Dahod: પ્રતિષ્ઠિત SBI બેન્કમાં લોન ગોટાળાનો ભાંડાફોડ, 30 લોકો સામે ગુનો દાખલ, બેંક મેનેજર,એજન્ટ સહિત 18ની ધરપકડ

Dahod: દાહોદમાં દેશની સૌથી પ્રતિષ્ઠિત અને સુરક્ષિત ગણાતી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી લોન કૌભાંડ સામે આવ્યું છે. જેમાં સ્ટેટ બેંકની બે અલગ અલગ બ્રાન્ચમાં એજન્ટોએ અગાઉના બેંક મેનેજર સાથે મળી બોગસ પગાર સ્લીપ તેમજ બનાવટી દસ્તાવેજોના આધારે બેંકના તમામ નીતિ નિયમોને નેવી મૂકી 5.50 કરોડની લોન આપી છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું છે આ કૌભાંડ બેંકની ઓડિટ રિપોર્ટમાં ખુલ્યું છે. આ મામલે બેંક મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જે બાદ પોલીસે કાર્યવાહી કરતા હાલ બેંક મેનેજર એજન્ટો સહિત 30 જેટલા લોકો સામે નામજોગ ગુના દાખલ કર્યો છે અને બંને બ્રાન્ચ ના મેનેજર, બે એજન્ટો તેમજ લોનધારકો મળી કુલ 18 લોકોની ધરપકડ કરી છે આ કૌભાંડ સામે આવતા દાહોદમાં ખળભળાટ મચી ગયો છે.

દાહોદમાં 5.50 કરોડનું લોન કૌભાંડ

દાહોદમાં એક પછી એક કૌભાંડ સામે આવતા દાહોદનું નામ રાજ્ય લેવલે નહીં પરંતુ દેશભરમાં કલંકિત થઈ રહ્યું છે. ત્યારે હવે state bank of india માંથી લોન કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં 2021 થી 2024 ના સમયગાળા દરમિયાન sbi ની મેઈન બ્રાન્ચના મેનેજર ગ્રુમીતસિંહ પ્રેમસિંગ બેદી હાલ રહેવાસી સમા સાવલી વડોદરાનાએ સંજય ડામોર રેહ દાહોદ તેમજ ફઇમ શેખ રહેવાસી સુરતના જોડે મેળાપીપણા કરી ગેરકાયદેસર નાણાના સ્ત્રોત બતાવી, પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો અને બેંકના નિયમોને નેવે મૂકી રેલવેમાં વર્ગ 4 માં નોકરી કરતા રેલવે કર્મચારીઓને કમિશન ઉપર તેમની પગાર ઓછી હોવા છતાંય બનાવટી પગાર સ્લીપમાં પગાર વધારે બતાવી 19 લોકોને 4.75 કરોડની લોન આપી દીધી. આવી જ રીતે GLK ટાવરમાં ચાલતી SBI ની બીજી બ્રાન્ચ બ્રાન્ચના મેનેજર મનીષ વામનરાવ ગવલેએ બંને એજન્ટો સાથે મળી 10 જેટલા વ્યક્તિઓના બનાવટી દસ્તાવેજો, પગાર સ્લીપ, બનાવી તેમને ઓન પેપર જીએસઆરટીસીના કર્મચારી તેમજ શિક્ષકો બતાવી 82.72 લાખ રૂપિયાની લોન આપી દીધી આમ બેંક મેનેજરે બંને એજન્ટો સાથે મળીને બેંકના નિયમોને નેવે મૂકી ગોટાળા કરીને લોન આપી દીધી હોવાનો પર્દાફાશ થતા તેમની સામે પોલીસે કાયદાકીય પગલા લીધા છે.

આરોપીઓ લોન લેનાર વ્યક્તિ પાસેથી કમિશન પેટે પૈસા લેતા હતા

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પોલીસ દ્વારા પકડાયેલા સંજય ડામોર અને ફઈમ શેખ બેંકની બહાર એજન્ટ તરીકે લોન લેવા આવનાર વ્યક્તિઓની શોધમાં રહેતા હતા અને તેમની પગાર સ્લીપ અપડેટ કરાવી મોટી લોન અપાવવાની બાહેધારી આપતા હતા. અને લોન મંજુર થયા બાદ લોન લેનાર વ્યક્તિ પાસેથી કમિશન પેટે પૈસા લેતા હતા. જેમાંથી એક ભાગ બેંક મેનેજર સુધી પહોંચાડવામાં આવતો હતો. આમ બંને એજન્ટો બેન્ક મેનેજર સાથે મળી આ લોન કૌભાંડ આચરી રહ્યા હતા.

કેવી રીતે ખુલ્યું કૌભાંડ?

આ લોન કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો. અને બનાવટી પગાર સ્લીપ લોન લેનાર લોનધારકો પણ લોનના હપ્તા સમયસર ભરી રહ્યા હતા. પરંતુ ગેરકાયદેસર રીતે લોન મેળવનાર ત્રણથી ચાર જેટલા લોન ધારકો હપ્તાના પૈસા સમયસર ન ભરી શકતા તેમના ખાતા NPA થયા હતા. જે બાદ જૂન 2024 માં ઓડિટ રિપોર્ટમાં મામલો સામે આવ્યો હતો.જેમાં દસ્તાવેજો નિરીક્ષણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

બોગસ પગાર સ્લીપો તેમજ બનાવટી દસ્તાવેજોના આધારે લોન લેનારની યાદી

(1) ગુરમિતસિંહ પ્રેમસીંગ બેદી બેંક મેનેજર
(2) રાળુભાઈ ગુલાભાઈ મેડા
(3) વિજયકુમાર મદનભાઇ ડામોર
(4) સુરમલભાઇ વિછીયાભાઈ બબેરીયા
(5) રાજેન્દ્રસીંગ ભવરસીંગ રાજાવત
(6) મુકેશભાઈ છતરૂભાઈ ભાભોર
(7) રાકેશભાઈ હરસીંગભાઈ ડોડીયાર
(8) વિજયભાઇ મોસીનભાઈ ડામોર
(9) અરવિંદભાઈ શનુભાઈ ચારેલ
(10) નરેશભાઈ બચુભાઈ ભુરીયા
(11) ફતેસીંગ મંગળાભાઈ ગોહિલ
(12) ખાતુભાઈ લલુભાઈ બામણીયા
(13) રેમલાભાઈ વિછીયાભાઈ ભાભોર
(14 )અમરસીંગ ગબુભાઈ ડામોર
(15)દિલીપકુમાર સીયારામ પાલ
(16) સુરેશકુમાર રૂપસીંગ રાઠોડ
(17) તાજુભાઈ કસનાભાઈ પરમાર
(18) વિક્રમભાઈ મંગળભાઈ પટેલીયા
(19)સંજયભાઈ રૂપાભાઈ હઠીલા
(20) આશીષકુમાર સીમલભાઇ બારીયા
(21) અંકીત રાજેન્દ્રકુમાર જાતે ધોલકીયા
(22) પ્રવિણભાઈ ગલાભાઈ જાતે ગરાસીયા
(23) રમેશભાઈ ગુલાબભાઈ જાતે ગોધા
(24) જેસિંગભાઈ નાનજીભાઈ જાતે ડામોર
(25) રાજેશભાઈ હિરજીભાઈ જાતે મછાર
(26) ભરતભાઈ નવલભાઈ જાતે પારગી
(27) ઝીનલબેન સોમાભાઈ જાતે મકવાણા
(28) રાજેન્દ્રકુમાર ડાહ્યાભાઈ જાતે ગાંધી
(29) સુભાષકુમાર મનોરભાઈ જાતે તાવીયાડ
(30) ભીખાલાલ ધુલજીભાઈ જાતે પ્રજાપતી
(31) મનીષ વામનરાવ જાતે ગવલે ( બેંક મેનેજર)

આ પણ વાંચોઃ 

Ghaziabad Crime News: Blinkit અને Swiggy ના ડ્રેસમાં દુકાનમાં ઘૂસ્યા, બંદૂકની અણીએ લૂંટ, લાખોના ઘરેણાં લઈ ફરાર

Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી! જાણો હવામાન વિભાગની આગાહી

Sabarkantha: તલોદ શહેરમાં કંકોડા શાકભાજીની શરૂઆત, જાણો તેના ફાયદા

Ajab Gjab: મહિલાએ એકસાથે 5 બાળકોને આપ્યો જન્મ, જાણો ક્યાનો છે આ ચોંકાવનારો કિસ્સો

Related Posts

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ
  • August 5, 2025

Vadodara: વડોદરા ફાયર બ્રિગેડ વિભાગમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિઓની ફરિયાદો ઉઠતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક તપાસના આદેશ આપ્યા હતા.…

Continue reading
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?
  • August 5, 2025

Surat Fake Tobacco Factory: સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વારંવાર નકલી વસ્તુઓ, અધિકારીઓ, કચેરીઓ ઝડપાઈ રહી છે. છતાં સરાકર ઊંઘતી ઝડપાઈ રહી છે. જેનો લાભ ગઠિયાઓ લઈ રહ્યા છે. સુરતમાં નકલી શેમ્પૂના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 7 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 5 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 17 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 20 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 8 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

  • August 5, 2025
  • 28 views
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?