
Journalist Jagdish Mehta: સૌરાષ્ટ્રના જાણીતા પત્રકાર જગદીશ મહેતાએ આદિવાસી સમાજ વિશે કરવામાં આવેલા કથિત અપમાનજનક નિવેદનોને લઈને આદિવાસી સમાજનો રોષ ભભૂકી ઊઠ્યો છે પત્રકાર જગદીશ મહેતાએ આ નિવેદન બદલ માફી પણ માંગી છે તેમ છતા આદિવાસી સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથ પત્રકાર જગદીશ મહેતા સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં અને કચેરીઓમાં આવેદન પત્રો અને અરજીઓ આપવામાં આવી રહી હતી ત્યારે આખરે પોલીસે પત્રકાર જગદીશ મહેતા અને ગોપી ઘાંઘર સામે ફરિયાદ નોધી છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ પત્રકાર જગદીશ મહેતા અને પત્રકાર ગોપી ઘાંઘર વિરુદ્ધ આદિવાસી સમાજ અંગે અભદ્ર અને અસામાજિક શબ્દોનો ઉપયોગ કરવા બદલ SC/ST એટ્રોસિટી એક્ટ હેઠળ FIR નોંધાવી છે.
આખરે પત્રકાર જગદિશ મહેતા સામે ફરિયાદ નોધાઈ
આ પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપી હેડ લાઈન્સ ન્યુઝના ગૃપ એડિટર, જગદિશ મહેતાએ ફરીયાદી તુષાર ચૌધરી આદિવાસી સમાજમાંથી આવતા હોવાની તેઓને સારી એવી જાણકારી હોવા છતા તેઓ વરિષ્ઠ પત્રકાર હોવા છતાં પણ તેમની હેડ લાઈન્સ ન્યુઝ ચેનલ પર ફરીયાદી તથા ફરીયાદીના સમાજ ઉપર આદિવાસી તરીકે દેખાય આવતા નથી. તેમજ આદિવાસી લોકો કાળા ભમ્મર, હાથમાં તીર-કામઠા, પહેરવા અડધા પડધા લંગડા, ઉઘાડા પગ, જંગલમાં રહેવાનું, જાનવર સાથે બાજવાનુ. જીવ સટોસટ લડવાનુ વિગેરે જેવા હલ્કા શબ્દો આ કામના ફરીયાદી તથા ફરીયાદીના સમાજને નીચા પાડવાના બદઈરાદે બોલી તથા આરોપી નં.2 નિર્ભય ન્યુઝ ચેનલના એન્કર ગોપી ઘાંધરે પણ જગદિશ મહેતાની વાતોને હા પાડીને સમર્થન આપી તેમજ આ કામના ફરીયાદીના પિતા સ્વ. અમરસિંહ ચૌધરી (માજી-મુખ્યમંત્રી, ગુજરાત રાજય) તથા ફરીયાદી કોઈપણ રીતે આદિવાસી લાગતા નથી વિગેરે બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ કરી તેમજ આદિવાસી સમાજ કઈ રીતે રહે છે, દેખાવે કેવા છે, એની રહેણી કરણી કેવી છે જેવી બાબતોનો ઉલ્લેખ કરી લાઇવ ડિબેટનો વિડીયો વોટ્સએપ ઉપર વાયરલ કરી, આ કામના ફરીયાદીની સામાજીક તથા રાજકીય પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનુ ગેરકાયદેસરનુ કૃત્ય કરી ગુનો કર્યો હોવાથી તેમની સામે એટ્રોસીટી એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધાવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી તરીકે જગદીશ મહેતા અને સહ આરોપી તરીકે ગોપી ઘાંઘરનો સમાવેશ થાય છે.
જગદીશ મહેતાની વાતને સમર્થન આપવા બદલ ગોપી ઘાંઘર સામે પણ ફરિયાદ
પત્રકાર જગદીશ મહેતા સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ-356 (1) મુજબ અંગત ડેફરમેશન કરવામાં આવી છે જ્યારે ગોપી ઘાંઘર સામે જગદીશ મહેતાની વાતને સમર્થન આપવા અને પોતાની ચેનલ ઉપર વીડીયો પ્રકાશિત કરવા બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ-356(1) તથા 356 (2) મુજબનો ગુનો ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચોઃ
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી! જાણો હવામાન વિભાગની આગાહી
Sabarkantha: તલોદ શહેરમાં કંકોડા શાકભાજીની શરૂઆત, જાણો તેના ફાયદા
Ajab Gjab: મહિલાએ એકસાથે 5 બાળકોને આપ્યો જન્મ, જાણો ક્યાનો છે આ ચોંકાવનારો કિસ્સો