं पाई। देश की मीडिया कोई सवाल नहीं पूछ रही है, बस बड़ी-बड़ी डींगे हांकी जा रही हैं।
जब… pic.twitter.com/3BFiV4rhNj
— Congress (@INCIndia) July 15, 2025
ઉલ્લેખનયી છે કે 15 જૂન, 2025ના રોજ કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ચીનને લાલ આંખ બતાવવા મુદ્દે જ મોદીને હાડે હાથ લીધા હતા. ઓપરેશન સિંદૂર વખતે ચીને પાકિસ્તાનને મદદ કરી હતી. જેથી સુપ્રિયા શ્રીને કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદીએ ચીનને ‘લાલ આંખ’ બતાવવાની વાત કરી હતી, પરંતુ આજે ‘લાલ જાજમ’ પાથરવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાનના આતંકવાદીઓએ આપણા 28 લોકોને મારી નાખ્યા, પરંતુ સરકાર આજ સુધી તે આતંકવાદીઓને પકડી શકી નથી. દેશનું મીડિયા કોઈ પ્રશ્ન પૂછતું નથી, ફક્ત બડાઈ મારતું રહે છે.
શ્રીનેતએ વધુમાં કહ્યુ હતુ કે જ્યારે આપણા સેનાના ઉપપ્રમુખ કહી રહ્યા છે કે અમે યુદ્ધ દરમિયાન પાકિસ્તાન અને ચીન બંને સામે લડી રહ્યા હતા, તો પછી એસ. જયશંકર કેવી રીતે કહી શકે કે ચીન સાથેના અમારા સંબંધો સુધરી રહ્યા છે. નરેન્દ્ર મોદી અને એસ. જયશંકરના ચીન સાથેના સંબંધો સુધરી રહ્યા હશે, પરંતુ ભારતને તમારા ‘ચીન પ્રત્યેના પ્રેમ’નું પરિણામ ભોગવવું પડશે. રાહુલ ગાંધીએ પહેલા પણ ઘણી વાર આ જ વાત કહી છે કે ચીનનું પાકિસ્તાન સાથે જોડાવું આપણા માટે ઘાતક છે, પરંતુ તેમ છતાં મોદી સરકાર વાહિયાત વાતો કહી રહી હતી. જ્યારે વાસ્તવિકતા એ છે કે ચીન ધ્યાન આપી રહ્યું નથી, તેમ છતાં મોદી સરકાર અને તેમના મંત્રીઓ ચીનને ગળે લગાવી રહ્યા છે.
જો કે આ બધી ચર્ચાઓ બાદ ભારત-ચીનના સંબંધમાં કેટલો સુધારો આવશે તે જોવું રહ્યું. ચીન કોઈ પણ સમયે આડું ફાટી શકે છે અને પાકિસ્તાનનો સાથ આપી શકે છે.
આ પણ વાંચો:
India Pakistan conflict: ઓપરેશન સિંદૂર વખતે ચીને પાકિસ્તાનને મદદ કરી, સેનાએ કર્યો ખુલાસો, મોદી મૌન
UP: પૂજારીએ પ્રસાદમાં નશીલો પદાર્થ નાખી યુવાનનું જાતીય શોષણ કર્યું, વીડિયો ઉતારી લીધા પછી…
China: મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક, શું થઈ ચર્ચા?
Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!
Delhi: કાલકાજી મંદિરમાં પ્રસાદ ભૂખ્યા શખ્સોએ સેવકને પતાવી દીધો, ‘ભાજપની 4 એન્જિનવાળી સરકાર નિષ્ફળ’
US: ખંજરથી પોલીસ પર હુમલો કરવા જતાં શીખ યુવકને ગોળીથી વીંધી નાખ્યો
Milk Bank: ગુજરાતમાં નવજાતોને માતાનું દૂધ પુરુ પાડતી 6 દૂધ બેંક, વર્ષે આટલી માતાઓ કરે છે દૂધ દાન?