
Surat Crime: સુરતના માંગરોળમાં ખળભળાટ મચાવનાર સામૂહિક બળાત્કારની ઘટનાામાં બે શખ્સો દોષિત ઠર્યા છે. ગત નવરાત્રીમાં કોસંબા પોલીસ હદમાં આવતાં વિસ્તારમાં સગીરાને મિત્ર પાસેથી આરોપીઓ ખેંચીને લઈ ગયા બાદ બળાત્કાર ગુજાર્યો હતો. ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીને પકડ્યા હતા. જેમાં એકનું બીમારીને કારણે મોત થયું હતુ. 15 દિવસમાં 3 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરાઇ હતી.
કોર્ટે દોષિતોને આપી સજા
ત્યારે આજે બે દોષિતોને સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી છે. બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. દોષિત મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને આજીવન કેદની સજા કરાઈ છે. આરોપીઓને છેલ્લા શ્વાસ સુધીની કેદની સજા સંભળાવી છે. જ્યારે પીડિતાને રુ. 10 લાખની સહાય કરવ હુકમ કર્યો છે. પોક્સો અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ કોર્ટે સજા કરી છે.
ગુનેગારોને સજા મળતાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી
બળાત્કારના ગુનેગારોને સજા મળતાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ કે, ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ એ ગુનેગારો માટે લાલ આંખ અને ભોગ બનનાર માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ રહી છે. આ નવા કાયદા હેઠળ કોર્ટમાં ઝડપથી કેસ ચલાવવામાં સફળતા પ્રાપ્ત થઈ રહી છે. ગુજરાત સરકારે આ નવા કાયદા અંતર્ગત અનેક લોકોને સજા અપાવવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારે સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં બનેલી ઘટના એક નાની દીકરી પર જે રેપની ઘટના બની માત્ર 130 દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ ત્રણે ત્રણ આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર માનું છું. અને ખાસ કરીને આ ભોગ બનનાર પરિવારને જે ન્યાય આપ્યો છે અને કડકમાં કડક સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ સુરત જિલ્લા પોલીસને હું અભિનંદન આપુ છું.
શુ હતી ઘટના ?
સગીરો પર ગેંગરેપનો સમગ્ર ઘટનાક્રમ નવરાત્રિમાં બન્યો હતો. 8 ઓક્ટોબરની રાત્રે 10:45થી 11:15 વાગ્યાની વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરા ગામની સીમમાં શેરડીના ખેતરમાં અવવારૂ જગ્યાએ એક 17 વર્ષિય સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. તે દરમિયાન અજાણ્યા 3 શખ્સોએ પહોંચીને સગીરાના મિત્રને માર મારીને ભગાડી દીધો હતો. બાદમાં સગીરાને ઢસડી જઈ બળાત્કાર ગુજાર્યો હતો.
આ પણ વાંચોઃ Mahakumbh 2025: કુંભ મેળાના સેક્ટર 8માં લાગી મોટી આગ, વારંવાર આગની ઘટનાઓ
આ પણ વાંચોઃ Ahmedabad: રાજપુરના પ્રાચીન જૈન દેરાસરમાંથી મૂર્તિઓ શીલજમાં લઈ જવાતાં વિવાદ