દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા મામલે ચુકાદો, જાણો આરોપી આચાર્યને કોર્ટે કેટલી સજા ફટકારી?

Dahod News:દાહોદના ચકચારી કેસ 6 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. દાહોદમાં બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં આચાર્યને લીમખેડા સેશન્સ કોર્ટેમાં આજે સુનાવણી થઈ હતી જેમા કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા મામલે આરોપી આચાર્ય ગોવિંદ નટને કોર્ટે 10 વર્ષની સજા સાથે 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

પોલીસ તપાસ પર ઉઠ્યા સવાલો

આ મામલે આરોપીના વકીલના જણાવ્યા અનુસાર, કોર્ટે POCSO અને હત્યાના કેસને નકારતા આચાર્યને ગંભીર બેદરકારી માટે BNSની કલમ 105(2) હેઠળ સજા કરી છે. તેમજ વકીલે એમ પણ જણાવ્યું હતુ કે,પોલીસે જે પણ તપાસ કરી હતી અને જે પુરાવા રજૂ કર્યા હતાં તે કોર્ટે માન્ય માન્ય રાખ્યા નથી. આ મામલે પોલીસ તપાસ અને ચાર્જશીટ પર ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, POCSO અને હત્યાની કલમનો ચાર્જશીટમાં સમાવેશ હોવા છતાં કોર્ટમાં સાબિત ન થઈ શકવાના કારણે આરોપીને POCSO અને હત્યા મામલે નિર્દોશ જાહેર કરાયો છે. નોંધનીય છે કે, આ કેસમાં 12 દિવસમાં ચાર્જશીટ દાખલ થઈ, 150 સાક્ષીઓના નિવેદનો લેવાયા, અને 35 હિયરિંગમાં ટ્રાયલ પૂર્ણ થઈ છે.

ક્યારે બની હતી ઘટના ?

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાં સપ્ટેમ્બર 2024માં એક 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો હતો. આ કેસમાં આરોપી ગોવિંદ નટ, જે શાળાના આચાર્ય હતા, તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાએ ગુજરાતભરમાં આક્રોશ ફેલાવ્યો હતો.

આચાર્યની કરતૂતનો કેવી રીતે ફૂટ્યો હતો ભાંડો ?

દાહોદ પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે 10:30 વાગ્યે બાળકીની માતાએ તેને ગોવિંદ નટની કારમાં શાળા જવા માટે બેસાડી હતી. ગોવિંદ નટે પોલીસને જણાવ્યું હતું કે તેણે બાળકીને શાળામાં છોડી દીધી હતી, પરંતુ શાળાના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે શાળા છૂટ્યા બાદ તેણે બાળકીને ગોવિંદ નટની કારમાં ઊંઘેલી હાલતમાં જોઈ હતી. પોલીસે ગોવિંદ નટના મોબાઈલ ફોનનું ટેકનિકલ એનાલિસિસ કર્યું, જેમાં જાણવા મળ્યું કે બાળકીને કારમાં બેસાડ્યા બાદ શાળા પહોંચવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગ્યો હતો. આથી પોલીસની શંકા ગોવિંદ નટ પર શંકા ગઈ હતી. ગોવિંદ નટે બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો, અને જ્યારે બાળકીએ વિરોધ કર્યો, ત્યારે તેણે તેની હત્યા કરી નાખી અને બાળકીની લાશને શાળા પરિસરમાં ફેંકી દીધું. બાળકીના જૂતા અને બેગ પણ ઠેકાણે લગાવી દેવામાં આવ્યા હતા.

ગોવિંદ નટનું ભાજપ કનેક્શન

ગોવિંદ નટના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), વિશ્વ હિન્દુ પરિષદ (VHP), અને ભાજપ સાથે સંબંધો હતા, તેમજ ગુજરાતના પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સાથે પણ તેનું કનેક્શન હોવાનું સામે આવતા કોંગ્રેસે અનેક મોટા આક્ષેપ કર્યા હતા.

આ પણ વાંચોઃ

પાકિસ્તાનમાં કેવી રીતે ગુપ્ત માહિતી પહોંચતી હતી ? ‘જાસૂસ’ Jyoti Malhotra ની કબૂલાતમાં ચોંકાવનારા ખુલાસા

Chhattisgarh માં સુરક્ષા દળોને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 26 થી વધુ નક્સલીઓ ઠાર

Gondal: જામીન પર છુટેલા દિનેશ પાતરની તબિયત લથડી, હોસ્પિટલના બિછાનેથી જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ પર આક્ષેપ

હિંમતનગર પાલિકાએ લગાવેલા ટ્રાફિક સિંગ્નલો 5 વર્ષથી બંધ, ચાલુ કરવા માંગ | Traffic signal

Gujarat માં આજે 21 જિલ્લામાં ખાબકશે વરસાદ, જાણો હવામાન વિભાગની નવી આગાહી

Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં

Ahmedabad: ચંડોળામાં બીજા તબ્બકાનું દબાણો હટાવવાનું કામ યથાવત, 8 હજારથી વધુ ઘરો તોડી પડાયા

Lion Census: ગુજરાતના સાવજોની સંખ્યા જાહેર, 891 વસ્તી

Vadodara: કોંગ્રેસ નેતાના પુત્રની કરતૂત, દુષ્કર્મ બાદ બળજબરીથી ગર્ભપાત, નર્સ, મામા- મામી સહિત 8 લોકોની સંડોવણી

Ahmedabad માં એક સાથે નોંધાયા 7 નવા કેસ, 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા આવ્યા ઝપેટમાં

Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્રમો

Jamnagar: 20 યુવકોએ હાઈવે પર લગાવી બાઈક રેસ, યુવક ટ્રક સાથે અથડાયો, પળવારમાં મોત

Covid-19:દેશમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને, જાણો કુલ કેસનો આંકડો

Dahod Mgnrega Scam: ભાજપ નેતાઓ બચુ ખાબડના બેટાઓના કૌભાંડ પર ચૂપ કેમ?

Rajkot:કોંગ્રેસની રેલી યોજાય તે પહેલા જ કાર્યકરોની અટકાયત, કોંગ્રેસ 6 દિવસ કરશે આ કાર્યક્રમો

હું ભાગેડુ નથી, PM ના કાર્યક્રમ માટે સંખ્યા ભેગી કરું છું, પુત્રોની ધરપકડ અને Bachu Khabad ને કાર્યક્રમની પડી?

tsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

 

  • Related Posts

    Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત
    • August 6, 2025

    Bhavnagar: ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કચરા ડમ્પિંગ પોઈન્ટ પર એક દુઃખદ અકસ્માત સર્જાયો, જેમાં 17 વર્ષીય યુવક મોહમ્મદ આસિફ ગુફરાન મોહમ્મદ ઇલ્યાસ અંસારીનું મોત નીપજ્યું.…

    Continue reading
    Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?
    • August 6, 2025

    Surat: સુરતમાં ભાઠેના પંચશીલનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ડ્રગ માફિયાએ પોલીસની ગતિવિધી પર નજર રાખવા સીસીટીવી કેમેરા અને વોકીટોકીનો ઉપયોગ કર્યો હતો. અને આ જ કારણે તે પોલીસની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

    • August 6, 2025
    • 6 views
    શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

    Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

    • August 6, 2025
    • 19 views
    Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

    Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

    • August 6, 2025
    • 6 views
    Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

    Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

    • August 6, 2025
    • 11 views
    Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

    Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

    • August 6, 2025
    • 23 views
    Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

    Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

    • August 6, 2025
    • 33 views
    Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો