કોંગ્રેસે એલોન મસ્કની કંપની સ્ટારલિંકના એરટેલ અને જિયો સાથેના કરાર પર ઉઠાવ્યા સવાલ

  • India
  • March 13, 2025
  • 0 Comments
  • કોંગ્રેસે એલોન મસ્કની કંપની સ્ટારલિંકના એરટેલ અને જિયો સાથેના કરાર પર ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસે એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ પ્રદાન કરતી કંપની સ્ટારલિંક સાથે બે ભારતીય કંપનીઓના કરાર પર પ્રશ્નો ઉઠાવ્યા છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “માત્ર બાર કલાકની અંદર, એરટેલ અને જિયોએ સ્ટારલિંક સાથે ભાગીદારીની જાહેરાત કરી છે, એવું લાગે છે કે સ્ટારલિંકના ભારતમાં પ્રવેશ સામેના તેમના બધા વાંધાઓ, જેના વિશે તેઓ લાંબા સમયથી અવાજ ઉઠાવી રહ્યા હતા, તે દૂર થઈ ગયા છે.”

“એ વાત બિલકુલ સ્પષ્ટ છે કે આ ભાગીદારી બીજા કોઈએ નહીં પણ ખુદ વડા પ્રધાને સ્ટારલિંકના માલિક એલોન મસ્ક દ્વારા રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે સારા સંબંધો સુનિશ્ચિત કરવા માટે બનાવી છે.”

જયરામ રમેશે લખ્યું છે, “પરંતુ ઘણા પ્રશ્નો બાકી છે. કદાચ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત છે. જો રાષ્ટ્રીય સુરક્ષાની જરૂર હોય તો કનેક્ટિવિટી ચાલુ રાખવાનો કે બંધ કરવાનો અધિકાર કોના પાસે હશે? શું તે સ્ટારલિંક હશે કે તેના ભારતીય ભાગીદારો હશે?”

જયરામ રમેશે પૂછ્યું છે કે, “શું ભારતમાં અન્ય સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવાઓને પણ મંજૂરી આપવામાં આવશે અને જો હા, તો કયા આધારે? સ્વાભાવિક છે કે, ભારતમાં ટેસ્લાના ઉત્પાદનનો મોટો પ્રશ્ન રહે છે. શું હવે સ્ટારલિંકને ભારતમાં આવવાની સુવિધા મળી છે ત્યારે આ માટે કોઈ પ્રતિબદ્ધતા આપવામાં આવી છે?”

મંગળવારે એરટેલ અને બુધવારે જિયોએ સ્ટારલિંક હાઇ સ્પીડ ઇન્ટરનેટ માટે અમેરિકન અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા.

સ્ટારલિંક એક સેટેલાઇટ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા છે જે સેટેલાઇટ કવરેજમાં ગમે ત્યાં ઇન્ટરનેટ એક્સેસ પ્રદાન કરી શકે છે. આ સુવિધાને કારણે તે દૂરના અથવા ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં પરંપરાગત ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ નથી ત્યાં ઇન્ટરનેટ એક્સેસ માટે એક સારો વિકલ્પ છે.

પરંતુ તેની સાથે-સાથે વર્ષોથી ચાલી આવતા સુરક્ષાના નીતિ-નિયમો એકદમ બદલાઈ કેમ ગયા તેને લઈને પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. એલોન મસ્ક પાછલા ઘણા સમયથી ભારતીય માર્કેટમાં પોતાની ઈન્ટરનેટને લગતી સેવાઓની એન્ટ્રી કરાવવા માંગતા હતા.પરંતુ ભારતીય નિયમોના કારણે તેમને એક્સેસ મળી રહ્યુ નહતું. પરંતુ પીએમ મોદીની અમેરિકા મુલાકાત પછી ઘણી બધી ચીજ-વસ્તુઓ બદલાઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યુ છે.

ભારતીય પડોશી દેશ ચીન પણ એલન મસ્કની કંપની સ્ટારલિંકને પોતાના દેશમાં સુરક્ષાના કારણોસર પ્રવેશવા દઈ રહી નથી. તે પોતાના જ દેશના નેટવર્કને મોટું કરવા પાછળ ધ્યાન આપી રહી છે. આ વચ્ચે ભારતે સ્ટારલિંકને ભારતમાં એન્ટ્રી કરવાની પરવાનગી આપી દીધી છે. આ અચાનક અને ઓચિંતા થયેલા ફેરફાર શંકાસ્પદ લાગી રહ્યા છે. આ નિર્ણય પર દેશના બુદ્ધિજીવીઓએ વિરોધ દર્શાવ્યો છે.

આ પણ વાંચો-બલુચિસ્તાન ટ્રેન હાઇજેક: ઓપરેશન ખત્મ, પાકિસ્તાની સેનાએ શું જણાવ્યું?

  • Related Posts

    Air Force: વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ; બે પાયલોટ શહીદ
    • March 6, 2026

     Air Force: આસામના કાર્બી આંગલોંગમાં વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ થઈ જતા સર્જાયેલી દુર્ઘટનામાં વિમાનના બંને પાયલોટ શહીદ થયા હતા જેમાં સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઇટ લેફ્ટિનન્ટ પુર્વેશ દુરગકરનો સમાવેશ…

    Continue reading
    Stock Market Crash 2026: મહાયુદ્ધથી શેરબજાર ધડામ: સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, રૂપિયો
    • March 4, 2026

    Stock Market Crash 2026: અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે, સેન્સેક્સ ૧૭૦૦ પોઈન્ટ તૂટ્યો હતો અને રૂપિયો ₹૯૨.૧૫ ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો છે,ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે આજે ભારતીય શેરબજારમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Iran War: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝીઝકિઆનની ધમકી, હવે પરિણામ ભોગવવા તૈયાર રહો!

    • March 6, 2026
    • 6 views
    Iran War: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝીઝકિઆનની ધમકી, હવે પરિણામ ભોગવવા તૈયાર રહો!

    Modi: મોદીજીએ સ્વદેશી ગેસ-તેલની કરેલી મોટી જાહેરાતો ગુબ્બરા સાબિત થઈ? જુઓ ખાસ વિશ્લેષણ

    • March 6, 2026
    • 7 views
    Modi: મોદીજીએ સ્વદેશી ગેસ-તેલની કરેલી મોટી જાહેરાતો ગુબ્બરા સાબિત થઈ? જુઓ ખાસ વિશ્લેષણ

    Morbi: ઈરાન યુદ્ધને પગલે મોરબીનો સિરામિક ઉદ્યોગ ઠપ્પ ; યુદ્ધ લાંબુ ચાલ્યુતો ભારતમાં મોટો આર્થિક ફટકો પડશે!

    • March 6, 2026
    • 10 views
    Morbi: ઈરાન યુદ્ધને પગલે મોરબીનો સિરામિક ઉદ્યોગ ઠપ્પ ; યુદ્ધ લાંબુ ચાલ્યુતો ભારતમાં મોટો આર્થિક ફટકો પડશે!

    Iran war: ઈસ્લામિક વિચારધારા ખતમ કરવા શરૂ થયેલા કથિત જંગમાં સેંકડો નિર્દોષ લોકોના મોત! અબજોનું નુકશાન! જાણો રોજના કેટલો થઈ રહ્યો છે ખર્ચ!

    • March 6, 2026
    • 11 views
    Iran war: ઈસ્લામિક વિચારધારા ખતમ કરવા શરૂ થયેલા કથિત જંગમાં સેંકડો નિર્દોષ લોકોના મોત! અબજોનું નુકશાન! જાણો રોજના કેટલો થઈ રહ્યો છે ખર્ચ!

    Narendramodi: અમેરિકન મહિલા પત્રકારે નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ સન્માન માટે જે કહ્યું તે સાંભળી ચોંકી જશો! જાણો મામલો

    • March 6, 2026
    • 18 views
    Narendramodi: અમેરિકન મહિલા પત્રકારે નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ સન્માન માટે જે કહ્યું તે સાંભળી ચોંકી જશો! જાણો મામલો

    Air Force: વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ; બે પાયલોટ શહીદ

    • March 6, 2026
    • 10 views
    Air Force: વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ; બે પાયલોટ શહીદ