
Cyber Attack: રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સાયબર ફોર્સે તેના પર પોતાની પોસ્ટ કરી છે. શિક્ષણ વિભાગની વેબસાઇટ ખુલી રહી નથી. વેબસાઇટ પર કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા પર લખેલું બેનર પોસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં લખ્યું છે કે પહેલગામ હુમલો અંદરખાને થયેલો હુમલો છે. મતલબ હુમલા માટે ભારત સરકારને પણ જવાબદાર ઠેરવી છે.
પોસ્ટમાં શું લખ્યું હતું
પાકિસ્તાનના સાયબર ફોર્સ દ્વારા રાજસ્થાનના શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરવામાં આવી છે. તેના પર પહેલગામ આતંકવાદી હુમલા અંગે એક પોસ્ટ પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે “પહેલગામ અંદરખાનેથી કરાયો હુમલો છે. ભારત સરકારે આ યુદ્ધ ભડકાવવા અને ધર્મના આધારે ભાગલા પાડવા માટે કર્યું છે” તેમાં આગળ લખ્યું “તમારી આંખો ખોલો, તમારા નેતાઓને પ્રશ્ન કરો, તમારી ગુપ્ત માહિતી ખોટી છે.”
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારત સરકારે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરી છે. જેના કારણે પાકિસ્તાન નારાજ છે. ભારતમાં 26 લોકોની હત્યા બાદ દેશના ખૂણે ખૂણે પાકિસ્તાન વિરુદ્ધ વિરોધનો અવાજ વધુને વધુ બુલંદ થઈ રહ્યો છે. હવે મંગળવારે પાકિસ્તાને રાજસ્થાનના શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરી લીધી. જેના પર સરકાર વિરુદ્ધ એક પોસ્ટ લખેલી છે. શિક્ષણ વિભાગ પર કરવામાં આવેલી પોસ્ટમાં, આ હુમલા માટે ભારત સરકારને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ
Pahalgam Attack: પહેલગામ હુમલાનો સૌથી ખતરનાક વિડિયો સામે આવ્યો
આટલાં વર્ષોથી ગુજરાત પોલીસ ઘુષણખોરોને કેમ પકડતી નહોતી? આદેશ નહોતો, કે ઈચ્છા નહોતી?
બધી પાર્ટીના લોકો આવ્યા પણ મોદીજી ના આવ્યા, આ શરમની વાત: Mallikarjun Kharge
ક્યા છે ચોકીદાર? ‘આતંકીઓ આરામથી મારી જતાં રહ્યા’ | Pahalgam Terror Attack