
Technology: ચીન, જર્મની જેવા દેશો સતત ટેક્નોલોજીની દુનિયામાં આગળ વધી રહ્યા છે. રોજે રોજ નવા નવા પ્રયોગો કરે છે અને વૈજ્ઞાનિક સિધ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. જ્યારે ભારતના યુવાનો સૈયારા જોઈને રડી રહ્યા છે. તેઓ નવી સિદ્ધિ હાંસલ કરી ખુશીમાં રડતાં હોય તો પણ સારુ લાગે. જ્યારે ચીન જેવા દેશે એક સોલર રિએક્ટર બનાવીને જગતને ચોંકાવી દીધું છે. તો જર્મનીએ પાણીની ટેકનોલોજી વિકસાવીને દુનિયાને જોતી કરતી દીધી છે. આ બંનેના કારણે ભવિષ્યમાં દુનિયામાં મોટું પરિવર્તન આવી શકે છે.
ચીનની સોલર રિએક્ટર ટેકનોલોજી ,સૂર્યપ્રકાશમાંથી જેટ ફ્યુઅલ
પશ્ચિમ ચીનની ડાલિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ફિઝિક્સના સંશોધકોએ એક અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. તેમણે એક એવું સોલર રિએક્ટર વિકસાવ્યું છે, જે સૂર્યપ્રકાશ, હવા અને પાણીનો ઉપયોગ કરીને કેરોસીન (જેટ ફ્યુઅલ) બનાવે છે. આ ટેકનોલોજી એવિએશન અને ટકાઉ ઉર્જા (સસ્ટેનેબલ એનર્જી)ના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે. આ પ્રયોગમાં થર્મોકેમિકલ રિએક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઊંચા તાપમાને હવા અને પાણીમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન જેવા તત્વો અલગ કરે છે. આ તત્વોને એકસાથે પ્રક્રિયા કરીને કેરોસીન બનાવવામાં આવે છે, જે ઝીરો કાર્બન ઉત્સર્જન ધરાવે છે. આ પ્રક્રિયા હાલમાં ખૂબ જ ટેકનિકલ અને ખર્ચાળ છે, પરંતુ તેનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. સંશોધકોનું માનવું છે કે, આ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થશે તો ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટશે અને કાર્બન ઉત્સર્જન શૂન્યની નજીક આવી જશે. આ ફ્યુઅલ હવે પાયલટ ટેસ્ટિંગના તબક્કામાં છે, અને જો આ પ્રયોગ સફળ થશે, તો એવિએશન ઉદ્યોગમાં એક નવો યુગ શરૂ થશે.
જર્મનીની હેલિયો વોટર ટેકનોલોજી, હવામાંથી પાણી
જ્યારે બીજી તરફ જર્મનીની હેલિયો વોટર નામની કંપનીએ રણની હવામાંથી પાણી મેળવવાની એક અનોખી ટેકનોલોજી વિકસાવી છે. રણમાં પાણીની અછત એક મોટી સમસ્યા છે, પરંતુ રાત્રે રણની ઠંડી હવામાં ભેજનું પ્રમાણ હોય છે. આ ભેજને ખેંચીને પાણીમાં રૂપાંતરિત કરવાનો વિચાર હેલિયો વોટરે સાકાર કર્યો છે. કંપનીએ એક હાઇડ્રોસ્કોપિક જેલ વિકસાવી છે, જે હવામાંથી ભેજ શોષી લે છે. આ જેલને ખાસ ટેકનિક દ્વારા પ્રક્રિયા કરીને પાણી મેળવવામાં આવે છે. આ પ્રક્રિયામાં વીજળી, બેટરી કે કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણની જરૂર પડતી નથી, જે તેને અત્યંત ટકાઉ અને ઓછા ખર્ચાળ બનાવે છે. એક સ્ક્વેર મીટરની પેનલ દ્વારા એક રાતમાં લગભગ ત્રણ લિટર પાણી મેળવી શકાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના સહયોગથી આ ટેકનોલોજીનો પાયલટ પ્રોજેક્ટ મોરોક્કો અને નામિબિયાના રણમાં શરૂ કરવામાં આવ્યો છે. સંશોધકોનો દાવો છે કે, આ ટેકનોલોજી દૂરના રણ વિસ્તારો, લશ્કરી છાવણીઓ અને પાણીની અછતવાળા વિસ્તારોમાં ગેમ-ચેન્જર સાબિત થશે.
ભવિષ્યની શક્યતાઓ અને ભારત માટે પ્રેરણા
ચીન અને જર્મનીની આ શોધો વૈશ્વિક સ્તરે ઉર્જા અને પાણીની સમસ્યાઓનું સમાધાન લાવવાની ક્ષમતા ધરાવે છે. ચીનનું સોલર રિએક્ટર ફોસિલ ફ્યુઅલનો વિકલ્પ આપી શકે છે, જેનાથી પર્યાવરણને નુકસાન ઘટશે. તેવી જ રીતે, જર્મનીની હેલિયો વોટર ટેકનોલોજી રણના વિસ્તારોમાં પાણીની અછતને દૂર કરી શકે છે. આ બંને શોધો ભારત જેવા દેશો માટે પણ પ્રેરણાદાયી છે. ભારતમાં યુવાનો પાસે અપાર સંભાવનાઓ છે, પરંતુ નવીન સંશોધનો અને વૈજ્ઞાનિક પ્રયોગોમાં રોકાણ અને પ્રોત્સાહનની જરૂર છે. જો ભારત પણ આવી ટેકનોલોજી વિકસાવવા પર ધ્યાન આપે, તો ઉર્જા અને પાણી જેવા ક્ષેત્રોમાં આત્મનિર્ભર બની શકે છે. આ શોધો એ બતાવે છે કે માનવજાતની સમસ્યાઓનું સમાધાન શક્ય છે, બસ જરૂર છે નવીન વિચારો, સંશોધન અને સમર્પણની. ભવિષ્યમાં આ ટેકનોલોજીઓ વિશ્વને વધુ ટકાઉ અને સમૃદ્ધ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો:
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો
UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?