
અમદાવાદમાં ભાજપની વિદ્યાર્થી પાંખ ABVPએ યોજેલા કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ હાજર રહતાં વિરોધ થઈ રહ્યો છે. કુલપતિ નિરજા ગુપ્તા ભાજપના નેતાઓ સાથે બેઠાં હોય તેવાં ફોટો વાઈરલ થતાં NSUIએ સરકારમાં કુલપતિ સમક્ષ પગલાં લેવા માગ કરી છે. NSUI પ્રદેશ મંત્રી, વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું છે કે આજ સુધી એક પણ કુલપતિ કે યુનિવર્સિટીના હોદ્દેદારો NSUI કે કોંગ્રેસ પ્રેરિત કોઇપણ કાર્યક્રમેમાં હાજરી આપી નથી.
ત્યારે અમદાવાદ એજ્યુકેશન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ABVPના અધિવેશનમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની ઉપસ્થિતિથી વિવાદ સર્જાયો છે. ત્યારે NSUIએ સવલા કર્યા છે કે કોંગ્રેસ અથવા NSUI પ્રેરિત કાર્યક્રમમાં કુલપતિ હાજરી આપવાની હિંમત કરશે ખરા? વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કુલપતિએ બંધારણીય હોદ્દો હોવાથી આ પ્રકારના કાર્યક્રમમા હાજરી આપવી એ યોગ્ય નથી. આજ સુધી એક પણ કુલપતિ કે યુનિવર્સિટીના હોદ્દેદારો એનએસયુઆઈ કે કોંગ્રેસ પ્રેરિત કોઈ પણ કાર્યક્રમ હોય તેમાં હાજરી આપી નથી. કોઇ પ્રોફેસર વ્યક્તિગત સંબંધોમાં હાજરી આપવા ગયા હોય તો પણ તેની સામે સત્તાધીશો દ્વારા પગલાં લેવાના કિસ્સાઓ પણ ભૂતકાળમાં બન્યા છે.
NSUI પ્રદેશ મંત્રી, વિક્રમસિંહ ગોહિલે વિડિયોમાં શું કહ્યું જુઓ:
આ સમાચાર પણ વાંચોઃ RAJKOT: વકીલો અને અસીલો વચ્ચે મારામારી, મહિલા વકીલ સહિત બે સારવાર હેઠળ







